આ છોકરીની કહાની જેનું જીવન તેના ભાઈએ બરબાદ કર્યું અને તેના પ્રેમીએ ફરી વસાવ્યું….

તમે ફિલ્મ વિવાહ જોઈ હશે? તે ફિલ્મ જેમાં પુનમનું શરીર લગ્નના એક દિવસ પહેલા આગમાં સપડાઈ જાય છે, અને તેના લગ્ન અટકી જાય છે. ત્યાર પછી ત્યાં પ્રેમ આવે છે. અને તેના દાઝેલા શરીરને જોયા વગર તેના સેંથામાં સિંદુર ભરે છે અને કહે છે કે મારો પ્રેમ આ પરીક્ષા ઉપર આધારિત નથી. આ ફિલ્મ જોયા પછી તમે પણ વિચાર્યુ હશે કે આવું બધું ફિલ્મમાં જ થાય છે. વાસ્તવિક જીવનમાં છોકરીના ચહેરા કે શરીર ઉપર આછો ડાઘ ધબ્બો જોવા મળે તો લોકો સંબંધ તોડીને જતા રહે છે, પછી દાઝેલી છોકરી સાથે કોણ લગ્ન કરશે? પરંતુ એવું હકીકતમાં થયું છે. એક એવો સંબંધ ખરેખર બંધાયો છે જે જાણીને તમે પણ વિશ્વાસ નહિ કરો. પ્રેમ સાચો છે અને તેની કહાની પોતે એ છોકરીએ પોતાના મોઢેથી રજુ કરી છે.

લગ્નમાં ગઈ હતી લલીતા :

લલીતા પણ કોઈ સામાન્ય છોકરી જેવી હતી, જેના લગ્નને લઇને થોડા એવા સપના હતા અને જીવનમાં થોડી આશાઓ હતી. તેના દિલમાં પણ જોશ હતો અને જીવન જીવવા માટે આશા. પરંતુ એક ઘટનાએ તેનું જીવન જ બદલી દીધું. લલીતાએ જણાવ્યું કે ૨૦૧૨ માં આજમગઢ એક કઝીનના લગ્નમાં ગઈ હતી. ઘરની એક મોટી છોકરી છે એ સંબંધે ઘણા બધા કામની જવાબદારી તેની ઉપર હતી. તે લગ્ન વાળા દિવસ સુધી મનથી કામ કરી રહી હતી, અને આ કામ ઉપરાંત તેને કોઈ જાણ ન હતી. એ લગ્નના વાતાવરણમાં એક દિવસ તેણે પોતાના નાના ભાઈ અને બીજા કઝીનનો એક બીજા સાથે ઝગડતા જોયા.

ખબર નહિ કઈ વાત ઉપર ઝગડો થઇ રહ્યો હતો. આમ તો ઝગડો એટલો વધી ગયો કે લલીતાને વચ્ચે સમાધાન કરવા આવવું પડ્યું. તે બન્નેને સમજાવી રહી હતી પણ કોઈ જ શાંત થવાનું નામ લઇ રહ્યા ન હતા. લલીતાને કામ કરવું હતું અને બન્ને પરેશાન કરી રહ્યા હતા, એટલા માટે તેણે ગુસ્સામાં એક થપ્પડ મારી દીધી. ઝગડો તરત અટકી ગયો. બન્ને શાંત થઇ ગયા અને પછી લલીતા પણ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઈ. ભાઈને ખરાબ તો લાગ્યું પરંતુ મોટી બહેન હતી તો એટલો તો હક્ક હતો. તે લગ્ન સારી રીતે પૂર્ણ થઇ ગયા, પરંતુ ત્યાર પછી લલીતાનો ખરાબ સમય આવી ગયો.

કઝીનએ કર્યો એસીડ એટેક :

લલીતાએ કહ્યું કે તે લગ્નના બસ પાંચ મહિના પછી મારા લગ્ન થવાના હતા, પરંતુ લગ્નના બરોબર ૧૫ દિવસ પહેલા મારા એ કઝીને મારી ઉપર એસીડ ફેંકી દીધું. આ એસીડ તે થપ્પડનો બદલો હતો. મારો ચહેરો ઓગળવા માંગ્યો. પણ દુ:ખાવો અને બળતરાની કોઈ સીમા ન રહી. હું ચીસો પાડી રહી હતી અને પરિવાર વાળા મને તરત હોસ્પિટલ લઇ ગયા. મહિના સુધી મારે હોસ્પિટલમાં રહેવું પડ્યું. જ્યાં ૧૫ દિવસ પછી લલીતાની બીજી દુનિયા શરુ થવાની હતી. અને ક્યાં આજે તેની દુનિયા ઉઝડી ગઈ હતી.

લલીતાએ આગળ જણાવ્યું કે જયારે હોસ્પિટલ માંથી છૂટી તો સૌથી પહેલા પોતાનો ચહેરો જોયો. અરીસા ચહેરો જોયો અને ધ્રુસકેને ધ્રુસકે રડી. તે ચહેરો જ બદલાઈ ગયો હતો. હવે કોઈ બીજી લલીતા થઇ ગઈ હતી. તે ચહેરો જે બાળપણમાં મારી ઓળખાણ હતો. ગામમાં હવે રહી શકતી ન હતી એટલા માટે મુંબઈ આવી ગઈ. ઓળખીતા લોકો હતા તો મને કામ મળી ગયું. કામ ઉપર તો રોજ જતી હતી પરંતુ છુપાવતી નજરે કામ કરવું પણ ઘણું મુશ્કેલ હતું. દરેક મને જોતા હતા અને મારું મન કહેતું હતું કે ક્યાંક દટાઈ જાવ.

રોંગ નંબરથી બદલાઈ દુનિયા :

લલીતાનું જીવન બદલાઈ તો ગયું હતું, પરંતુ તેમાં એક નવો વળાંક આવવાનો બાકી હતો. લલીતાએ જણાવ્યું કે તે કોઈ નંબર મેળવી રહી હતી અને ફોન ખોટી જગ્યાએ લાગી ગયો. મિનીટ સુધી વાતથી જાણવા મળ્યું કે રોંગ નંબર જ છે. થોડા દિવસો પસાર થયા અને રોંગ નંબર વાળી વાત પણ ભૂલી ગઈ. થોડા દિવસ પછી એક ફોન આવ્યો. અવાજ જાણીતો લાગી રહ્યો હતો. તે રોંગ નંબર હતો જેની સાથે થોડા દિવસ પહેલા વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેનું નામ રવી શંકર છે. રવીએ તેને ફોન ઉપર કહ્યું કે તેણે ભૂલથી ફોન નથી કર્યો. મને નવાઈ થઇ.

તે રોજ ફોન કરવા લાગ્યો અને દરરોજ મારી સાથે વાત કરવા પ્રયાસ કર્યો. હું પણ તેની સાથે વાત કરવા લાગી. તેની વાતો મને સારી લાગવા લગતી અને તેની વાત મને ગમી. જયારે મને અનુભવ થયો કે તેની દિલ મારી સાથે જોડાઈ શકે છે, મેં સત્ય જણાવવું જ યોગ્ય સમજ્યું. મેં તેને સત્ય જણાવ્યું કે મારો ચહેરો દાઝી થયો છે અને મને એ વાત ઉપર જરાપણ ખરાબ નહિ લાગે કે, તે ત્યાર પછી મારી સાથે વાત નહિ કરે. તેણે બધી વાત સાંભળી અને પછી મેં ફોન મૂકી દીધો અને રડવા લાગી. મને એ વ્યક્તિ સારો લાગ્યો હતો અને હું તેને પસંદ કરવા લાગી હતી. હું જાણતી હતી કે મારા ચહેરાનું સત્ય જાણ્યા પછી તે ક્યારે પણ મારી સાથે વાત નહિ કરે.

રવી લલીતાના લગ્ન :

બીજા દિવસે સવારે એણે ફરી ફોન કર્યો. મેં ફોન ઉઠાવ્યો તો તે શાંત હતો અને હું બોલી. થોડા દિવસ પછી તેણે મારી સામે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો. મેં તેને સમજાવ્યો કે ચહેરો જોયા વગર તું મારી સાથે પ્રેમ કરી શકે છે, પરંતુ દાઝેલો ચહેરો જોઇને તું મારી સાથે પ્રેમ નહિ કરી શકે. સામે તેણે કહ્યું કે તે મારી સાથે પ્રેમ કરે છે મારા ચહેરા સાથે નહિ. એવા ઘણા સંબંધ હોય છે જે સુંદર ચહેરાને કારણે જોડાય છે અને પછી થોડા સમય પછી ખલાસ થઇ જાય છે. તેને મારો અવાજ, મારું દિલ અને ખુમારી સાથે પ્રેમ હતો. મેં પણ છેવટે તેને હા કહી દીધી.

ત્યાર પછી અમારા લગ્ન થઇ ગયા. લલીતાએ આગળ જણાવ્યું કે મારા સાસરિયામાં કોઈ અરીસો ન હતો કેમ કે મારા પરિવાર વાળાને લાગતું હતું કે હું ચહેરો જોઈને તકલીફમાં આવી જઈશ. પરંતુ મારા નવા ઘરમાં મેં ખુબ હોંશથી મોટા મોટા અરીસા લગાવરાવ્યા છે. અમે એક સાથે તે અરીસામાં જોઈએ છીએ. પ્રેમની સુંદરતાથી મારા તમામ દુ:ખ ભરાઈ ગયા છે.