સ્ટ્રગલના દિવસોમાં માધુરીએ કરવું પડ્યું હતું 21 વર્ષ મોટા એક્ટર સાથે આ સીન, આજે પણ છે પછતાવો.

માધુરી દીક્ષિતને એમ જ ધક ધક ગર્લ નથી કહેવામાં આવતી. તેની દરેક ફિલ્મે લાખો-કરોડો પ્રશંસકોને દીવાના બનાવી દીધા. ૧૫ મેના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહેલી માધુરી દીક્ષિતે પોતાની કારકિર્દીમાં આમ તો ઘણી ઉત્તમ અને યાદગાર ફિલ્મો આપી છે, પરંતુ એક રોલ એવો હતો જે કરવાનો પછતાવો માધુરી દીક્ષિતને આજે પણ છે. એ વાત એ સમયની છે જયારે વિનોદ ખન્નાએ ફિલ્મોમાં પોતાની બીજી પાળી શરુ કરી હતી.

તે વખતે તેમણે રોમાંટિક રોલ કરવા વિષે વિચાર્યું. તે સમયે ફિરોઝ ખાન એક ફિલ્મ બનાવી રહ્યા હતા દયાવાન. જયારે વિનોદ ખન્ના પાછા ફર્યા તો ફિરોજ ખાને તેને દયાવાનના મુખ્ય પાત્રની ઓફર કરી દીધી અને હિરોઈન માટે ફિરોઝ ખાને માધુરી સાથે સંપર્ક કર્યો.

માધુરી દીક્ષિતની ઉંમર તે સમયે ૨૧ વર્ષ હતી જયારે વિનોદ ખન્ના ૪૨ વર્ષના હતા. ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહેલી માધુરીએ તે સમયે ફિલ્મ માટે હા તો કહી દીધી પરંતુ તેમને એ ખબર હતી કે હીરો ઉંમરમાં ઘણા મોટા છે. ફિલ્મનું શુટિંગ શરુ થયું. માધુરીને ખબર ન હતી કે તે ફિલ્મમાં તેની સાથે કંઈક એવું બનશે જેને તે જીવનભર નહિ ભૂલી શકે.

ફિલ્મમાં માધુરી અને વિનોદના થોડા ઈંટીમેટ અને લીપલોક દ્રશ્ય હતા. બધાને લાગી રહ્યું હતું કે કદાચ માધુરી એ દ્રશ્ય નહિ કરે. માધુરીએ તમામ ધારણાઓ ખોટી સાબિત કરી દીધી અને વિનોદ સાથે એ દ્રશ્ય આપ્યા. જયારે ફિલ્મ રીલીઝ થઇ તો લોકોએ સૌથી વધુ આ ઈંટીમેટ દ્રશ્ય વિષે વાત કરી. તે સમયે આમ પણ આવા પ્રકારના દ્રશ્ય દર્શાવવા મોટી વાત હતી.

પછી એક ઈન્ટરવ્યું દરમિયાન માધુરીએ કહ્યું હતું કે ફિલ્મ દયાવાનમાં તેમણે જે કિસિંગ દ્રશ્ય કર્યા, તેનો તેને આજે પણ પછતાવો થાય છે. તેણે તે નહોતું કરવું જોઈતું હતું. આ ફિલ્મ પછી માધુરીએ પોતાની કારકિર્દીમાં ફરી ક્યારે પણ આટલા બોલ્ડ દ્રશ્ય નથી આપ્યા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.