હજારોની સંખ્યામાં આ ગામમાં કરવામાં આવે છે ‘ઝેરી સાપોની ખેતી,’ બસ એક સાપથી કંપે છે બધાની આત્મા

મિત્રો ખેતીની વાત નીકળે તો આપણા બધાના મનમાં સામાન્ય રીતે ઘઉં, જુવાર, ચોખા, શેરડી, બટાકા, ભીંડા વગેરે જેવા હજારો અનાજ, શાકભાજીઓ અને બીજી વસ્તુઓની છબી સર્જાય છે. ભારતમાં અને દુનિયાના લગભગ બધા દેશોમાં આવી વસ્તુઓની જ ખેતી થાય છે. પણ ચીનમાં આ બધાની સાથે એક વિચિત્ર પ્રકારની ખેતી પણ થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં સાંપનો ખેતી પણ થાય છે. જી હાં, તમે બરાબર વાંચ્યું સાંપોની ખેતી. તમને વિશ્વાસ ન થતો હોય તો ઈન્ટરનેટ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો. અને આજે આ લેખના માધ્યમથી અમે તમને એના વિષે થોડી જાણકારી આપીશું, જે જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો.

તો મિત્રો ચીન એક એવો દેશ છે જ્યાં સાંપોની પણ ખેતી થાય છે. ચીનના એક ગામમાં લોકો લાખોની સંખ્યામાં સાંપો પાળે છે, અને ખેતી પર જ નિર્ભર રહે છે. જિસીકીયાઓ નામના આ ગામમાં 30 લાખ કરતા વધારે ઝેરી સાંપો પાળવામાં આવે છે. અહીં ખેતીનો અર્થ ફક્ત સાંપોને પાળવા એવો થાય છે.

જણાવી દઈએ કે જિસિકિયાઓમાં સાંપોની અલગ અલગ પ્રજાતિઓનું બ્રીડીંગ (સંવર્ધન) પણ કરાવવામાં આવે છે. આખી દુનિયામાં એને સ્નેક ફાર્મિંગના નામથી ઓળખવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે સ્નેક ફાર્મિંગ (snake farming) આ ગામના લોકોની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ગામની કુલ વસ્તી લગભગ 1 હજાર છે. અહીં થતા સ્નેક ફાર્મિંગમાં કિંગ કોબ્રા, અજગર અને ઝેરી વાઈપર સહીત બીજા ઘણા ઝેરી સાંપો પાળવામાં આવે છે.

અહીંના લોકો એક સાંપને છોડીને બીજા કોઈ સાંપથી નથી ડરતા. અને એ એકમાત્ર સાંપ જેનાથી આ લોકો ડરે છે એનું નામ છે ફાઈવ સ્ટેપ(five step snake). આ ફાઈવ સ્ટેપ નામના સાંપથી ડરવાની પાછળ એક વાર્તા પ્રચલિત છે.

અહીંના લોકોનું કહેવું છે કે, જ્યારે આ સાંપ કોઈ વ્યક્તિને ડંખ મારે છે, તો તે વ્યક્તિ પાંચ પગલાં ચાલ્યા પછી મરી જાય છે. જો તમને એવો પ્રશ્ન થઇ રહ્યો હોય કે અહીંના લોકો સાંપ પાળીને શું કરે છે? તો તમને જણાવી દઈએ કે અહીંના લોકો સાંપના અંગ બજારમાં વેચીને સારા એવા પૈસા કમાય છે.

મિત્રો જાણીને નવાઈ લાગશે પણ ચીનમાં સાંપનું માંસ ઘણા ઉત્સાહથી ખાવામાં આવે છે. કયારેક શણ, ચા, કપાસની ખેતી કરવા વાળા આ ગામના લોકો આજે સાંપો પર નિર્ભર છે. અહીંના લોકો પહેલા સાંપોને ઉછેરીને મોટા કરે છે. ત્યારબાદ એનું ઝેર કાઢી લેવામાં આવે છે, જેની બજારમાં સારી એવી કિંમત મળે છે. ત્યારબાદ સાંપોને કતલ ખાનામાં લઇ જવામાં આવે છે, અને એમને કાપીને એમના અંગ વેચી દેવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.