શું તમે થાઇરોઇડના લક્ષણ અને તેના ઘરેલુ ઈલાજ જાણો છો.

થાઈરોઈડની બીમારી આજના સમયમાં ખુબ મોટાપ્રમાણમાં ભારતીય લોકોમાં જોવા મળી રહી છે, આજે અમે તમને તેના મુખ્ય લક્ષણ અને ઘરેલું ઉપચારની રીત જણાવવા જઈ રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે તમે આ રીતને વધુમાં વધુ લોકોને બતાવશો.

થાઈરોઈડના લક્ષણ :-

કબજીયાત : થાઈરોઈડ થવાથી કબજિયાતની તકલીફ શરુ થઇ જાય છે. ભોજન પચાવવામાં તકલીફ થાય છે. સાથે જ ખાવાનું સરળતાથી ગળાની નીચે નથી ઉતરતું. શરીરના વજન ઉપર પણ અસર પડે છે.

હાથ પગ ઠંડા રહેવા : થાઈરોઈડ થાય તો માણસના હાથ પગ હંમેશા ઠંડા રહે છે. માનવ શરીરનું તાપમાન સામાન્ય એટલે ૯૮.૮ ડીગ્રી ફોરનહાઈટ (૩૭ ડીગ્રી સેલ્સીયસ) હોય છે, તેમ છતાં પણ તેમનું શરીર અને હાથ-પગ ઠંડા રહે છે.

પ્રતિરોધક શક્તિ નબળી પડવી : થાઈરોઈડ થાય એટલે શરીરની રોગ-પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. ઈમ્યુન સીસ્ટમ નબળી પડવાને લીધે ઘણી બીમારીઓ થતી રહે છે.

થાક : થાઈરોઈડની તકલીફથી પીડિત વ્યક્તિને જલ્દી થાક લાગવા લાગે છે. તેનું શરીર સુસ્ત રહે છે. તે આળસુ થઇ જાય છે અને શરીરની ઉર્જા દુર થવા લાગે છે.

ત્વચાનું સુકાવું કે ડ્રાઈ થવું : થાઈરોઈડથી પીડિત વ્યક્તિની ત્વચા સુકાવા લાગે છે. ત્વચામાં સુકાપણું આવી જાય છે. ત્વચાના ઉપરના ભાગના સેલ્સને નુકશાન થવા લાગે છે. જેને કારણે જ ત્વચા સુકી-સુકી થઇ જાય છે.

ભારે શરદી થવી : થાઈરોઈડ થાય એટલે વ્યક્તિને ભારે શરદી થવા લાગે છે. તે સામાન્ય શરદીથી અલગ હોય છે અને ઠીક થતી નથી.

ડીપ્રેશન : થાઈરોઈડની તકલીફ થવાથી માણસ હંમેશા ડીપ્રેશનમાં રહેવા લાગે છે. તેની કોઈપણ કામમાં મન લાગતું નથી. મગજમાં સમજવા વિચારવાની શક્તિ નબળી પડી જાય છે. યાદશક્તિ પણ નબળી પડી જાય છે.

વાળ ખરવા : થાઈરોઈડ થવાથી વ્યક્તિના વાળ ખરવા લાગે છે અને ટાલિયા થવા લાગે છે. સાથે સાથે તેના નેણના વાળ પણ ખરવા લાગે છે.

માંસપેશીઓ અને સાંધામાં દુ:ખાવો : માંસપેશીઓ અને સાંધામાં દુ:ખાવા સાથે સાથે નબળાઈ આવવી પણ થાઈરોઈડની સમસ્યાના લક્ષણ હોઈ શકે છે.

શારીરિક અને માનસિક વિકાસ : થાઈરોઈડની તકલીફ થવાથી શારીરિક અને માનસિક વિકાસ ધીમો થઇ જાય છે.

થાઈરોઈડ રોગોનો કુદરતી અને ઘરેલું પદાર્થોથી ઉપચાર :

1. થાઈરોઈડ રોગના ઉપચાર કરવા માટે રોગી વ્યક્તિને થોડા દિવસો સુધી ફળોનો રસ (નારીયેલ પાણી, કોબી, અનાનસ, સંતરા, સફરજન, ગાજર, બીટ અને દ્રાક્ષનો રસ) પીવો જોઈએ અને ત્યાર પછી ૩ દિવસ સુધી ફળ અને તલને દૂધમાં નાખીને પીવું જોઈએ. ભોજનમાં તલના તેલનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી રોગીને સામાન્ય ભોજન કરવું જોઈએ જેમાં લીલા શાકભાજી, ફળ અને સલાડ અને અંકુરિત દાળ વધુ પ્રમાણમાં હોય. આ પ્રકારે થોડા દિવસો સુધી ઉપચાર કરવાથી રોગ ઠીક થઇ જાય છે.

2. આ રોગથી પીડિત રોગીને ઓછામાં ઓછું એક વર્ષ સુધી ફળ, સલાડ અને અંકુરિત ભોજનનું સેવન કરવું જોઈએ.

3. સિંઘોડા, મખાના અને કમળગટ્ટાનું સેવન કરવું પણ ફાયદાકારક હોય છે. થાઈરોઈડ રોગોથી પીડિત રોગીને તળેલી-શેકેલી વસ્તુ, મેંદો, ખાંડ, ચા, કોફી, દારૂ, ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો ન ખાવા જોઈએ.

4. એક કપ પાલકના રસમાં એક મોટી ચમચી મધ ભેળવીને પછી ચપટી જેટલું જીરાનું ચૂર્ણ ભેળવીને દરરોજ રાતના સમયે સુતા પહેલા સેવન કરવાથી થાઈરોઈડ રોગ ઠીક થઇ જાય છે.

5. આ રોગને ઠીક કરવા માટે સૌથી પહેલા રોગી વ્યક્તિને એ કુદરતી વસ્તુ ખાવામાં વધુ ઉપયોગ કરવો જોઈએ જેમાં આયોડીનનું વધુ પ્રમાણ હોય.

6. એક ગ્લાસ પાણીમાં ૨ ચમચી આખા ધાણાને રાતના સમયે પલાળીને મૂકી દો અને સવારે તેને મસળીને ઉકાળી લો. પછી જયારે પાણી ચોથા ભાગનું રહે એટલે ખાલી પેટ તે પી લો અને ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને કોગળા કરો. આવી રીતે દરરોજ આ ઉપચાર કરવાથી થાઈરોઈડ રોગ ઠીક થઇ જાય છે.

7. આ રોગથી પીડિત રોગીએ વધુમાં વધુ આરામ કરવો જોઈએ. જેથી થાક ન લાગે, રોગી વ્યક્તિએ પૂરી ઊંઘ લેવી જોઈએ. માનસિક, શારીરિક તકલીફ અને ભાવનાત્મક તણાવ જો રોગી વ્યક્તિને છે, તો તે દુર કરવો જોઈએ.

થાઈરોઈડની તકલીફને ઠીક કરવાના પ્રાચીન આયુર્વેદિક ઉપાય :

આદુ :-

આદુમાં રહેલા ગુણ જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે થાઈરોઈડની તકલીફમાંથી છુટકારો અપાવે છે. આદુમાં એંટી-ઈમ્ફ્લેમેટરી ગુણ થાઈરોઈડને વધતો અટકાવે છે અને તેની કાર્યપ્રણાલીમાં સુધારો લાવે છે.

દહીં અને દૂધનું સેવન :-

થાઈરોઈડની તકલીફ વાળા લોકોએ દહીં અને દૂધનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ. દૂધ અને દહીંમાં રહેલા કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સ થાઈરોઈડથી પીડિત પુરુષોને સ્વસ્થ જાળવી રાખવાનું કામ કરે છે.

જેઠીમધનું સેવન :-

થાઈરોઈડના દર્દીઓને થાક ખુબ જલ્દી લાગી જાય છે અને તે જલ્દી જ થાકી જાય છે. તેવા સમયે મુલેઠી(જેઠીમધ)નું સેવન કરવું ઘણું ફાયદાકારક રહે છે. મુલેઠી(જેઠીમધ)માં રહેલા તત્વ થાઈરોઈડ ગ્રંથીને સંતુલિત રાખે છે. અને થાકને ઉર્જામાં બદલી દે છે. મુલેઠી(જેઠીમધ) થાઈરોઈડમાં કેન્સરને વધવાથી પણ અટકાવે છે.

ઘઉં અને જુવારનો ઉપયોગ :-

થાઈરોઈડ ગ્રંથીને વધવાથી અટકાવવા માટે તમે ઘઉંના જવારાનું સેવન કરી શકો છો. ઘઉંના જવારા આયુર્વેદમાં થાઈરોઈડની તકલીફને દુર કરવાનો ઉત્તમ અને સરળ કુદરતી ઉપાય છે. તે ઉપરાંત તે સાઈનસ, ઊંચા લોહીનાદબાણ અને લોહીની ખામી જેવી તકલીફોને અટકાવવામાં પણ અસરકારક રીતે કામ કરે છે.

આખુ અનાજ :-

જૌ, પાસ્તા અને બ્રેડ વગેરે આખા અનાજનું સેવન કરવાથી થાઈરોઈડની તકલીફ થતી નથી કેમ કે આખા અનાજમાં ફાઈબર, પ્રોટીન અને વિટામિન્સ વગેરે પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે થાઈરોઈડને વધવાથી અટકાવે છે.

ફળો અને શાકભાજીનું સેવન :-

થાઈરોઈડની તકલીફમાં જેટલા બની શકે એટલા ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. ફળ અને શાકભાજીમાં એંટીઓક્સીડેંટ હોય છે. જે થાઈરોઈડને ક્યારેય વધવા નહિ દે. શાકભાજીમાં ટમેટા, લીલા મરચા વગેરેનું સેવન કરો.

આયોડીનનો ઉપયોગ :-

દરિયાના મીઠાને ઘર માંથી બહાર ફેંકી દો અને આયોડીનમાં માત્ર સિંધા મીઠુંનો જ ઉપયોગ કરો.

સવારે ખાલી પેટ દુધીનું જ્યુસ પીવો, ઘરમાં જ ઘઉંના જવારાનું જ્યુસ કાઢીને પીવો, ત્યાર પછી એક ગ્લાસ પાણીમાં દરરોજ ૩૦ મી.લી. કુવારપાઠું જ્યુસ અને બે ટીપા તુલસી નાખીને પીવો. કુવારપાઠું જ્યુસ તમારે કોઈ મોટી કંપનીનું જ્યુસ વાપરવાનું રહેશે, જેમાં ફાઈબર વધુ હોય, માત્ર કોરું પાણી ન હોય. કે પછી ઘરમાં જ જ્યુસ કાઢીને પીવો. બજારમાં આજકાલ પંચ તુલસી ઘણી આવી રહી છે. કોઈ સારી કંપનીની કુદરતી પાચ તુલસી લો. તે બધું કર્યા પછી અડધા કલાક સુધી કાંઈપણ ખાવું પીવું નહિ, તે સમયે તમે પ્રાણાયામ કરો.

અખરોટ અને બદામ છે ફાયદાકારક :

અખરોટ અને બદામમાં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે જે થાઈરોઈડની તકલીફના ઉપચારમાં ફાયદાકારક છે. અખરોટમાં પાચ માઈક્રોગ્રામ સેલેનિયમ હોય છે. અખરોટ અને બદામના સેવનથી થાઈરોઈડને કારણે ગળામાં થતા સોજાને પણ ઘણે અંશે ઓછા કરી શકાય છે. અખરોટ અને બદામ સૌથી વધુ ફાયદા હાઈપોથાયરાઈડીજ્મ (થાયરાઈડ ગ્રંથી નું ઓછું એક્ટીવ હોવું) માં કરે છે.

તેની સાથે રાત્રે સુતી વખતે ગાયના ગરમ દૂધ સાથે ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણનું સેવન કરો. તેની સાથે પ્રાણાયામ કરવાના છે. જેને ઉજ્જાઈ પ્રાણાયામ કહે છે. આ પ્રાણાયામમાં ગળાને સંકુચિત કરીને પુરા જોશ સાથે ઉપરથી શ્વાસ ખેંચવાના છે.

પાંચ કિલો લોટ સાથે ૧ કિલો બાજરીનો લોટ અને એક કિલો જુવારનો લોટ ભેળવીને તે લોટમાંથી બનેલી રોટલીઓ ખાવાથી આ રોગમાં ઘણી રાહત મળે છે.

સવારે ખાલી પેટ તમે ગૌમૂત્ર કે તેના અર્કનું સેવન કરી શકો છો અને તે લેતા પહેલા એક કલાક સુધી તમારે કાંઈ પણ ખાવું નહિ અને માસિક ધર્મ દરમિયાન પણ મહિલાઓ તેને લઇ શકે છે. તેના માટે તમે વહેલી સવારે ઉઠીને ફ્રેશ થયા પછી ગૌમૂત્ર ને ઝીણા કપડા થી ગાળી લો અને તે દરમિયાન તમે કંઈપણ ફાસ્ટફૂડ અને તળેલા અને ભારે પદાર્થોનું સેવન કરવાથી દુર રહો. ચા અને કોફીના સેવનથી પણ દુર રહો.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.