2 ફેબ્રુઆરી સુધી શુક્રએ કર્યો કુંભમાં પ્રવેશ, કઈ રાશિઓ પર પડશે આનો શુભ-અશુભ પ્રભાવ, જાણો

જ્યોતિષના જાણકારોના જણાવ્યા મુજબ ગ્રહોની સ્થિતિમાં સતત ઘણા બધા નાના અને મોટા ફેરફાર થતા રહે છે, જેના કારણે તમામ ૧૨ રાશિઓ પ્રભાવિત થાય છે. જો કોઈ ગ્રહની સ્થિતિ રાશિમાં સારી છે, તો તેના કારણે જ વ્યક્તિના જીવનની તમામ તકલીફો દુર થઇ જાય છે અને વ્યક્તિ પોતાનું જીવન આનંદપૂર્વક પસાર કરે છે. પરંતુ ગ્રહોની સ્થિતિ સારી ન હોવાને કારણે વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શુક્ર ગ્રહએ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે, અને તે આ રાશિમાં ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ ની રાત્રી સુધી રહેવાનો છે. આ પરિવર્તનને કારણે જ તમામ ૧૨ રાશિઓ ઉપર કોઈને કોઈ પ્રભાવ જરૂર પડશે. ખરેખર આ પરિવર્તન તમારી રાશિઓ ઉપર શું અસર નાખવાના છે? તેની જાણકારી આજે અમે તમને આપવાના છીએ.

આવો જાણીએ શુક્રનો કુંભ રાશિમાં પ્રવેશ કઈ રાશિઓ માટે રહેશે ફાયદાકારક :

મેષ રાશિ વાળા લોકોનો સમય અતિ ઉત્તમ રહેવાનો છે. શુક્રના રાશિ પરિવર્તનને કારણે જ તમને લાભના રસ્તા પ્રાપ્ત થશે, તમારું અટકેલુ ધન પાછું મળી શકે છે. સુખ સુવિધાઓની વસ્તુઓની ખરીદી કરી શકો છો. કુટુંબમાં તમારું માન સન્માન જળવાઈ રહેશે. તમે કોઈ નવા વેપારની શરુઆત કરી શકો છો, જે તમારા માટે લાભદાયક રહેવાનું છે. સંતાન તરફથી તમારી તમામ ચિંતાઓ દુર થશે, તમે તમારુ અંગત જીવન સારી રીતે પસાર કરશો.

વૃષભ રાશિ વાળા લોકોને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન સત્તાનું પૂર્ણ સુખ આપશે, જે લોકો રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સારો ફાયદો મળશે, તમારા અટકેલા કામ પ્રગતી ઉપર આવશે, તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ સફળ રહેશે, નોકરીના ક્ષેત્રમાં તમને પ્રગતી મળવાની શક્યતા ઉભી થઇ રહી છે, વેપારી વર્ગના લોકોને કોઈ લાભદાયક સોદો મળી શકે છે.

મિથુન રાશિ વાળા લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ભાગ્યશાળી સાબિત થશે, શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રતિયોગી પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે. જો તમે કોઈ નવા કાર્યની શરુઆત કરવા માગો છો તો આ સમય તમારા માટે ઘણો ઉત્તમ રહેવાનો છે. વિદેશમાંથી શુભ સમાચાર મળી શકે છે, લાભની ઘણી તકો હાથ લાગી શકે છે, એટલા માટે તમે આ તકનો લાભ ઉઠાવો, કુટુંબમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે.

તુલા રાશિ વાળા લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન શુભ રહેવાનું છે, વિદ્યાર્થી વર્ગના લોકો કોઈ પણ પ્રકારની પ્રતિયોગી પરીક્ષાઓમાં સારી સફળતા પ્રાપ્ત કરશે, સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે, પરણિત જીવનમાં આનંદ જળવાઈ રહેશે, નોકરીના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો, તમારા કામકાજથી ઉપરી અધિકારીઓ ખુશ રહેવાના છે, સાથે કામ કરવા વાળા લોકોનું પૂરું યોગદાન રહેશે.

ધનુ રાશિ વાળા લોકો માટે શુક્રના રાશિ પરિવર્તનને કારણે જ લાભના માર્ગ પ્રાપ્ત થશે, તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે, તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો મક્કમતા પૂર્વક સામનો કરી શકો છો, તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો, તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ સફળ રહેશે, આજુબાજુના લોકોનો પુરતો સહકાર મળશે.

મકર રાશિ વાળા લોકો માટે શુક્રના રાશિ પરિવર્તનને કારણે જ આકસ્મિક ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે, તમારું અટકેલું ધન પાછુ મળી શકે છે, કોઈ મહિલા મિત્રના સહયોગથી તમારા કામકાજ પુરા થશે, કુટુંબનું વાતાવરણ આનંદમય રહેવાનું છે, સંતાન તરફથી તમને શુભ સમાચાર મળી શકે છે, સામાજિક ક્ષેત્રમાં આગળ વધીને ભાગ લેશો, કાર્યક્ષેત્રની જવાબદારીઓને તમે સારી રીતે પૂરી કરશો.

કુંભ રાશિ વાળા લોકો માટે શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમારી યોજનાઓમાં સારો ફાયદો મળશે, તમે તમારા અટકેલા કામકાજને પુરા કરી શકો છો, સરકારી કામોમાં તમને લાભ મળી શકે છે, વિદેશ જવા માંગતા લોકોને વિદેશ જવાની તક મળશે, ઘણા લાંબા સમયથી વિચારેલા કાર્ય સફળ રહેશે, માતા પિતાના આરોગ્યમાં સુધારો થવાના યોગ ઉભા થઇ રહ્યા છે, કુટુંબની આર્થિક સ્થિતિ મજબુત રહેશે.

આવો જાણીએ બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે?

કર્ક રાશિ વાળા લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન મિશ્ર રહેવાનું છે. કાર્યક્ષેત્રમાં તમારે સંભાળીને રહેવું પડશે કેમ કે અમુક લોકો તમારી વિરુદ્ધ ષડ્યંત્ર રચી શકે છે, કુટુંબના લોકોનો સહયોગ મળશે, તમારે તમારા આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, ઋતુમાં પરિવર્તન થવાને કારણે તમારુ આરોગ્ય નબળું રહેશે, આવકથી વધુ ખર્ચમાં વધારો થઇ શકે છે, કુટુંબ માટે કિંમતી વસ્તુની ખરીદી કરવાનું આયોજન બનાવી શકો છો.

સિંહ રાશિ વાળા લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ઠીક ઠીક રહેશે, દાંપત્ય જીવનમાં મીઠાશ જળવાઈ રહેશે, વિવાહ યોગ્ય લોકોના વિવાહના સારા સંબધ મળી શકે છે, પ્રેમ સંબંધિત બાબતો માટે આ સમય સામાન્ય રહેવાનો છે, તમે તમારા કુટુંબની આર્થિક સ્થિતિ મજબુત બનાવવાના તમામ પ્રયાસ કરશો, તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઇ શકે છે જેથી કુટુંબનું વાતાવરણ આનંદમય બનશે.

કન્યા રાશિ વાળા લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન થોડું પીડાદાયક રહી શકે છે, આ રાશિ વાળા લોકોએ પોતાના છુપા દુશ્મનોથી સાંભળીને રહેવું પડશે, તમારા દુશ્મનોમાં વધારો થઇ શકે છે, વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં નહિ લાગે, વેપાર ક્ષેત્રમાં તમારે તમારા ભાગીદારોથી સતર્ક રહેવાની જરૂર છે કેમ કે તેના કારણે જ તમને નુકશાન થઇ શકે છે, તમે કોઈ પણ ઝગડાથી દુર રહો, સુખ સુવિધાઓની વસ્તુ ઉપર વધુ ધન ખર્ચ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ વાળા લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ચિંતાજનક રહેશે, તમારે તમારા આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, કોઈ પ્રવાસ દરમિયાન તમને મુશ્કેલી પડી શકે છે, તમે તમારા સામાનનું ધ્યાન રાખો નહિ તો ચોરી થવાની શક્યતા ઉભી થઇ રહી છે, કોર્ટ કચેરીની બાબતમાં તમને મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં અચાનક ફેરફાર થઇ શકે છે.

મીન રાશિ વાળા લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ઘણું દોડધામ વાળું રહેશે, તમારે કામની બાબતમાં આમતેમ પ્રવાસ ઉપર જવું પડી શકે છે, તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર છે, તમારા દુશ્મનો તમને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, એટલા માટે તમે સાવચેત રહો, શાસન સત્તાનો પૂરો આનંદ ઉઠાવવાના છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.