ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

10 વર્ષના ઉસ્તાદે 1 મિનિટમાં ઉકેલ્યા 196 ગણિતના દાખલા, ગિનીઝ વર્ડ રિકોર્ડ બન્યો

આ સમયે આખી દુનિયામાં કોરોના વાયરસનો કેર છે, દુનિયાભરમાં લાખો લોકો દરરોજ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. તેમજ ભારતની વાત કરીએ, તો ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીની સંખ્યા 6 લાખને પાર કરી ચુકી છે. મૃત્યુની સંખ્યામાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી આખા દેશમાં 18 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.

તેમજ બીજી તરફ સારા સમાચાર એ છે કે, કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ 60 ટકા છે. પણ જાણકારો અને ડોક્ટરો સહીત સરકાર અને સાથે જ WHO નું પણ કહેવું છે કે ભય હજી સુધી ટળ્યો નથી, અને આ સમયે લોકોએ પોતપોતાના ઘરોમાં જ રહેવું જોઈએ.

કોરોના લોકડાઉન દરમિયાન આખી દુનિયાના લોકો પોતપોતાના ઘરોમાં કેદ રહ્યા. તેમાં ઘણા લોકોનું તો કામ જ બંધ થઈ ગયું, તો અમુક લોકોએ નવરાશના સમયનો યોગ્ય ઉપયોગ કરીને કંઈક કરવાનું વિચાર્યું. તેમાં અમુક સફળ રહ્યા અને અમુક લોકો હજી પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ લોકડાઉન દરમિયાન ઘણા લોકોએ નવી નવી કુશળતા શીખી. આ દરમિયાન 10 વર્ષના એક નાના બાળકે પોતાની આવડતથી દુનિયાને ચોંકાવી દીધી. આવો જાણીએ, છેવટે શું છે આખો બનાવ.

1 મિનિટમાં ઉકેલી નાખ્યા ગણિતના 196 સવાલ :

હકીકતમાં ઇંગ્લેન્ડમાં રહેતા નાદુબ ગિલે લોકડાઉનના નવરાશના સમયનો ઉપયોગ કર્યો અને તે સમયને ગણિતની પ્રેક્ટિસમાં લગાવી દીધો. તેણે લોકડાઉનના સમયમાં ગણિતના સવાલોનો ખુબ અભ્યાસ કર્યો, અને હવે આ નાનકડા બાળકે ગણિતમાં મહારથ પ્રાપ્ત કરી લીધી છે. આ કડીમાં તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દીધો છે.

જણાવી દઈએ કે, નાદુબ ગિલે માત્ર 1 મિનિટમાં ગણિતના 196 સવાલોના જવાબ આપી દીધા છે. આજકાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ટ્રેન્ડ કરી રહ્યો છે, આ વિડીયોમાં જોઈ શકાય છે કે નાદુબ ઘણી ઝડપથી ગણિતના દાખલા ઉકેલી રહ્યો છે.

નાદુબ ઇંગ્લેન્ડના Long EAton ની લોન્ગમુર પ્રાઈમરી સ્કૂલનો વિદ્યાર્થી છે, અને લોકડાઉનના નવરાશના સમયમાં તેણે પોતાનો મોટાભાગનો સમય ગણિતના સવાલોના જવાબ શોધવામાં વાપર્યો. જાણકારી અનુસાર તેના માટે તેણે ટાઈમ્સ ટેબલ રોક સ્ટાર એપની મદદ લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, નાદુબે આ એજ્યુકેશનલ પ્લેટફોર્મનો ખુબ ઉપયોગ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર 1 મિનિટમાં ગણિતના 196 સવાલોને ઉકેલવા બદલ તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરવામાં આવ્યું છે.

700 ઉમેદવારને પાછળ છોડીને આગળ નીકળ્યો બાળક :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સ્પર્ધામાં 700 ઉમેદવાર હતા, પણ નાદુબે બધાને પાછળ છોડી દીધા. મીડિયા સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, હું આ સિદ્ધિને લઈને ઘણો ખુશ છું, કારણ કે આ એક સપનું પૂરું થવા જેવું છે. જણાવી દઈએ કે, નાદુબને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફથી એક પ્રમાણ પત્ર પણ આપવામાં આવ્યું છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડના એડિટર ઈન ચીફ Craig Glenday એ કહ્યું કે, હકીકતમાં આ આશ્ચર્યજનક છે, કારણ કે આટલા નાના બાળકે આટલી ઓછી ઉંમરમાં આટલા બધા ગણિતના સવાલ ઉકેલી નાખ્યા. તેમણે કહ્યું કે, ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ પરિવારમાં નાદુબનું સ્વાગત છે. જણાવી દઈએ કે, નાદુબ ગિલે ગણિતના 196 ગુણાકાર અને ભાગાકારના પ્રશ્ન ઉકેલ્યા છે. આ હિસાબે તેણે 1 સેકન્ડમાં 3 સવાલોના જવાબ આપ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.