શનિદેવની આરતી પુરી થતા જ બોલો આ 3 મંત્ર, દુઃખ અને મુશ્કેલી તમને સ્પર્શી પણ નહિ શકે

હંમેશા શનિદેવની આરતી કર્યા પછી બોલો આ 3 ખાસ મંત્ર, મુશ્કેલીઓ અને દુઃખ તમારી નજીક પણ નહિ આવે

દુઃખ અને મુશ્કેલી એ 2 એવી વસ્તુઓ છે જે દરેકના જીવનમાં છે. જો આજે કોઈ સુખી અને ખુશ છે તો તે વધારે દિવસ સુધી નથી રહેતું. તેના જીવનમાં પણ દુઃખ ક્યારેકને ક્યારેક આવે જ છે. જોકે અમુક લોકો એટલા ખરાબ નસીબ વાળા પણ હોય છે, જેમના જીવનમાંથી દુઃખ જવાનું નામ જ નથી લેતું. એવામાં તેનાથી છુટકારો મેળવવા માટે બસ એક જ રીત બચી છે કે, તમે ભગવાનની શરણમાં જાવ. ભગવાન તમારા દુઃખોને સમાપ્ત કરવામાં કુશળ છે. આમ તો દરેક દેવો પાસે પોતાની એક વિશેષ શક્તિ હોય છે, પણ જયારે વાત શનિદેવની આવે છે, તો તેમની શક્તિ અસીમ હોય છે.

શનિદેવનું નામ સાંભળતા જ ઘણી વાર લોકો ડરી જાય છે. તેમને લાગે છે કે જો શનિદેવને ગુસ્સો અપાવી દીધો તો અમારી ઉપર સાડાસાતી છવાઈ જશે. જોકે ઘણા ઓછા લોકો એ જાણે છે કે, શનિદેવનો ગુસ્સો જેટલો ખતરનાક છે તેનાથી ઘણો વધારે અસરદાર તેમનો આશીર્વાદ છે.

જો તમે શનિદેવને પ્રસન્ન કરી દીધા તો તમે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. અને એકવાર શનિદેવ જેના પર પોતાનો હાથ મૂકી દે છે તેમને મુશ્કેલીઓ સ્પર્શી પણ નથી શકતી. તો હવે સવાલ એ ઉઠે છે કે, છેવટે એવું શું કરવામાં આવે કે જેથી શનિદેવ પ્રસન્ન થઈ જાય, અને તમને આશીર્વાદ આપી દે.

તેના માટે આજે અમે તમને શનિદેવનો એક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય અંતર્ગત તમારે શનિદેવની આરતી પછી 3 ખાસ મંત્રોનો જાપ કરવો પડશે. તેના માટે તમે શનિવારના દિવસે સ્નાન કરી કાળા રંગના વસ્ત્ર પહેરી લો. ત્યારબાદ શનિદેવની સામે તેલનો દીવો પ્રગટાવો. હવે શનિદેવની વિધિ પૂર્વક આરતી કરો. જેવી જ આરતી પુરી થાય એટલે તેને ફેરવતા ફેરવતા આ 3 શનિ મંત્રોનો જાપ કરો.

1. ૐ શં શનૈશ્ચરાય નમ:

2. ૐ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે. શં યોરભિ સ્રવન્તુ ન.

3. ૐ પ્રાં પ્રીં પ્રોં સ: શનિશ્ચરાય નમ:

આ મંત્ર તમારે ઓછામાં ઓછા એક એક વાર બોલવાના છે. પણ તમે ઇચ્છો તો તેને 3 અથવા 7 વાર પણ મોકલી શકો છો. આ ઉપાય તમે દર શનિવારે કરો. આને શનિ પૂજા પછી બોલો. એનાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ તમારાથી દૂર જ રહેશે. તમારું દુર્ભાગ્ય તમારી પાસે નહિ ભટકે. પણ સારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે. તમે જે પણ કામ કરશો તે સમય પર અને જલ્દી પુરા થશે.

આ દિવસે તમે શનિદેવના નામનું વ્રત પણ રાખી શકો છો. તેનાથી આ ઉપાયનો પ્રભાવ વધારે થશે. સાથે જ શનિવારના દિવસે દાન ધર્મનું પણ ઘણું મહત્વ રહે છે. તમે કોઈ ગરીબ અથવા બ્રાહ્મણ વ્યક્તિને કાંઈ પણ દાન આપી શકો છો. તે દાન મંદિરમાં પણ આપી શકાય છે.

અમને આશા છે કે તમને શનિદેવના આ ઉપાય પસંદ આવ્યા હશે. અમે સમય સમય પર આવા પ્રકારની કામની વસ્તુઓ તમારા માટે લાવતા રહીશું. તેના માટે તમે ફક્ત અમારી સાથે જોડુયેલા રહો. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તેને બીજા સાથે શેયર કરવાનું ના ભૂલતા. આ રીતે તેઓ પણ આ જાણકારીનો લાભ લઈ શકશે.

આ ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.