કહાની માતા રાણીની : અહંકારથી ચૂર થઇ ગયા હતા દેવતા, માં દુર્ગાએ આવી રીતે તોડ્યો બધા નો ઘમંડ

પોતાની શક્તિઓ પર ઘમંડ કરનારા દેવતાઓનો ઘમંડ તોડવા માટે માતા રાણીએ ભણાવી દીધો પાઠ. અહંકાર એક એવી વસ્તુ છે જે તમારી અંદર આવી જાય, તો તમારું પતન પણ નિશ્ચિત થાય છે. માત્ર સામાન્ય માણસ જ નહિ પરંતુ દેવતા પણ ઘણી વખત અહંકાર કરવાની ભૂલ કરતા હતા. તેવામાં જયારે એક વખત ઇન્દ્ર, વાયુદેવ, અગ્નિદેવ સહીત અનેક દેવતાઓને ઘણો અહંકાર આવી ગયો હતો, તો સ્વયં માં દુર્ગાએ તેમના અહંકારને નષ્ટ કરી દીધો હતો. જેમ કે તમે બધા જાણો છો કે હાલના દિવસોમાં શરદ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. તેવામાં અમે તમને માં દુર્ગાની તે કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જયારે તેમણે અહંકારથી ધુત દેવતાઓને સાચો રસ્તો દેખાડ્યો હતો.

એક વખત દેવતાઓ અને દૈત્યો વચ્ચે જોરદાર યુદ્ધ થઇ ગયું. આ યુદ્ધમાં તમામ દેવતાઓએ દૈત્યોને પરાજીત કરી વિજય પ્રાપ્ત કર્યો. આ વિજયથી તેમની અંદર અહંકારનો ભાવ આવી ગયો. હવે દરેક પોતાને શ્રેષ્ઠ કહેવા લાગ્યા. જયારે માં દુર્ગાને આ વાતની જાણ થઇ, તો માં દુર્ગા એક તેજ પુંજનું રૂપ લઈને દેવતાઓ સમક્ષ પ્રગટ થયા.

durga
durga

પોતાની સામે આટલા વિશાળ તેજ પુંજને જોઈ દેવતાઓ પણ ડરી ગયા. આ તેજ પુંજ વિષે જાણવા માટે ઇન્દ્રએ વાયુદેવને મોકલ્યા. અહંકારથી ધુત વાયુદેવ તેજ પુંજ પાસે જઈને તેમનો પરિચય માંગવા લાગ્યા. તેમણે પોતાને પ્રાણસ્વરૂપ અને અતિબળવાન દેવ ગણાવ્યા. તેવામાં તેજ પુંજનું રૂપ ધારણ કરેલ માતા રાણીએ વાયુદેવ સામે એક તણખલુ મૂકી દીધું. માં એ કહ્યું કે, જો તમે ખરેખર બળવાન છો તો આ તણખલાને ઉડાડી બતાવો. વાયુદેવે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી પરંતુ એ તણખલાને હલાવી ન શક્યા.

જયારે વાયુદેવે પાછા જઈને આ વાત ઇન્દ્રને જણાવી, તો તેમણે અગ્નિદેવને તે તણખલાને બાળવા માટે મોકલ્યા. આમ તો અગ્નિદેવ પણ પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવા છતાં પણ તે તણખલાનો નાશ કરવામાં સફળ ન થયા. જયારે ઇન્દ્રએ આ દ્રશ્ય જોયું તો તેમનું અભીમાન તૂટી ગયું. તેમણે તેજ પુંજની ઉપાસના કરી. ત્યાર પછી તેજ પુંજમાંથી માતા શક્તિ પ્રગટ થયા. તેમણે ઇન્દ્રને સમજાવ્યા કે, મારી કૃપાથી જ તમે અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલા માટે તમારા અભિમાનને કારણે તમારું પુણ્ય નષ્ટ ન કરો.

માતા રાણીના વચન સાંભળી તમામ દેવતાઓને પોતાની ભૂલનો અનુભવ થયો. તેમણે ભેગા મળીને દેવી માં ની ઉપાસના કરી અને તેમની અંદરના અભિમાનનો નાશ કરી દીધો. આ વાર્તાથી આપણને પણ એ ઉપદેશ મળે છે કે, આપણે દુનિયામાં કેટલા પણ મોટા માણસ બની જઈએ, પરંતુ ક્યારે પણ અહંકાર ન કરવો જોઈએ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.