સોલર એનર્જી પર ચાલે છે આ AC, આખો દિવસ ચાલવા છતાં પણ નહિ આવે વીજળીનું બિલ

ઉનાળાની ઋતુમાં જો કોઈ વસ્તુ દ્વારા ગરમીથી રાહત મળે છે, તો એ છે એસી (AC). એવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તે ઓફિસથી લઈને ઘર સુધી એસીની ઠંડકમાં પોતાનો ઉનાળો પસાર કરે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે એના કારણે વીજળીનું બિલ ઘણું વધી જાય છે. આ કારણે ઘણા લોકો એસી વાપરવાનું પસંદ નથી કરતા.

જો તમે પણ એ લોકો માંથી એક છો, જે એસીની મજા તો માણવા માંગે છે, પણ આવનાર વીજળીના બિલથી બચવા માંગે છે, તો સોલર એસી તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થશે. આ એસીની ખાસિયત એ છે કે, એના ઉપયોગથી તમે વીજળીનું બિલ ભરવાની ઝંઝટથી બચી શકો છો.

સોલર એસીના ઉપયોગથી તમે વીજળીના બીલ સિવાય વીજળી ખર્ચ કરવાથી પણ બચી શકશો. બજારમાં ઘણી એવી કંપનીઓ છે, જે સોલર એસી ઉપલબ્ધ કરાવે છે. આ એસીની સાથે કંપનીઓ તમને સોલર પેનલ પ્લેટ અને ડીસી માંથી એસી કરંટ માટે કન્વર્ટર પણ આપે છે. એની મદદથી તમે વીજળી વગર પણ એસીનો ઉપયોગ કરી શકો છો.

એમાં સોલર પેનલ પ્લેટને એવી ખુલ્લી જગ્યા પર લગાવવામાં આવે છે, જેના પર સૂર્યના કિરણો પડે છે. તેમજ ડીસી બેટરી દ્વારા ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થાય છે, અને એની મદદથી એસી કન્વર્ટર દ્વારા ઠંડી હવા મળે છે. આ એસીનો મેન્ટેનન્સ ખર્ચ બીજી એસીની સરખાણીમાં ઘણો ઓછો છે.

એવામાં તમે વિચારી રહ્યા હશો કે, આ એસીનો ઉપયોગ ઇલેક્ટ્રિક એસીની સરખામણીમાં ઓછો કેમ થાય છે? તો એનું કારણ આને એકવાર લગાવવા માટે થતો ખર્ચ છે. 1 ટન સોલર એસી માટે તમારે (ઓનલાઇન કિંમત) લગભગ 90 હજારથી 1 લખ રૂપિયા ખર્ચ કરવો પડશે. જો કે આ ફક્ત એકવાર જ થતો ખર્ચ હશે, જે તમારા ખીસા પર એકવાર જ ભારે પડશે.

ત્યારબાદ તમારે એના માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ નહિ કરવો પડે. જો ઇલેક્ટ્રીલ એસીની તુલના સોલર એસી સાથે કરવામાં આવે, તો એની 1 ટનની કિંમત 20 થી 40 હજાર રૂપિયા સુધી થાય છે. ત્યારબાદ પણ વીજળીના બિલનો ભાર ઘણો વધારે હોય છે.

પણ સોલર એસી તમને વીજળીના બિલથી કાયમ માટે છુટકારો અપાવે છે. માટે તમે એકવાર વધારે ખર્ચ કરીને કાયમ માટેના વીજળીના બિલથી છુટકારો મેળવી શકો છો. જો લાંબા સમયનું વિચારીએ તો સોલર એસી ઘણું ફાયકારક સાબિત થાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.