શું છે યુટીઆઇ અને આ કેટલા પ્રકારની હોય છે? જાણો આના કારણ, લક્ષણ અને બચાવ.

આ સ્ત્રી લક્ષી સમસ્યા છે પણ ધ્યાન રાખો કે ઘરના કામકાજને કારણે ઘરની લક્ષ્મી ગણાતી સ્ત્રી પોતાના પ્રતિ દુર્લક્ષતા સેવે છે. આવા સમય મહિલાના પતિએ બહારના કામ સાથે પોતાની પત્નીનું પણ ધ્યાન રાખવું જોઈએ કે એને કોઈ શારીરિક કે માનસિક તકલીફ તો નથી થઇ રહીને.

યુટીઆઈ એટલે યુરિનરી ટ્રેક્ટ ઈંફેક્શન સ્ત્રીઓને થતી એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગની સ્ત્રીઓને તેમના જીવનકાળમાં આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડી છોકરીઓમાં જલ્દી જલ્દી UTI ની સમસ્યા થતી રહે છે. તેવામાં કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. યુટીઆઈ વાસ્તવમાં બેક્ટેરિયાને કારણે થાય છે.

આ બેક્ટેરીયા મૂત્રમાર્ગથી થઇને બ્લડર સુધી પહોંચી જાય છે અને ચેપ ફેલાવે છે. ત્યાં સુધી કે ઘણી વખત બ્લેન્ડરમાં સોજા જેવી સમસ્યા પણ જોવા મળે છે. જો કે નિષ્ણાતોનું માનવામાં આવે તો ચેપની સ્થિતિમાં અમુક વસ્તુ કરવાથી દરેક મહિલાએ દુર રહેવું જોઈએ. જેથી તેની સમસ્યા વિકરાળ સ્વરૂપ લઇ ન લે.

યુટીઆઇના લક્ષણો :

પેશાબ દરમિયાન પીડા થવી.

વૈજાઈનામાં પીડા અથવા બળતરા થવી.

યુરિન પસાર કરવામાં વધુ સમય લાગવો.

સેક્સ દરમિયાન વધુ પીડા થવી.

વારંવાર પેશાબ આવવો.

મૂત્ર માંથી દુર્ગંધ આવવી.

પેટમાં નીચેના ભાગમાં પીડા થવી.

હળવો તાવ રહેવો.

ક્યારેક ક્યારેક મૂત્ર સાથે લોહી પણ આવવું.

યુટીઆઇના કારણ :

યુટીઆઈ હોવાનું વાસ્તવિક કારણ સ્ત્રીઓનું સ્વચ્છ ન રહેવાનું છે. સમાચારમાં છપાયેલા એક લેખ મુજબ સ્ત્રીઓએ પેશાબ પછી નિયમિત તેમના ગુપ્તાંગની સફાઈ કરવી જોઈએ. વાસ્તવમાં ગુપ્તાંગ અત્યંત સંવેદનશીલ શારીરિક ભાગ હોવા સાથે સાથે બાહ્ય ચેપ ફેલાવાનો ભય પણ તેમાં સૌથી વધારે હોય છે. જો યુરેથરા એટલે કે તે ટ્યૂબ જ્યાંથી યુરિન પાસ થાય છે, તેની સારી રીતે સફાઈ ન કરવામાં આવે તો સંક્રમણ ત્યાંથી થઇને બ્લેન્ડર સુધી પહોંચી શકે છે. જો કે યુટીઆઈને જવાબદાર હોય છે.

શું છે UTII ની સારવાર :

આમ તો યુટીઆઇ સાથે સંબંધિત સારવાર હેઠળ તમને નિષ્ણાતો સાથે સંપર્ક કર્યા પછી જ દવા લેવી જોઈએ. તેના માટે ડૉક્ટર કેટલીક એન્ટિબાયોટિક દવાઓ આપે છે. જે યુટીઆઈમાં અસરકારક હોય છે. ઘણી પરિસ્થિતિઓમાં તે લો ડોઝ એન્ટિબાયોટિક આપે છે, જે લાંબા સમય સુધી ચાલે છે. આવી દવા ત્યારે આપવામાં આવે છે. જ્યારે મહિલાને વારંવાર યુટીઆઈ થાય છે.

તેમ છતાં, પીડિત મહિલાઓને જોઈએ તે નિયમિત ડૉક્ટરના કહેવા મુજબ દવાઓ ખાય અને પાણી વધારે પીવે. વાસ્તવમાં પાણી પીવાથી બેક્ટેરીયા બહાર નીકળવાણી શક્યતા વધુ રહે છે. એક વાત બીજી વાત હંમેશા ધ્યાનમાં રાખો કે પેશાબ પછી તમારા ગુપ્તાંગની સારી રીતે સફાઈ કરો.

એટલું જ નહી સંબંધ બાંધ્યા પછી પણ સફાઈ ખૂબ જ જરૂરી હોય છે કારણ કે ઘણા કિસ્સાઓમાં સંબંધ બાંધ્યા પછી પણ યુટીઆઇ બનવાની શક્યતા વધી જાય છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખો કે તમારા ગુપ્તાંગને હંમેશાં સૂકુ રાખો. વાસ્તવમાં ભીના થવાને લીધે પણ બીક્ટેરિયા થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત તમારા બાથરૂમને સાફ રાખો, ગુપ્તાંગની સફાઈ માટે સારી પ્રોડક્ટનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો આ સંબંધમાં પણ ડૉક્ટરની સલાહ લઇ શકો છો.