સોજી ના છે ઘણા ફાયદા, વજન ઓછું કરવા થી લઈને બચાવે છે ઓવરઇટિંગ થી

સોજી ને ઘઉંનો જ એક પ્રકાર કહી શકાય છે. તેને મોટાભાગની જગ્યાએ રવા ના નામથી ઓળખવામાં આવે છે. તેમાં ગ્લુટેન મળી આવે છે. હેલ્દી નાસ્તા માટે પણ સોજીનો હળવો, ઈડલી કે પછી ઉપમા તરીકે કરવામાં આવે છે. તે ખાવામાં ઘણો હળવો હોય છે. તેથી જો થોડું હળવું એવું ખાવાની ઈચ્છા હોય તો સોજીની કોઈપણ ડીશ સારી છે. આવો જાણીએ રવા ખાવાથી અને કેવી રીતે આરોગ્યને ફાયદા થઇ શકે છે,

ડાયાબીટીસ

આ ડાયાબીટીસના દર્દીઓ માટે સારો આહાર છે કેમ કે તેનું glycemic index ઓછું હોવાને લીધે શુગર વધવાનો ભય રહેતો નથી. મેંદાની સરખામણીએ આ લોહીમાં અવશોષણમાં વધુ સમય લગાવે છે. જેથી દર્દીઓમાં લોહી સાકર વધી જવાનો ડર નથી રહેતો.

મોટાપા

જયારે ખાવાનું ધીમે ધીમે હજમ થતું હોય તો જલ્દી ભૂખ નહિ લાગે. તેમાં ઢગલાબંધ ફાઈબર પણ હોય છે જેને લીધે આ ધીમે ધીમે હજમ થાય છે તો આ તમારા માટે સારું છે.

એનર્જી વધારે

સોજીમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોવાને કારણે શરીરમાં એનર્જી વધે છે. તેને સવારે નાસ્તામાં ખાવાથી દિવસ આખો શરીરમાં એનર્જી જળવાઈ રહેશે અને તમે હમેશા એક્ટીવ રહેશો.

શરીર માટે સંતુલિત આહાર

સોજીમાં ઢગલાબંધ જરૂરી પોષણ હોય છે, જેવા કે ફાઈબર, વિટામીન બિ, કોમ્પ્લેક્ષ અને વિટામીન ઈ વગેરે. સાથે જ તેમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડીયમ પણ નથી હોતા. સાથે જ તેમાં ઢગલાબંધ મિનરલ્સ પણ હોય છે. તેથી તે એક સંતુલિત આહાર છે.

શરીરની કાર્ય ક્ષમતા વધારે

જરૂરી વિટામીન, ખનીજ અને બીજા પોષક તત્વોને કારણે સોજી શરીરના ઘણા કાર્યોને પ્રોત્સાહન આપે છે. તે હ્રદય અને કીડનીની કાર્ય ક્ષમતા ને વધારે છે. સાથે જ તે માંસપેશીઓ ને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ પણ કરે છે, તે હાડકા, તંત્રિકા અને માંસપેશીને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે.

હ્રદયનો મિત્ર

તે ખાવાથી શરીરમાં રક્ત સંચાર યોગ્ય રીતે કામ કરે છે અને હાર્ટ એટેક નો ભય ઓછો કરે છે.

એનીમિયા થી બચાવે

સોજીમાં આયરનનું પુષ્કળ પ્રમાણ હોવાને કારણે તે શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવાની સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખવા અને દ્નીમીયા જેવી બીમારીઓ થી બચાવ કરે છે.

હાઈ કોલેસ્ટ્રોલ થી બચાવે

જેમ પહેલા જણાવેલ છે કે સોજીમાં ઓછી ચરબી અને કોલેસ્ટ્રોલ પણ નથી હોતું એથી તે લોકો માટે સારી છે જેમને કોલેસ્ટ્રોલ વધી જાય છે. તેમાં ન તો ટ્રાન્સ ફેટ્ટી એસીડ હોય છે અને ન તો saturated fat હોય છે.