સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

4 બાળકોના પિતાનું ઝેરી દારૂ પીવાથી થયું મુત્યુ, તો તેના બે કલાક પછી અધાતથી બાળકોની માતાનું પણ મૃત્યુ, હવે સોનુ સૂદ લેશે દત્તક

તરનતારનના રહેવાસી સુખદેવનું ઝેરીલી દારૂ પીધા પછી મોત નીપજ્યું હતું, તેના બે કલાક પછી
આઘાતથી પત્નીનું મોત નીપજ્યું હતું.

સુખદેવના ચાર અનાથ બાળકો હવે ફાજિલ્કાના જ અનાથ આશ્રમમાં રહેશે, સોનુ સૂદ તેમનો તમામ ખર્ચ ઉઠાવશે

કોરોના મહામારી દરમિયાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. સૂદે પંજાબમાં અનાથ થયેલ 4 નીર્દોષ બાળકોને ટેકો આપ્યો છે. આ બાળકોના પિતાનું ઝેરી દારૂથી મોત નીપજ્યું હતું. પછી આઘાતમાં માતાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સોનુ સૂદે અનાથ થયેલ ચારેય બાળકોના જીવનને ટેકો આપવા દત્તક લીધા છે.

હકીકતમાં, પંજાબમાં ઝેરી દારૂ પીને છેલ્લા 10 દિવસ દરમિયાન ત્રણ જિલ્લા તરનતારન, અમૃતસર અને ગુરદાસપુરમાં 113 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમાં તરનતરણ જિલ્લાના મુરાદપુર ગામનો સુખદેવ સિંહ પણ શામેલ હતો. ગુરુવારે, રિક્ષાચાલક સુખદેવસિંહનું મોત નીપજ્યું છે, એ વાતની જાણ તેની પત્ની થઈ ત્યારે આઘાતથી બે કલાક બાદ તેનું પણ મોત નીપજ્યું હતું. માતા અને પિતાના અવસાન પછી ચારેય બાળકો અનાથ થઈ ગયા.

સોનુ બાળકોના શિક્ષણની જવાબદારી પણ લેશે

આ બાળકોને સારી સંભાળ મળે તે માટે સૂદે ચારેય બાળકોને દત્તક લીધા છે. આ બાળકોને પંજાબના ફાજિલ્કાના અનાથ આશ્રમમાં રાખવામાં આવશે. આ અંગે સોનુના મિત્ર ઇએચડી ચેમ્બર્સ ઓફ કોમર્સના અધ્યક્ષ કરણ ગાલહોત્રાએ જણાવ્યું હતું કે અનાથ થયેલા ચાર બાળકો (13 વર્ષના કરણબીર સિંહ, 11 વર્ષના ગુરપ્રીત સિંહ, 9 વર્ષના અર્શપ્રીત સિંહ અને 7 વર્ષના સંદીપ સિંહ)ને એનજીઓ ચલાવી રહેલા ગગનદીપ સિંહ પોતાના ઘરે લઈ ગયા.

સમાચાર વાંચીને સોનુ સૂદે નિર્ણય કર્યો

અનાથ થયેલા બાળકોના કાકા મનજીત સિંઘ અને કાકી કમલજીત કૌરે જણાવ્યું કે, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજેશ કુમારની મદદથી બાળકોને ઘરે પાછા લાવવામાં આવ્યા હતા. આ બાળકોના સમાચાર પ્રકાશિત થયા બાદ સોનુ સૂદે ચાર બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો. હાલમાં ચારેય સંતાનો તેમના સગાસંબંધીઓની પાસે રહે છે. આ બાળકોને કાઉન્સલિંગ પણ જરૂર છે. આ માટે, બાળકોની સંભાળ રાખતા સંબંધીઓને સમિતિ સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

બીજી તરફ, જિલ્લા બાળ સુખાકારી સમિતિના અધ્યક્ષ ડો.દિનેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે દત્તક લેવા બાળકોને સેન્ટ્રલાઇઝેશન એડોપ્શન રિસોર્સ એજન્સી (સીએઆરએ) દ્વારા ઓનલાઇન અરજી કરી શકાય છે. જોકે, પંજાબ સરકારે ઝેરી દારૂથી મરી ગયેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયા અને એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે. પરંતુ સુખદેવસિંહના પરિવારમાં નિર્દોષ બાળકો સિવાય બીજું કોઈ નથી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.