ઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.

તમે આ 4 સાઉથ ઇન્ડિયન ચટણીઓને જરૂર કરો ટ્રાય, આ તમારા ભોજનનો સ્વાદ વધારી દેશે. જો તમને સાઉથ ઈંડીયન ખાવાનું ગમે છે, તો તમે આ 4 સાઉથ ઈંડીયન ચટણીઓ જરૂર ટ્રાઈ કરો. તે તમારા ખાવાનો સ્વાદ અનેક ગણો વધારી દેશે.

ઈડલી કે ઢોંસા સાથે સામાન્ય ચટણી તો તમે ઘણી વખત ખાધી હશે. એવું બની શકે છે કે તમને કોઈ સાઉથ ઈંડીયન રેસ્ટોરન્ટમાં મળતી અલગ અલગ પ્રકારની ચટણીઓ પસંદ છે, પરંતુ ઘરમાં તમને તેનો સ્વાદ નથી મળતો. જો એવું છે, તો અમે તમને જણાવીએ છીએ કે કેટલી સરતાથી તમે ઘરે જ ઘણા પ્રકારની ચટણીઓ ટ્રાઈ કરી શકો છો. આજે અમે તમને 4 સૌથી સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ચટણીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તે નાસ્તા, લંચ, ડીનર ગમે ત્યારે બનાવી શકાય છે.

nariyel chutney
nariyel chutney

હોટલ સ્ટાઈલ નારીયેલની ચટણી : સામગ્રી, 1 કપ દાળ, અડધો કપ ડુંગળી (બે ભાગમાં કાપેલી), બે લીલા મરચા, 1 નાની ચમચી આંબલીનો ગરબ, મીઠું સ્વાદ મુજબ, અડધો કપ ગરમ પાણી.

બનાવવાની રીત : આ રેસીપી બનાવવામાં આંબલીનો ગરબ ઘણો સારો સાબિત થઇ શકે છે. તે એક સિક્રેટ ઈંગ્રીડીયંટ છે. જેને ઘણા લોકો પોતાની નારીયેલની ચટણીમાં નથી નાખતા. તેનાથી નારીયેલની ચટણીનો સ્વાદ બમણો થઇ જાય છે. જે વસ્તુ ઉપર આપવામાં આવી છે, તેને એક સાથે સારી રીતે વાટી લો. હવે ઉપરથી વઘાર કરો. વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં સરસીયુ, મીઠો લીમડો અને સુકા લીલા મરચા નાખીને પકાવો અને તેને ચટણીની ઉપર નાખી દો.

રેસ્ટોરન્ટ સ્ટાઈલ કારા ચટણી (લાલ ચટણી) : સામગ્રી, 1 ચમચી તેલ, 1 મોટી ચમચી ચણા દાળ, 1 મોટી ચમચી અડદ દાળ, 3-4 સુકા લાલ મરચા, અડધી ડુંગળી ઝીણી કાપેલી, બે-ત્રણ લસણની કાળી ઝીણી કાપેલી, અડધો કપ ટમેટા ઝીણા કાપેલા, 1 ચમચી આંબલીનો ગરબ, મીઠું સ્વાદ મુજબ, પાણીની બે ચમચી.

lal chutney
lal chutney

બનાવવાની રીત : આ ચટણીમાં લાલ રંગ તેની દાળને કારણે આવે છે. તે જરૂરી નથી કે દાળને પહેલા તેલમાં થોડી ફ્રાઈ કરી લેવામાં આવે. સૌથી પહેલા તમારે તેલ ગરમ કરીને તેમાં બંને પ્રકારની દાળ, મરચા, ડુંગળી, લસણ અને ટમેટા તળી લેવાના છે. તેને થોડા પકાવવાના છે, ત્યાર પછી જ તેને પીસવાના છે. ત્યાર પછી તેમાં એવો જ વઘાર કરવાનો છે, જેવો નારીયેલ ચટણીમાં કર્યો હતો. તમારી કારા ચટણી તૈયાર છે. તમે ધારો તો તેમાં મેથી દાણા પણ નાખી શકો છો.

મગફળીની ચટણી : સામગ્રી, ¾ કપ રોસ્ટેડ મગફળી (ફોતરા કાઢેલી), 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણા દાળ, બે-ત્રણ લસણની કળી, બે લીલા મરચા, આંબલીનો ગરબ, મીઠું સ્વાદ મુજબ, પાણી.

બનાવવાની રીત : મગફળીની ચટણી બનાવવા માટે તમારે પહેલા મગફળી ડ્રાઈ રોસ્ટ કરવાની છે અને અહિયાં તેલ નથી નાખવાનું. તે રોસ્ટેડ મગફળીને અલગ કાઢીને રાખી દો અને એક બીજા વાસણમાં તેલ નાખીને ચણા દાળ, અડદ દાળ, લસણની કળી અને લીલા મરચા નાખીને તળો, ત્યાર પછી બ્લેન્ડરમાં પાણી, મીઠું, મગફળી અને તળેલો મસાલો નાખીને, આંબલીનો ગરબ ભેળવીને તેને પીસી લો.  આ ચટણીમાં પણ એવો જ વઘાર કરવાનો છે, જેવો તમે પહેલાની ચટણીમાં કર્યો હતો. તમે વઘાર કરતી વખતે આખી અડદ દાળ હિંગ પણ નાખી શકો છો. તેનાથી ચટણીનો સ્વાદ ઘણો વધી જાય છે.

tamatar chutney
tamatar chutney

ટમેટા ડુંગળીની ચટણી : સામગ્રી, 2 ચમચી તેલ, 1 ચમચી અડદ દાળ, 3 સુકા લાલ મરચા, 1 કાપેલી લીલી ડુંગળી, 1 ઇંચ આદુનો ટુકડો પીસેલો, 1 ઝીણા કાપેલુ ટમેટું, થોડો હળદર પાવડર, 1 ચમચી આંબલીનો ગરબ, મીઠું સ્વાદ મુજબ, ¼ કપ છીણેલું નારીયેલ.

બનાવવાની રીત : આ બધી વસ્તુને સારી રીતે તળો અને ત્યાર પછી એક સાથે બ્લેન્ડ કરી લો. આ ચટણીના વઘારમાં હિંગ જરૂર નાખો. તેનાથી તેનો સ્વાદ બમણો વધી જશે. તો આ બધી રેસીપી ટ્રાઈ કરી તમારા અનુભવ અમારી ગુજ્જુ ફન ક્લબ ફેસબુક ઉપર મોકલજો. આવી જ બીજી રેસીપી વાંચવા માટે જોડાયેલા રહો ગુજ્જુ ફન ક્લબ સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.