શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણમાં થયો હતો, દરેક ભક્તોએ કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા અને અર્પણ કરવા જોઈએ આવા વસ્ત્ર

4 ઓગસ્ટથી ગુજરાતી પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની શરૂઆત થઇ છે. એટલે કે અડધો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે. દ્વાપર યુગમાં આ જ મહિનામાં બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવતો હતો, જે આજે પણ ઉજવવામાં આવે છે. 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનું પર્વ આવી રહ્યું છે. આ દિવસે ભક્તો શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવશે.

શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવી જોઈએ. બલરામનો જન્મ આ મહિનાની છઠની તિથિ પર થયો હતો અને ત્યારબાદ આઠમની તિથિ પર શ્રીકૃષ્ણનો અવતાર થયો હતો. એટલા માટે આ મહિનામાં શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપ એટલે કે બાલ ગોપાલની પૂજા કરવી જોઈએ.

દક્ષિણાવર્તી શંખથી કરો બાલ ગોપાલનો અભિષેક :

આ મહિનામાં રોજ સવારે સ્નાન પછી ધરના મંદિરમાં બાલ ગોપાલની પૂજા કરો. શ્રીગણેશની પૂજા પછી દક્ષિણાવર્તી શંખથી બાલ ગોપાલનો અભિષેક કરવો જોઈએ. તેના માટે દૂધમાં કેસર મિક્સ કરો અને બાલ ગોપાલને અર્પણ કરો. ત્યારબાદ પાણીથી તેમને સ્નાન કરાવો. તેમને પીળા ચમકદાર વસ્ત્ર અર્પણ કરો. ભગવાનને માખણ અને સાકરનો ભાગ ધરાવો. ધ્યાન રાખો કે ભોગમાં તુલસી જરૂર રાખો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.

આ મહિનામાં કરો આ શુભ કામ :

રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા પછી સૂર્યને પાણી ચડાવો. પાણી ચડાવતા સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ગણેશજી અને શ્રીકૃષ્ણની પૂજાની સાથે જ શિવલિંગ પર પાણી ચડાવો. ૐ સાંબ સદા શિવાય નમઃ મંત્રનો જાપ કરો.

જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય અનુસાર ધન અને અનાજનું દાન કરો. વસ્ત્રોનું દાન કરો.

ઓગસ્ટ મહિનામાં 22 તારીખથી ગણેશ ઉત્સવ પણ શરૂ થઈ રહ્યો છે. આ દિવસોમાં ગણેશજીને દુર્વાની 21 ગાંઠ ચડાવો. તેમને લાડુનો ભોગ ધરાવો. શ્રીગણેશાય નમઃ મંત્રનો જાપ કરો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.