શુક્રનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, આ ઉપાયોથી ઓછા થશે 12 રાશિઓના કષ્ટ

શુક્ર દેવ 28 ઓક્ટોબર 2019 ના રોજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શુક્ર તુલામાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 4 ઓક્ટોબરથી તુલા રાશિમાં વિરાજમાન રહેલા શુક્ર હવે 21 નવેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં જ રહેશે. આવો જાણીએ શુક્રના આ રાશિ પરિવર્તનથી બધી 12 રાશિઓ પર પડનારા આ નકારાત્મક પ્રભાવને કેવી રીતે ઓછો કરી શકાય.

મેષ રાશિથી આઠમાં ભાવમાં શુક્રનું ગોચર તમારા ચહેરા સંબંધિત થોડી મુશ્કેલીઓ તથા સ્વાસ્થયમાં થોડી ગડબડ કરી શકે છે. એક દુર્ગા સપ્તશતીનું પુસ્તક કોઈ દુર્ગા મંદિરમાં દાન કરો અને ગાયને ઘાસનો ચારો ખવડાવો.

વૃષભ રાશિથી સાતમા ભાવમાં શુક્રનું ગોચર વ્યાપારિક સમસ્યાઓનું નિદાન કરશે તથા રોકાયેલું ધન પાછું અપાવશે. મિશ્રી અને વરિયાળીના દાણાનું દાન દેવી લક્ષ્મીના મંદિરમાં કરો અને સવાર સાંજ ગણેશ વંદના અવશ્ય કરો.

મિથુન રાશિથી છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર ત્વચા સંબંધિત પરેશાની કરશે અને શુક્રના પ્રભાવથી ભાઈ બહેનના સંબંધમાં ખટાશ આવી શકે છે. 11 લીલી દુર્વાની પાંદળીઓ પર કાચા દૂધના છાંટા નાખો અને એને એક નાડાછડીથી બાંધી દો. પછી બે મોદક સાથે તે દુર્વાને ભગવાન ગણપતિને અર્પણ કરો.

કર્ક રાશિથી પાંચમાં ભાવમાં શુક્રનું ગોચર પ્રેમ સંબંધોમાં ખટાશ લાવશે, અને પેટ સંબંધિત બીમારીઓ વધારી શકે છે. નાની છોકરીઓને લેખન સામગ્રીનું દાન કરો. અને પીપળાના ઝાડની નીચે દેશી ઘી નો દીવો પ્રગટાવો.

સિંહ રાશિથી ચતુર્થ ભાવમાં શુક્રનું ગોચર રોકાયેલું ધન અપાવવાની સાથે સાથે નોકરીની સમસ્યાઓને ખતમ કરશે. બે બુંદીના લાડુ બે લવિંગની સાથે ભગવાન ગણપતિને અર્પણ કરો, તથા નાની છોકરીઓને લાલ વસ્ત્ર ગિફ્ટમાં આપો.

કન્યા રાશિથી ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ કરાવી શકે છે, તથા ગળા સાથે સંબંધિત મુશ્કેલીઓ આપશે. સવારના સમયે ગણેશ સ્ત્રોતનો પાઠ કરો તથા દુર્ગા મંદિરમાં પાંચ લાલ ગુલાબના ફૂલ અર્પણ કરો અને ખીરનો ભોગ ધરાવો.

તુલા રાશિથી બીજા ભાવમાં શુક્રનું ગોચર ધનની સમસ્યાઓને ખતમ કરવાની સાથે સાથે આંખમાં થોડી સમસ્યા કરી શકે છે. જરૂરિયાત મંદ કિન્નરોને દવા, વસ્ત્ર અને ભોજનનું દાન કરો અને ઘરની ઉત્તર દિશામાં ભગવાન ગણેશનો ફોટો લગાવો.

વૃશ્ચિક રાશિમાં શુક્રનું ગોચર અટકેલું ધન અપાવવાની સાથે સાથે માનસિક સમસ્યાઓ વધારી શકે છે. “ॐ एकदंतायै नमः” મંત્રનો 108 વાર જાપ કરો તથા જ્યાં તમે ઊંઘો છો એ બેડરૂમમાં ગંગાજળ છાંટો.

ધનુ રાશિથી બારમા ઘરમાં શુક્રનું ગોચર કારણ વગરના ખર્ચ વધારવાની સાથે સાથે મહેનત ઘણી વધારે કરાવશે. પોતાની મોટી બહેનને કોઈ વસ્ત્ર ગિફ્ટમાં આપો, તથા વિષ્ણુ મંદિરમાં એક પીળી ચમકદાર ધજા લગાવો.

મકર રાશિથી અગીયારમાં ઘરમાં શુક્રનું ગોચર નોકરીમાં સમસ્યાઓને ખતમ કરવાની સાથે સાથે વ્યાપારમાં ઘણો ફાયદો અપાવશે. લીલી તુલસીના પાંદડાની માળા ભગવાન વિષ્ણુને પહેરાવો તથા લીલા વસ્ત્રનું દાન કરો.

કુંભ રાશિથી દશમાં ભાવમાં શુક્રનું ગોચર નોકરી અથવા વ્યાપારના સ્થાનની સમસ્યાઓને ઓછી કરશે તથા રોકાયેલા કામ પૂરા કરશે. પીળા ચંદનમાં ગુલાબનું અત્તર મિક્સ કરો અને ભગવાન ગણપતિને લગાવો તથા ગણપતિને પાંચ મોદક અર્પણ કરો.

મીન રાશિથી નવમા ભાવમાં શુક્રનું ગોચર ભાગ્ય વૃદ્ધિની સાથે સાથે વ્યાપારમાં ફસાયેલું ધન અપાવી શકે છે. પોતાની બહેન, દીકરી, ફોઈનું સમ્માન કરો અને ઘરની ઉત્તર દિશામાં પાણી ભરીને મૂકો તથા વિષ્ણુ મંદિરમાં દર્શન કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.