ઈટલીમાં ફ્રી માં રહેવા અને ખાવા-પીવાની તક મળી રહી છે, ગોવાથી કંટાળી ગયા હોય તો જઈ શકો છો અહીં

વિચારો એક સવારે તમે ઉઠો છો અને તમારા હાથમાં ઇટલીની એયરટીકીટ હોય છે. તે પણ ૧-૨ દિવસ માટે નહિ, પરંતુ આખા ત્રણ મહિના માટે. તમારું આ સપનું હકીકતમાં બદલાઈ શકે છે. એટલું જ નહિ, તેની સાથે જ તમને પાસ્તા ખાવા પણ મળશે.

એટલે કે દુનિયાની બેસ્ટ જગ્યા અને ત્યાં પાસ્તા = સારો અનુભવ. એપ્લાય કરવાં અને વધુ માહિતી માટે italiansabbatical ડોટ com ની મુલાકાત લો.

ઇટલીની સુંદરતાને નજીકથી જોવી, હરવા ફરવા અને નવી નવી વસ્તુનો આનંદ લેવો, વિચારીને જ મજા આવવા લાગી. ખાસ વાત તો એ છે કે તે બધું તમને એકદમ મફતમાં આપવામાં આવી રહ્યું છે. કેવી રીતે?

ખાસ કરીને Airbnb, Wonder Grottole સાથે મળીને Sabbatical Program હેઠળ એક પ્રતિયોગીતાનું આયોજન કરી રહ્યા છે, જેને જીતવા વાળા ૪ લોકોને ઇટલીના Grottole માં ગરમીના ૩ મહિના પસાર કરવાની તક મળશે. મોટી વાત તો એ છે કે Southern ઇટલીના Matera માં આવેલા Grottole માં તમે ત્રણ મહિના કોઈ અજાણ્યા તરીકે નહિ, પરંતુ ત્યાંના સ્થાનિક રહેવાસી બનીને રહી શકશો.

તે દરમિયાન તમે ૧૦ મી સદીનો મહેલ, રોલિંગ ઘાટીઓ અને જેતુનના ઝાડની સાથે સાથે, તે ગુફાઓ ફરી શકો છો, જ્યાં દારુનું ઉત્પાદન થાય છે. તે ઉપરાંત વિજેતાને એક મહિનાની ટ્રેનીંગ આપવામાં આવશે, જેથી તે ત્યાંના લોકોની રહેણી કરણી શીખી શકે. સાથે જ ઇટલીમાં કેવી રીતે પાસ્તા બનાવવામાં આવે છે, તે પણ શીખી જશો. આ બધી વસ્તુ શીખ્યા પછી તમને ત્યાં આવનારા વિઝીટર્સની દેખ રેખ કરવાની તક પણ મળશે, અને તમે તેને એ બધું શીખવાડશો, જે તમે શીખ્યા છો.

Grottole આવનારા વિઝીટર્સને રહેવા માટે એવું સ્થળ આપવામાં આવશે, જ્યાં કોઈ પ્રકારનો અવાજ કે દેકારો કે પ્રદુષણની સમસ્યા ન હોય. અને સારા ભોજન સાથે સાથે સારી રીતે તેનું સ્વાગત કરવામાં આવશે. વગર પૈસે સ્વર્ગ જેવા સ્થળે ફરવાની તક મળી રહી છે. મારા માનવા મુજબથી આ સોનેરી તક હાથ માંથી ન જવા દેવી જોઈએ. પ્રતિયોગીતામાં ભાગ લેવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી છે, અને સમય 11.59 PM (યુરોપિયન ટાઈમ) છે. બસ વિચારી શું રહ્યા છો, જાવ જાવ ફરીને આવો. મજા માણો ઈટલીની.

એના માટે એપ્લાય કરવાં અને વધુ માહિતી માટે italiansabbatical ડોટ com ની મુલાકાત લો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.