શું મૌની રોયે કરી લીધી છુપી રીતે સગાઈ? હીરાની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી.

બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ મૌની રોય પોતાની સગાઈને લઈને ચર્ચામાં છે, શું મૌની રોયે કરી લીધી છુપી સગાઈ?

બોલિવૂડ હિરોઈન મૌની રોયની સગાઈના સમાચારોને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે. તો ચાલો તમને જણાવીએ કે ખરેખર તેની પાછળનું સત્ય શું છે. નાના પડદેથી લઈને બોલીવુડ સુધી પોતાના અભિનયનો જાદુ પાથરી ચૂકેલી અભિનેત્રી મૌની રોય લાખો કરોડો દિલો ઉપર રાજ કરે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે પાગલ છે. તે હંમેશાં માટે તેના ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.

આ કડીમાં સોશિયલ મીડિયા ઉપર તેનો એક વિડિયોએ ખળભળાટ મચાવી દીધો છે કારણ કે આ વિડિઓ ઉપરથી લાગે છે કે મૌની રોયે સગાઈ કરી લીધી છે? તો ચાલો તમને તેના વિષે સંપૂર્ણ સત્ય જણાવીએ.

આમ તો અભિનેત્રી મૌની રોયે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેની આંગળીમાં એક હીરાની વીંટી જોવા મળી રહી છે. વીડિયોમાં મૌની તેની આ વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી છે, ત્યાર પછી તેના ચાહકો એ વાતનું અનુમાન લગાવી રહ્યા છે કે મૌનીએ ગુપ્ત રીતે લંડનમાં સગાઈ કરી લીધી છે. પરંતુ મૌની તરફથી હજુ સુધી કંઇ કહેવામાં આવ્યું નથી પરંતુ ચર્ચાઓનું બજાર તેમની ગુપ્ત સગાઈને લઈને ખૂબ જ ગરમ છે. મૌની રોય હાલમાં લંડનમાં છે, જ્યાં તે પોતાની નવી ફિલ્મના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે.

આની સાથે છે રિલેશનશિપના સમાચાર

ટીવીના પ્રસિદ્ધ શો ‘દેવો કે દેવ મહાદેવ’નો અભિનેતા મોહિત રૈના સાથે મૌનીના અફેરના સમાચાર સામે આવ્યા હતા. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે કશું કહ્યું નથી. તેમ જ પાછળથી ઘણા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું કે બંનેનો બ્રેકઅપ થઇ ગયો છે, પરંતુ તેની પણ પુષ્ટિ બંને તરફથી નથી કરવામાં આવી. પરંતુ હવે મૌની રોયના અફેરની ચર્ચા ડિરેક્ટર અયાન મુખર્જી સાથે છે.

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અયાનના દિગ્દર્શન હેઠળ બની રહી છે, જેમાં મૌની જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવી ગયા હતા અને હવે તે સંબંધમાં છે. જો કે, હજુ સુધી બંને તરફથી આ સંબંધ અંગે કંઇ પણ કહેવામાં આવ્યું નથી.

જ્યારે દુબઈમાં ફસાઈ ગઈ હતી મૌની રોય

વૈશ્વિક કોરોના રોગચાળાએ લગભગ આખા વિશ્વને પોતાની ઝપટમાં લઇ લીધું છે, જેને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં ઘણા મહિનાઓથી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે મૌની રોય દુબઈમાં જ અટવાઇ ગઈ હતી અને લગભગ 4 મહિના દુબઈમાં રોકાવું પડ્યું હતું. તેમ જ જ્યારે અનલોક પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે મૌની રોય લંડન જતી રહી.

અભિનેત્રીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો મૌની રોયે તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ ‘રન’ થી કરી હતી. ત્યાર પછી, તેણે ‘નાગિન’ ‘દેવોં કે દેવ મહાદેવ’ જેવી ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કરવા સાથે જ ‘ગોલ્ડ’ જેવી ઘણી ફિલ્મોમાં તેમના અભિનયનો જાદુ ફેલાવ્યો. તે હાલમાં આ દિવસોમાં લંડનમાં ‘અનટાઈટલ્સ’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

અત્યારે ચારે તરફથી એવી અટકળો ચાલી રહી છે કે મૌની રોયે સગાઈ કરી લીધી છે, પરંતુ તેણે ખરેખર સગાઈ કરી છે કે નહીં? તે બાબતનો જવાબ તો ફક્ત મૌની રોય જ આપી શકે છે, જેની દરેક રાહ જોઈ રહ્યા છે. તો તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને ટિપ્પણી, તેમજ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર જણાવો.

આ માહિતી બોલિવૂડ શાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.