મરતા પહેલા સ્ટીવ જોબ્સે જે કહ્યું તે વાંચી ને , તમારું તેમના પ્રતિ સન્માન વધારે વધી જશે

સ્ટીવ જોબ્સ, હા તે જ એપ્પલ વાળા ને કોણ નથી જાણતું. દુનિયાની સૌથી મોટી સ્માર્ટ ફોન નું સર્જન કરનારી “એપ્પલ” કંપની ના સંસ્થાપક સ્ટીવ જોબ્સ, વ્યાપાર જગતના સૌથી સફળ લોકોની સૂચિમાં તેમનું નામ આવે છે. બિજનેસને આગળ વધારવા લોકો તેમના જ બતાવેલા રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરે છે.

એપલ કંપનીના નિર્માણ બાદ તેને બુલન્દિયો સુધી પહોચાડવાવાળા સ્ટીવ જોબ્સ જ હતા. આજે પણ આ કંપની નિરંતર ઉચાઈયો સાધી રહી છે, તેનો શ્રેય પણ સ્ટીવ જોબ્સને જ જાય છે. કારણ કે આ કંપની નો પાયો તેમને ખુબ જ મજબુત કરી દીધો હતો. પરંતુ સુ તમે જાણો છો કે એપ્પલ કંપની ને સફળ બનાવવાવાળા સ્ટીવ જોબ્સ પોતાની છેલ્લી પળોમાં કેવું અનુભવતા હતા?

એવું સુ હતું કે તે દુનિયાને બતાવવા માંગતા હતા. એક સફળ કંપની અને બિજનેસ દેવાવાળા સ્ટીવ જોબ્સ જરૂર મરતી વખતે ગર્વથી ભરપુર રહ્યા હશે, તેમને પોતાના કામ પર ગર્વ થતો હશે. જો તમે પણ આવું જ વિચારતા હોય તો જરા એક નજર તેમના દ્વારા શેયર કરાયેલી ચિઠ્ઠી પર પણ નાખો. આ તમારા વિચાર બદલી દેશે. મરતા પહેલા જ સ્ટીવ જોબ્સે એક ચિઠ્ઠી શેયર કરી, જેમાં તેમણે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાનો નિશ્ચિતપણે પ્રયત્ન કર્યો હતો. તેને વાંચીને કદાચ તમારી આંખો પણ આજે ભીની થઇ જાય.

તેમણે કહ્યું….. “ એક સમય હતો જ્યારે હું વ્યાપાર જગતની ઊંચાઈ ઓ ને સાધી ચુક્યો હતો. લોકોની નજરમાં મારી જિંદગી સફળતાનો એક મોટો નમુનો બની ચુક્યો હતો. પરંતુ આજે હું પોતાને ખુબ જ બીમાર અને આ પથારી પર પડેલો જોઇને હું કઈક અજીબ અનુભવું છુ. આખી જીંદગી મેં કડી મહેનત કરી, પરંતુ ક્યારેય મેં મને ખુશ કરવા કે મારા માટે સમય કાઢવાનું જરૂરી સમજ્યો નહિ.

જયારે મને સફળતા મળી ત્યારે મને ખુબ ગર્વ નો અનુભવ થયો, પરંતુ આજે મોતની આટલી નજીક પહોચીને તે બધી ઉપલબ્ધિયો ફીકી લાગે છે. આજે આ અંધારામાં, હું મશીનો ની વચ્ચે ઘેરાયેલો છુ. હું મૃત્યુના દેવતાને ખુબ નજીક અનુભવી શકું છુ.

આજે મનમાં એક જ વાત આવે છે કે માણસને જયારે એવું લાગે કે તેણે ભવિષ્ય માટે પર્યાપ્ત કમાણી કરી લીધી છે, તો તેણે પોતાના માટે સમય કાઢવો જોઈએ. અને પૈસા કમાવવાની ઈચ્છા ન રાખતા , પોતાની ખુશી માટે જીવવાનું શરુ કરી દેવું જોઈએ.

પોતાની કોઈ જૂની ઈચ્છા પૂરી કરવી જોઈએ. બાળપણનો કોઈ અધુરો શૌખ, જવાનીની કોઈ ઈચ્છા અથવા કઈ પણ એવું જે દિલ ને શાંતિ આપી શકે. કોઈ એવા જોડે સમય વિતાવો જેને તમે ખુશી દઈ શકો અને બદલામાં તેનાથી પણ તે જ પ્રાપ્ત કરી શકો. કારણ કે જે પૈસા મેં આખી જીંદગી કમાયા તે સાથે લઈને હું જઈ નથી શકવાનો.

જો હું કઈ લઈને જઈ શકું તો એ છે યાદો. આ યાદો જ તો આપણી “અમીરી” હોય છે, જેની મદદ થી આપણને શુકુનની મોત મળી શકે છે. કારણ કે આ યાદો અને તેની સાથે જોડાયેલ પ્રેમ જ એવી વસ્તુ છે જે મિલો ની મુસાફરી કરીને પણ તમારી સાથે આવી શકે છે. તેને તમે જ્યાં ઈચ્છો ત્યાં લઇ જઈ શકો છો. જેટલી ઊંચાઇ પર ઈચ્છો ત્યાં તમારો સાથ આપશે. કારણ કે આના પર માત્ર તમારો હક છે.

જીવનના આ વણાંક પર આવીને હું ઘણું બધું અનુભવી શકતો હતો. જીવન માં જો કોઈ સૌથી મોંઘી વસ્તુ છે તો તે કદાચ “ડેથ બેડ” જ છે. કારણ કે તમે પૈસા ફેંકીને કોઈને પોતાનો ડ્રાઈવર બનાવી શકો છો. જેટલા મરજી નોકર – ચાકર પોતાની સેવા માટે રાખી શકો છો. પરંતુ આ ડેથ બેડ પર આવ્યા બાદ કોઈ તમને પ્રેમ કરે, તમારી સેવા કરે, આ વસ્તુ તમે પૈસાથી ખરીદી શકતા નથી.

આજે હું આ કહી શકું છુ કે આપણે જીવનના ગમે તે વણાંક પર કેમ ન હોઈએ, તેણે અંત સુધી સુંદર બનાવી રાખવા માટે લોકોની જરૂર પડે છે. પૈસા આપણને બધું નથી આપી શકતા.
મારી વિનંતી છે તમને બધા ને કે પરિવારને પ્રેમ કરો, તેમની જોડે સમય વિતાવો, આ અમૂલ્ય ખજાનાનો બગાડ ન કરો. પોતાને પણ પ્રેમ કરો.”

  • સ્ટીવ જોબ્સ

આ હતા સ્ટીવ જોબ્સ દ્વારા શેયર કરેલા શબ્દો, જે આપણને જીવનનો સાચો અર્થ બતાવે છે. તેમના અનુસાર પૈસા જરૂરી તો છે, પરંતુ તે આપણું જીવન નથી. આપણને આપણા લોકો જ જીવન આપે છે. અને માત્ર તે જ છે જે આપણને શાંતિ થી મરવા દે છે