સોમવારે PM, રવિવારે સર્જન : દેશ સાચવવાની સાથે મફતમાં સર્જરી પણ કરે છે ભૂતાનના સર્જન-PM

રાજનીતિ જનસેવા કરવા માટેનો એક ઉત્તમ રસ્તો છે. અલગ અલગ ક્ષેત્રમાંથી લોકો આમાં જોડાય છે, જેથી પોતાના સામર્થ્ય અનુસાર લોકોનું જીવનસ્તર સુધારવામાં પોતાની ભૂમિકા ભજવી શકે. પણ અમુક લોકો એને કમાણીનું એક ઉત્તમ સાધન બનાવી લે છે. હકીકતમાં રાજનીતિમાં આવવું એટલે દેશની સેવા કરવી, દેશના નાગરિકની સુવિધાઓનું ધ્યાન રાખવું, એમની સમસ્યાઓનો ઉકેલ કરવો અને દેશને ઉજ્વળ ભવિષ્ય આપવું.

પણ અમુક લોકો માટે તે ફક્ત નોટ છાપવાનો સ્ત્રોત હોય છે. અમુક લોકો રાજનીતિમાં ફક્ત પૈસા ભેગા કરવા જ આવે છે. પણ એવું નથી કે દરેક નેતા એવા જ હોય. આજે અમે તમને એક એવા નેતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે જનતાની સેવા માટે પોતાના તરફથી 100% પ્રયત્ન કરે છે. તો આવો તમને એમના વિષે જણાવીએ. એ વ્યક્તિનું નામ છે લોટય શેરિંગ. અને તે ભૂતાનના પ્રધાનમંત્રી છે.

મિત્રો, ભૂટાનના પ્રધાનમંત્રી લોટય શેરિંગે (Lotay Tshering) પણ રાજનીતિને એટલા માટે જ પસંદ કરી હતી, જેથી તે પોતાના દેશની અને જનતા સેવા કરી શકે. પણ તે એક અન્ય માધ્યમથી પણ જનતાની સેવા કરે છે.

લોટય શેરિંગે મેડિકલ ક્ષેત્ર માંથી રાજનીતિમાં પગલું મૂક્યું છે. પ્રધાનમંત્રી હોવાને કારણે તે અઠવાડિયાના કામ કરવાના દિવસોમાં જનનેતાની ભૂમિકામાં હોય છે, અને રજાના દિવસોમાં તે સર્જન હોય છે.

લોટય શેરિંગે બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સીટીના માયમેનસિંઘ મેડિકલ કોલેજ (Mymensingh Medical College) માંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યુ હતું. અને ત્યારબાદ તે આગળ ભણવા માટે અમેરિકાની મેડિકલ કોલેજ ઓફ વિસ્કોન્સીન (Medical College of Wisconsin) ગયા. ત્યાં એમણે યુરોલોજી (Urology) નું ભણતર પૂરું કર્યુ. અને જયારે લોટય શેરિંગ ભૂટાન પાછા આવ્યા ત્યારે તે દેશના એકમાત્ર યુરોલોજીસ્ટ હતા.

જણાવી દઈએ કે, તે રજાના દિવસોમાં મફતમાં સર્જરી કરે છે. તેમજ એમને ભૂટાનના બેસ્ટ સર્જન માનવામાં આવે છે. ગુરુવારના દિવસે એમને ભૂટાનની રાજધાનીમાં આવેલા જિગ્મે ડોર્ગી વાંગચુક રાષ્ટ્રીય રેફરલ હોસ્પિટલ (Jigme Dorji Wangchuck National Referral Hospital) માં કામ કરતા જોઈ શકાય છે.

સાથે જ તે પોતે સવારે 7:30 થી 10:00 વાગ્યાની વચ્ચે જુનિયર અને ટ્રેની ડોક્ટરોને જ્ઞાન પણ આપે છે. તેમજ તમારી જાણકારી માટે એ પણ જણાવી દઈએ કે, ભૂટાન પોતાના નાગરિકોને એકદમ મફત સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવે છે.

જો આવા જ કર્મનિષ્ઠ નેતાઓ આપણા દેશમાં પણ હોય, તો આપણા મોટા ભાગના પ્રશ્નોનું નિવારણ ખુબ જ ઓછા સમયમાં થઇ જાય. અને ભારતને દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ દેશ બનતા કોઈ રોકી ન શકે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી સ્કોપવ્હોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.