સિમલા મસૂરીથી કાઈ ઓછા નથી આ 17 હિલ સ્ટેશન, જેને તમે ગરમીની રજાઓમાં ભૂલી જાઓ છો.

દર વર્ષે ગરમીની રજાઓ પડતા જ આપણા મગજમાં સૌથી પહેલું નામ સિમલા અને મસૂરીનું જ આવે છે. પણ તમને જણાવી દઈએ કે આ સિવાય પણ ભારતમાં ઘણા હિલ સ્ટેશન છે. જે પોતાની ખૂબસૂરતી માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રચલિત છે.

આજે અમે તમને દેશભરના 17 એવા હિલ સ્ટેશન વિશે જાણવા જઇ રહ્યા છીએ. જે ખૂબસૂરતી માટે સિમલા, મસૂરી અને મનાલીથી જરા પણ કમ નથી.

દબાઈને લાઇક અને શેયર કરજો. કોઈને કામ આવી જશે તો દિલથી ધન્યવાદ કહેશે.

૧) કુનુર (તમિલનાડુ)

કુનૂર તમિલનાડુમાં સ્થિત નિલગીરીમાં પહાડોમાં વસેલું સુંદર હિલ સ્ટેશન છે. કુનૂર દક્ષિણ ભારતના ચુનંદા હિલ સ્ટેશનમાંનું એક છે.આ ખૂબસૂરત હિલ સ્ટેશન ચાના બગીચા માટે પ્રસિદ્ધ છે. કુનૂર પોતાના મનમોહક પહાડી પરીદ્રશ્યોની સાથે સાથે જુદા જુદા જંગલી ફળ અને પક્ષીઓની પ્રજાતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. ઉટી બાદ નીલગીરીની પહાડીઓમાં વસેલું આ બીજું સૌથી મોટું હિલ સ્ટેશન છે.

૨) ઘેસ ( ઉત્તરાખંડ)

ઘેસ ચમોલી જિલ્લાનું છેલ્લું ગામ માનવામાં આવે છે. આ પછી બરફથી ઢંકાયેલી નંદદેવીની વિશાળ ચોટીયો શરૂ થઈ જાય છે. બહુ જ સીમાંત વિસ્તાર હોવા છતાં આ ખૂબસૂરત ગામ અસિમિત ઔષધીઓનું ઘર છે. આ ગામને ઉત્તરાખંડનું પહેલું આયુસ ગામ હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે. રહસ્યમય ‘રૂપકુંડ’ આ ગામ પાસે જ સ્થિત છે.

૩) ચીખલદરા (મહારાષ્ટ્ર)

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સ્થિત ચીખલદરા એક ખૂબ સુરત હિલ સ્ટેશન છે. વાતાવરણ ભલે ઠંડુ હોય કે ગરમીનું હોય ચીખલદરા પર્યટકો માટે સ્વર્ગથી ઓછું નથી. સાતપુડાની પહાડીઓ પાસે ચીખલદરા મેલઘાટની પર્વત શ્રુખલામાં વસેલું છે. મેલઘાટ વાઘના રક્ષણ માટે પ્રસિદ્ધ છે. ચીખલદરા જતી વખતે તમને વાઘ, ભાલું, હરણ, મોર જેવા ઘણા જંગલી પ્રાણીઓ જોવા મળી જશે.

૪) પોનમૂડી (કેરળ)

પોનમૂડી કેરળના તિરૂવંતપુરમ જિલ્લામાં આવેલું પ્રમુખ હિલ સ્ટેશન છે. કેરળમાં બીજા નંબરનું સૌથી ઊંચું શિખર અગસ્ત્ય માલા પોનમૂડીમાં આવેલું છે.પોનમૂડી સડક માર્ગ દ્વારા ત્રિવેન્દ્ર સાથે જોડાયેલું છે, જેની બંને બાજુએ તમને મનોરમ દ્રશ્ય જોવા મળશે. પોનમૂડી પોતાના ખૂબસૂરત ચાના બગીચા, હરિભરી પહાડીઓ અને નદીઓ માટે પ્રસિદ્ધ છે. પોનમૂડીનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે ગોલ્ડન વૈલી.

૫) તવાંગ ( અરુણાચલ પ્રદેશ)

અરુણાચલ પ્રદેશના ઉત્તર પશ્ચિમમાં સ્થિત તવાંગ છઠ્ઠા દલાઈ લામા ‘ લોબસંગ ગ્યાત્સો’ નું જન્મ સ્થાન હોવાથી પ્રસિદ્ધ છે. તવાંગ ભારતમાં સૌથી મોટા બૌદ્ધ મઠ માટે ઓળખવામાં આવે છે. સમુદ્રતળે લગભગ ૧૦,૦૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત તવાંગ પોતાના અદ્વિતીય સૌંદર્યથી પર્યટકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. માર્ચ, એપ્રિલ, મેં, જૂન, સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરના મહિનામાં તવાંગ જઇ શકો છો.

૬) શિમોગા( કર્ણાટક)

ધાર્મિક, ઐતિહાસિક અને પર્યટનના લીધે શિમોગા કર્ણાટકનું પ્રમુખ શહેર છે. શિમોગા એક શહેર જ નથી પરંતુ ખૂબસૂરત હિલ સ્ટેશન પણ છે. આ એકમાત્ર એવી જગ્યા છે. જ્યાં સૌથી વધારે ઝરણાં છે. ભારતના પ્રસિદ્ધ ઝરણાં માંથી એક જોગનો ધોધ શિમોગાના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. અહિયાની વિશાળ શિવ મૂર્તિ પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

૭) ધનૌલ્ટી (ઉત્તરાખંડ)

મસૂરીથી આશરે ૨૪ કિલોમીટર દૂર ધનૌલ્ટી પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે. શહેરની ભાગદોડ વાળી જિંદગીથી દુર ધનૌલ્ટી ધીરે ધીરે મસૂરીની જેમ પ્રસિદ્ધ થતું જાય છે. વાંસ, દેવદાર, ચીડ જેવા વૃક્ષોથી સજાયેલ અહીયાંના જંગલો અને બરફથી ઢંકાયેલા પહાડો અહિયાની ખૂબસૂરતીની ઓળખ છે. ધનૌલ્ટી પોતાના મંદિરો અને ટ્રેકિંગ માટે પણ જાણીતું છે

૮) યરકૌડ (તમિલનાડુ)

યરકૌડ દક્ષિણ ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાનું એક છે. અદ્વિતીય ખૂબસૂરતીના કારણે યરકૌડને ‘દક્ષિણનું ઘરેણું’ પણ કહેવામાં આવે છે. આ હિલ સ્ટેશન પૂર્વી ઘાટના શેવરોય પર્વત શૃંખલાની પહાડીઓ પર આવેલું છે. યરકૌડ ઝરણાઓ માટે પ્રસિધ્ધ આ હિલ સ્ટેશન ઘટાદાર જંગલો, પર્વત શૃંખલાઓ, કોફીના બગીચાઓ માટે ફેમસ છે. એડવેન્ચર લવર્સ માટે આ જગ્યા ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

૯) મુનસ્યારી ( ઉત્તરાખંડ)

પિથૌરાગઢ જિલ્લામાં આવેલું મુનસ્યારી એક ખુબસુરત હિલ સ્ટેશન છે.મુનસ્યારીને ઉત્તરાખંડનું ‘મીની કશ્મીર’ પણ કહેવામાં આવે છે. એવું એટલાં માટે કહેવામાં આવે છે. કેમકે અહિયાની પહાડીઓ વર્ષ દરમિયાન બરફથી ઢંકાયેલી રહે છે. સીમાંત વિસ્તાર હોવાથી આ ખૂબ સૂરત જગ્યાં હજુ પણ પર્યટકોની પહોંચથી દુર છે. મુનસ્યારી બરફથી ઢંકાયેલા પહાડો, ખૂબસુરત ધોધ, ઢાલદાર હરેલા ભરેલા પહાડ અને અનેક ઝરણાં માટે તે પ્રસિધ્ધ છે.

૧૦) પેલ્લિગ (સિક્કિમ)

પેલ્લિગ સિક્કિમનું એક નાનકડું હિલ સ્ટેશન છે. જેના વિષે લોકોને ઓછી જાણ હશે. પેલ્લિગ પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક વાસ્તુકલા માટે પણ પ્રસિદ્ધ છે. ન્યુ જલપાઇગુડી રેલ્વે સ્ટેશનથી પેલ્લિગ પહોંચી શકાય છે. પેમાયાગ્સ્તે અને સાંગા ચેલિંગ મઠ આ નાના હિલ સ્ટેશનના મુખ્ય આકર્ષણ છે.

૧૧) તીર્થન વૈલી (હિમાચલ પ્રદેશ)

તીર્થન વૈલી હિમાચલ પ્રદેશનું સૌથી મનોરમ્ય સ્થળમાનું એક છે. કુલ્લુ જિલ્લામાં સ્થિત તીર્થન વૈલી તમે દિલ્હીના રસ્તાઓ દ્વારા પણ જઈ શકો છો. અહીંયા તમે રિવર ક્રોસિંગ, ટ્રેકિંગ, ફિસિંગ અને ખૂબસૂરત ધોધનો આનંદ માણી શકો છો.

૧૨) ચોપતા (ઉત્તરાખંડ)

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું આ નાનકડા હિલ સ્ટેશનને ‘નાનું સ્વિટ્ઝર્લેન્ડ’ પણ કહેવાય છે. ઓછી ભીડ ભાડ પસંદ કરતાં લોકો માટે આ ચોપતા કોઈ સ્વર્ગથી ઓછું નથી. અહિયાની ખૂબસુરતી ટ્રેકર્સ અને પર્યટકોને સુખદ અનુભવ કરાવે છે. અહીંયાનું ચોપતા તુંગનાથ ચંદ્રશીલા ટ્રેક માર્ગ ઘણું લોકપ્રિય છે.

૧૩) ઈડુક્કી ( કેરળ)

‘ભગવાનનું પોતાનું ઘર’ કહેવાતું આ ઈડુક્કી કેરળનું ખૂબ સુરત હિલ સ્ટેશન છે. કેરળના પશ્ચિમ ઘાટમાં સ્થિત આ જગ્યા પર્યટકોનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. ભારતમાં સૌથી ઊંચું શિખરમાનું એક ‘અનામૂડી’ અહિયાની શાન છે. ઈડુક્કીમાં દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો આર્ક બંધ પણ છે. ઈડુક્કીનું મંગલા દેવીનું મંદિર પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

૧૪) હૉફલોંગ ( અસમ)

આ નામ તમને થોડું વિચિત્ર જરૂર લાગશે, પરંતુ હૉફલોંગ અસમનું એકમાત્ર અને સૌથી સુંદર હિલ સ્ટેશન છે. હૉફલોંગ પોતાના 2 લાખથી વધુ ફૂલોની પ્રજાતિઓ માટે જાણીતું છે. જો તમને અસમ આદિવાસી પ્રથા અને અહિયાનું સ્વાદિષ્ટ ખાવાંનો સ્વાદ ચાખવો છે. તો હૉફલોંગથી સારી જગ્યા કોઈ બીજી નથી. અહીંયા તમે હૉફલોંગ ઝરણાઓ, માઇબોગ અને જટીયા વિલેજની સફર કરી શકો છો.

૧૫) ગંગોલીહાટ (ઉત્તરાખંડ)

ગંગોલીહાટ પિથૌરાગઢ જિલ્લામાં આવેલું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. ‘પાતાળ ભુવનેશ્વર’ ની ગુફાઓ પર્યટકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ગંગોલીહાટ દેવી કાળીની ‘હાટ કાલિકા’ શક્તિપીઠ માટે પણ ઓળખાય છે. ગંગોલીહાટની પાસે જ ચૌકારી અને બેરીનાગ જેવા અન્ય હિલ સ્ટેશન પણ છે. ગંગોલીહાટથી તમે પંચાચુલી અને નંદા દેવી ચોટીયોના દર્શન પણ કરી શકો છો.

૧૬) યેલાગિરી (તમિલનાડું)

યેલગિરી હિલ્સના નામથી જાણીતી આ જગ્યા તમિલનાડુના વેલ્લોર જિલ્લાનું પ્રમુખ હીલ સ્ટેશન છે. પોતાની પ્રાકૃતિક ખૂબસૂરતી માટે યેલાગીરી ચેન્નાઇ અને બેંગ્લોર જેવા શહેરોમાં લોકોનું મનગમતું હોલી ડે ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહીંયા તમે ટ્રેકિંગ , પેરાગ્લાઇડિંગની મજા પણ લઈ શકો છો.

૧૭) કૌસાની ( ઉત્તરાખંડ)

કૌસાની ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં સ્થિત છે. આ ભારતનું એક ખૂબસુરત પર્વતીય પર્યટક સ્થળ છે. કૌસાનીની ખૂબ સૂરતીથી પ્રભાવીત થઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આને ‘ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ’ કહ્યું હતું. અહીંયા ગાંધીજીનો આશ્રમ પણ છે, જ્યાં થોડા વર્ષો તેઓ રહ્યા પણ હતા. ઉત્તરાખંડમાં ચાના બગીચા માત્ર કૌસાની માંજ જોવા મળશે.

તો મિત્રો જો તમે પણ સિમલા અને મસૂરીથી કંટાળી ગયા છો? તો આ ખૂબ સૂરત જગ્યાઓ વિષે પણ વિચારી શકાય છે. દબાઈને લાઇક અને શેયર કરજો. કોઈને કામ આવી જશે તો દિલથી ધન્યવાદ કહેશે. જય હિન્દ…