શુભ અશુભ જ નહિ આ કારણે પણ ફડકે છે આંખો, જાણો એવું કેમ થાય છે અને શું છે આનો ઉપચાર

આંખ ફરકવી ઘણી જ સામાન્ય વાત છે, અને દરેકની આંખ ફરકે છે. આમ તો મોટાભાગે લોકો આંખ ફરકવાનો અર્થ શુભ અને અશુભમાં ગણે છે. પરંતુ તેને સારા ખાબ સંકેત સાથે કોઈ લેવા દેવા નથી હોતું. આંખ ફરકવાની પાછળ તંત્રિકા સંબંધી વિકાર હોય છે, જેને કારણે આંખ ફરકે છે. આજે અમે તમને જણાવીશું કે આંખ કેમ ફરકે છે, અને જો વધુ આંખમાં તકલીફ હોય તો તેનો ઉપાય કઈ રીતે કરી શકો છો.

આંખ ફરકવાના કારણ :

લોકોનું માનવું હોય છે કે આંખ ફરકવાથી કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનું દુ:ખ કે નુકશાન થઇ જશે. ઘણા લોકોને આ સમસ્યા થોડા સમય માટે હોય છે, તો ઘણા લોકોને આ સમસ્યા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જેને લીધે તે ચીડિયાપણા જેવા થઇ જાય છે.

તણાવ :

આંખ ફરકવા પાછળ એક કારણ તણાવ હોય છે. ઘણી વખત લોકો અભ્યાસ, પરિવાર અને પ્રેમને લીધે ઘણા પ્રકારના તણાવમાં રહે છે, જેથી આંખોમાં સમસ્યા થવા લાગે છે.

થાક :

ઘણા વધુ સમયથી ઊંઘ ન આવવી, પુરતી ઊંઘ ન આવવી અને જલ્દી ઊંઘ ઉડી જવાથી પણ થાક લાગે છે, જેને કારણે આંખો ફરકે છે.

કેફીનનું વધુ સેવન :

તમે કદાચ એ વાત ઉપર ધ્યાન આપ્યું હશે, કે જે દિવસે તમે વધુ કેફીનનો ઉપયોગ કરો છો, તે દિવસે આંખ ફરકવાની સમસ્યા થાય છે. ઘણી વખત આલ્કોહોલના વધુ સેવનથી પણ આંખ ફરકવાની સમસ્યા થાય છે.

આંખ શુષ્ક થઇ જવી :

હંમેશા ૫૦ વર્ષની ઉંમર પછી લોકોની આંખમાં શુષ્ક પણું વધી જાય છે જેથી આંખની પાંપણ ફરકવા લાગે છે. તે ઉપરાંત જે લોકો અર્થરાઈટીસ અને ડીપ્રેશનની દવા લઇ રહ્યા હોય છે, તેની આંખોમાં પણ શુષ્કી આવી જાય છે. જેથી આંખો ફરકવાની સમસ્યા થઇ જાય છે.

આંખ ફરકવાનો ઈલાજ :

કાકડી :

જો આંખ ફરકવાની સમસ્યા વધુ હોય તો કાકડીનો ઉપયોગ કરવો સારું રહે છે. કાકડીની અંદર ઇન્ફલેમેંટરી ગુણ રહેલા હોય છે, જે તંત્રિકા માંસપેશીઓને શાંત રાખે છે. આંખો ઉપર ઠંડી કાકડીના પાતળા પાતળા ટુકડા મુકો. આંખો ફરકવાનું બંધ થઇ જશે.

કેળા :

આંખ ફરકવાનું એક કારણ શરીરમાં પોટેશિયમની કમી પણ હોઈ શકે છે. કેળામાં યોગ્ય પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે, જે આંખોને ફરકવાથી રોકે છે. જો આંખો ફરકવાની સમસ્યા વધુ થઇ રહી હોય તો રોજ બે કેળાનું સેવન કરી શકો છો.

ગુલાબજળ :

ગુલાબજળ આંખોની સફાઈ માટે ઘણું સારું માનવામાં આવે છે. આંખોમાં બળતરા હોય કે ખૂંચતી હોય તો ગુલાબજળને આંખોમાં લગાવવાથી આરામ મળે છે. ગુલાબજળને થોડી વાર ફ્રીઝમાં રાખો ત્યાર પછી રૂ ને ગુલાબજળમાં ડુબાડીને આંખો ઉપર રૂ ને દબાવીને રાખો તેનાથી આંખોને આરામ મળશે.

આંખ ફરકવાની સમસ્યા દુર થઇ રહી નથી તો ઝડપથી આંખ ઝપકાવો. તેનાથી આંખોનો કચરો બહાર નીકળી આવે છે અને માંસપેશીઓને રાહત મળે છે. આંખો ફરકવા ઉપર આંખોની પાંપણને ઝડપથી ૨૦ સેકન્ડ સુધી ઝપકાવો. તેમ જ કેફીન, તમાકુ અને દારુનું સેવન ઓછું કરો. દરરોજ આઠ કલાકની ઊંઘ લો.