શુભ સમાચાર : સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ખાનગી કંપનીઓના કર્મચારીઓને આનંદો-આનંદો.

પ્રાઈવેટ કંપનીઓ હંમેશા તેમના કર્મચારીઓનું શોષણ કરતા રહે છે, જેને ધ્યાનમાં લઇને સરકારે તે અંગે પગલા ભરવાનું વિચાર્યું છે, જેથી કર્મચારીઓને પોતાના હક્ક હિસ્સા મળી શકે. આવો જ એક નિર્ણય હાલમાં સરકારે આવી ખાનગી કંપનીઓ ઉપર પગલા લીધા છે. જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીએ.

પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓ માટે ખુશખબરી છે. હવે કંપનીઓ તરફથી આપવામાં આવતા ભથ્થા કર્મચારીઓના મૂળ પગારમાં સમાવેશ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશના એક દિવસ પછી ઇ.પી.એફ.ઓ. દ્વારા વિશેષ ભથ્થાં પગારમાં સમાવેશ ન કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.

સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં આ વ્યવસ્થા આપેલ છે કે કર્મચારીઓના ભવિષ્યનિધિ ગણતરીના કિસ્સામાં વિશેષ એલાઉન્સ મૂળ પગારનો ભાગ છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખાનગી કંપનીઓના કર્મચારીઓને આનંદ-આનંદ.

ઇ.પી.એફ.ઓ. જણાવ્યું હતું કે – આદેશ પાલન ન કરવા પર કાર્ય કરશે.

હવે પીએફ એકાઉન્ટની બજેટમાં મોટો વધારો

વાસ્તવમાં, કંપનીઓ કર્મચારીઓને મૂળ વેતન ઓછું આપે છે, પરંતુ તેમને ખાસ ભથ્થા આપે છે. પી.એફ. નિયમો અનુસાર, કર્મચારીઓને પોતાના બેઝિક પગારના 12 ટકા ભાગ પ્રિવિડન્ટ ફંડ મજરે આપવાનો હોય છે અને એટલા જ પૈસા કંપનીઓએ આપવાના રહે છે.

હવે બેઝિક પગાર વધુ હોવાથી કંપનીઓના પી.એફ. માં વધુ પૈસા ચૂકવવા પડશે. જો સુપ્રીમ કોર્ટના આદેશનું ભવિષ્ય નિધિ નિર્દેશાલય કડક રીતે અમલ કરે છે, તો તેનો સંપૂર્ણ લાભ કર્મચારીઓને જ મળશે. કેમ કે એમ થવાથી પગાર વધારવો પડશે, જેથી પીએફ માં કંપનીઓને વધુ યોગદાન કરવું પડશે અને પહેલા કરતા વધુ પૈસા કર્મચારીઓના પીએફ ખાતામાં જમાં થશે.

આવા સારા કાર્ય સમાજમાં હંમેશા આવકાર્ય રહેશે, સરકાર હંમેશા લોકહિત, કર્મચારી હિતમાં જો આવા પગલા લે તો લોકોનો ઉત્કર્ષ નિશ્ચિત છે. આને આવી સરકાર જ ગામ, શહેર, રાજ્ય અને દેશનો વિકાસ ખરા અર્થમાં કરી શકે છે. કર્મચારીઓના બીજા એવા ધાણા પ્રશ્નો છે. જે તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો આવશ્યક છે. જેથી કર્મચારી જ્યાં પણ કાર્ય કરે પોતાની 100 % મહેનત અને પુરુષાર્થ એમાં રેડી નાખે, જેથી કર્મચારી સાથે સાથે માલિકની પણ પ્રગતિ થઇ શકે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.