હાવર્ડ અને ડોકટરો નું રીસર્ચ વાંચો અને જુઓ શું થાય જ્યારે તમે સોફ્ટ ડ્રિન્કને દૂધની જેમ ઉકાળો છો

 

ક્યારેક તરસ છીપાવવા માટે, તો ક્યારેક દોસ્તોને સંગાથ આપવા જાણ્યે-અજાણ્યે દરરોજ પીવામાં આવતા ઠંડા પીણાં શરીરને કેટલું નુકશાન પહોંચાડે છે, આપણે કદાચ જ તેનું અનુમાન કરી શકીશુ. પરંતુ ટ્રુથિયરી ડોટ કોમ પરના ફાર્માસિસ્ટ નીરજ નાઈક ના લેખ અનુસાર, ઠંડા પીણાં પીવાના 10 મિનિટ પછીથી જ શરીર ની અંદર નુકશાન ની શરૂઆત થઈ જાય છે. આવો જાણીએ આ વિશે વિસ્તારથી…

1. 10 મિનિટ પછી- ઠંડા પીણાં પીધા પછીના શરૂઆતના 10 મિનિટમાં જ શરીરમાં 10 ચમચી જેટલી ખાંડ શરીર માં જતી રહે છે. આટલી ખાંડ ખાધા બાદ પણ તમે તરત ઉલ્ટી કરતા નથી, કેમકે આમાં ફોસ્ફોરિક એસિડ હોય છે, જે સ્વાદ જાળવી રાખે છે.

2. 20 મિનિટ પછી – અતિશય ખાંડના કારણે ઈન્સુલિન નું પ્રમાણ વધી જાય છે, જેને લીવર તરત ચરબીમાં રૂપાંતર કરે છે. શરીરમાં ખાંડના વધુ પ્રમાણથી તમે ધીરે ધીરે ચિડાયેલા અને સુસ્ત બનવા લાગો છો. તમારી સ્થિતિ શરાબી વ્યક્તિની જેવી બની જાય છે. સતત ઠંડા પીણાં પીવાની આદતને લીધે શરીરમાં પાણીની અછત, દાંત અને હાડકાં નબળા પડવા લાગે છે.

3. 40 મિનિટ પછી- જ્યારે કેફીન શરીરમાં સંપૂર્ણપણે ભળી જાય છે, ત્યારે આંખોની કીકી ફેલાતી જાય છે. બ્લડ પ્રેશર વધી જાય છે અને લીવર, શરીરમાં રહેલી વધુ ખાંડને રુધિરવાહિનીઓમાં મોકલવા લાગે છે.

4. 45 મિનિટ પછી – મગજ માં ડોપામાઈન રસાયણ નો સ્ત્રાવ ખુબ જ વધી જવાથી વ્યક્તિને હેરોઇનના નશા જેવું લાગવા લાગે છે.

ડાયાબિટીસ અને મેદસ્વીતા આવે છે

હોવર્ડ સંશોધકોના જણાવ્યા મુજબ, જે લોકો ઠંડા પીણા પીવે છે તેઓમાં 1.6 વખત સ્થૂળતાનું જોખમ વધી જાય છે. આવા લોકો જે દરરોજ ઠંડા પીણા પીવે છે, તેમને બે પ્રકારના ડાયાબિટીસ ના ભોગ બનવાની શક્યતા 80 ટકા વધી જાય છે.

ડોક્ટર શું કહે છે?-

ઠંડા પીણા પીવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. આમાં સુગરનું પ્રમાણ પણ વધુ હોય છે, જે ચરબી પણ વધારે છે અને અન્ય નુકશાન પણ પહોંચાડે છે. એક કેન ઠંડા પીણા 400 કેલરી વધારે છે. આ ખરાબ કેલરી હોય છે, જે શરીર માટે ખુબ જ નુકશાનકારક હોય છે. નિયમિતપણે ઠંડા પીણા પીવાથી ફેટી લીવર નામની બીમારી વધવા લાગે છે.- ડૉ. રમેશ રૂપરાય, એચઓડી અને ડિરેક્ટર, ગેસ્ટ્રોએન્ટરોલોજી, ફોર્ટિસ હોસ્પિટલ.

ઠંડા પીણા અને ચિપ્સ યુવાનો દ્વારા ખાદ્ય ચીજોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. તેના સતત ઉપયોગથી સ્વાસ્થ્ય ને લગતા રોગો થાય છે. તેનાથી ખુબ જ ઝડપથી સ્થૂળતા વધે છે. સાથે જ સુગરનું પ્રમાણ પણ વધે છે, જે નુકશાનકર્તા છે. આવામાં ઠંડા પીણા અને ચિપ્સ નું સેવન ના કરવું જોઈએ. ખાસ કરીને બન્ને ને એકસાથે બિલકુલ ના લેવા જોઈએ.- ડૉ. સંદીપ કુમાર માથુર, વરિષ્ઠ અધ્યાપક અને એચઓડી, એન્ડોક્રાઇનોલોજી, એસએમએસ.

મિત્રો જો તમે પણ ઇચ્છો તો તમે આ પ્રયોગને તમારા ઘરે કરીને જોઈ શકો છો. આ માટે તમારે વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે કરવું પડશે ..અને તેના પછી તમને જાતે જ સમજાઈ જશે કે આપણે આ સોફ્ટ ડ્રિન્ક કેમ ના પીવું જોઈએ.

જયારે તમે સોફ્ટ ડ્રિન્ક ને ઉકાળશો ત્યારે એમાં જેટલું પાણી હશે તે બધું બળી જશે અને જે બચશે તેને જોઈને તમારા હોંશ ઉડી જશે.

તમે  વિડિઓમાં જોશો કે જ્યારે આપણે સોફ્ટ ડ્રિન્કને દૂધની જેમ ઉકાળીએ છીએ ત્યારે તેમાંથી બધું પાણી બળી જાય છે અને બચી જાય છે ફક્ત ને ફક્ત એ પદાર્થ જે તમારા શરીર માટે ખુબ જ હાનિકારક છે, જે તમારા સુગર લેવલ ને એટલું વધારી દે છે કે ડૉક્ટર પણ હાથ ઊંચા કરી દેશે… હવે તમે જાતે નક્કી કરો કે તમારે આ નકામુ સોફ્ટ ડ્રિન્ક પીવું છે કે શેરડી, મોસંબી, સંતરાં વગેરે નું જ્યુસ પીવું છે.

આ વિડિઓ માં જુઓ જયારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે

વિડીયો