સ્ટ્રો પાઇપ બનાવવાનો વેપાર શરુ કરી કમાવો મહિનામાં હજારો રૂપિયા, આવી રીતે શરુ કરો આ વેપાર.

સ્ટ્રો પાઇપ વેપાર કરી તમે પણ કમાઈ શકો છો, મહિને હજારો રૂપિયા, શરુ કરો પોતાનો બિઝનેસ. આખી દુનિયામાં એવા ઘણા વેપાર છે જેને ઘણી સરળતાથી શરુ કરી શકાય છે. બિઝનેસ ચાલુ કરવા માટે તમારે કોઈ પ્રકારના અભ્યાસ સંબંધિત ડીગ્રીની જરૂર નથી પડતી. માત્ર લોકોને દરેક બાબતની માહિતી હોવી જરૂરી છે. જો તમે તમારો બિઝનેસ શરુ કરવા માંગો છો, તો તમે સ્ટ્રો પાઈપ બનાવવાનો વેપાર શરુ કરી શકો છો, અને આ વેપારને શરુ કરવા માટે વધુ પૈસા રોકવાની જરૂર નથી પડતી.

સ્ટ્રો એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિ કરે છે, એટલા માટે જો તમને અનુભવ હશે તો તમે એ જાણતા હશો કે સ્ટ્રો પાઈપ શું હોય છે? આમ તો આ વેપારની માંગ ઘણી વધુ હોય છે. અને આજે અમે તમને આ વેપારમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને મશીન વિષે જાણકારી આપીશું.

સ્ટ્રો પાઈપ બનાવવા માટે જરૂરી વસ્તુ? અત્યાર સુધી તો તમને એ જરૂર ખબર પડી ગઈ હશે કે સ્ટ્રો પાઈપનો વેપાર સારી રીતે કરવામાં આવે, તો તમે આ વેપારથી ઘણા પૈસા કમાઈ શકો છો. આ બિઝનેસ શરુ કરવા માટે પહેલા તમને એ જાણકારી હોવી જોઈએ કે, સ્ટ્રો પાઈપ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે.

જરૂરી મશીન : જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો વેપાર શરુ કરે છે, તો તેને પહેલા વેપાર સાથે જોડાયેલી તમામ માહિતી પ્રાપ્ત હોવી જોઈએ. સ્ટ્રો પાઈપ બનાવવાના વેપારમાં બે પ્રકારના મશીનની જરૂર પડે છે, તેમાં પહેલા મશીનનું કામ છે સ્ટ્રો પાઈપ બનાવવું અને બીજા મશીનનું કામ છે પાઈપનું કટિંગ કરવું.

મશીનનો ખર્ચ? જો સ્ટ્રો પાઈપ બનાવવામાં ઉપયોગ લેવામાં આવતા મશીનના ખર્ચની વાત કરીએ તો સ્ટ્રો પાઈપ બનાવવાના મશીનની શરુઆતની કિંમત લગભગ 4 લાખ રૂપિયા છે. જો સ્ટ્રો પાઈપ કટિંગ કરવાના મશીનની વાત કરીએ તો લગભગ 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે. જો તમે આ બધા મશીન ખરીદવા માંગો છો તો તમે ઇંડિયામાર્ટ વેબસાઈટના ઓનલાઈન માધ્યમથી ખરીદી શકો છો.

સ્ટ્રો પાઈપ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી અને તેનો ખર્ચ? તમે કોઈ પણ પ્રકારનો વેપાર શરુ કરો છો, તેમાં સૌથી પહેલા જરૂરી અને મહત્વની બાબત હોય છે તે વેપારમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી. જો આ બિઝનેસમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીની વાત કરીએ, તો તેમાં પ્લાસ્ટિકના મોતી અને કર્લરરેંટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, કર્લરરેંટનો ઉપયોગ માત્ર રંગ બદલવા માટે કરવામાં આવે છે. જો પ્લાસ્ટિકમાંથી બનેલા મોતીના ખર્ચ વિષે વાત કરીએ તો તે લગભગ 120 રૂપિયા પ્રતિ કિલો મળે છે.

સ્ટ્રો પાઈપ બનાવવાની રીત શું છે? જો તમે સ્ટ્રો પાઈપ બનાવવાનો વેપાર શરુ કરવા માંગો છો, તો પહેલા મશીનમાં કર્લરરેંટ અને પ્લાસ્ટિકના મોતીને નાખવા પડશે. ત્યાર પછી તમારે મશીનની મદદથી બંનેનું મિશ્રણ કરવાનું રહેશે અને પછી ઓગાળવું પડશે. જયારે તે સારી રીતે ઓગળી જાય તો સામગ્રીને પાઈપના આકારમાં બદલી દો અને ત્યાર પછી મશીનની મદદથી કટિંગ કરી લો. આ બધી પ્રકિયાઓ પૂરી થઇ ગયા પછી સ્ટ્રો બનીને તૈયાર થઇ જાય છે.

જરૂરી લાયસન્સ : જો તમે કોઈ પ્રકારનો વેપાર શરુ કરો છો, તો તમારે લાયસન્સ લેવું જરૂરી હોય છે, અને મંજુરી પણ લેવી જરૂરી હોય છે. જો તમે સ્ટ્રો પાઈપનો બિઝનેસ શરુ કરી રહ્યા છો તો તેના માટે લાયસન્સ જરૂર લઇ લો.

બિઝનેસનું બજેટ : જો તમે સ્ટ્રોનો વેપાર શરુ કરી રહ્યા છો તો તમારે લગભગ 8 લાખ રૂપિયાની જરૂર પડશે. વેપાર સાથે જોડાયેલા મશીન, સ્થળ વગેરેનો ખર્ચ 8 લાખ રૂપિયામાં સામેલ છે. જો તમારી પાસે જરૂરી નાણા નથી તો તમે બેંકમાંથી લોન લઈને બિઝનેસ શરુ કરી શકો છો.

પેકિંગ : જયારે તમે સ્ટ્રોનું ઉત્પાદન કરી લેશો તો ત્યાર પછી તમારે સ્ટ્રોનું પેકિંગ કરવું જરૂરી હોય છે, તમે સ્ટ્રોને પેક કરવા માટે કવરની મદદ લઇ શકો છો. આમ તો પેક કરતા પહેલા એક વાત નક્કી કરી લો કે, એક કવરમાં તમારે કેટલી સંખ્યામાં સ્ટ્રો પેક કરવી છે.

સાવચેતી રાખો : જયારે તમે કોઈ પણ પ્રકારનો વેપાર શરુ કરો છો, તો તેને સંબંધિત થોડી વસ્તુની સાવચેતી રાખવી જરૂરી હોય છે. જયારે તમે સ્ટ્રોનું ઉત્પાદન કરશો તો એક વાતનું જરૂર ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારની આગ લાગે તેવી વસ્તુ સ્ટ્રો પાસે ન રાખો, એવું એટલા માટે કેમ કે પ્લાસ્ટિક સાથે સંબંધિત સામગ્રી ઉપર આગ ઝડપથી ફેલાય છે.

યોગ્ય જગ્યાની પસંદગી : દરેક વેપાર માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવી જરૂરી હોય છે, અને તે વેપાર માટે વધુ મહત્વ પણ ધરાવે છે. જો તમે તમારો વેપાર યોગ્ય રીતે ચલાવવા માટે સ્થળની પસંદગી કરો છો, તો તેવામાં એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે તે સ્થળ ઉપર પાણી અને વીજળીની સંપૂર્ણ સુવિધા છે કે નથી. તેમ જ ત્યાં ટ્રાંસપોર્ટની વ્યવસ્થા સારી હોવી જોઈએ.

આ માહિતી કરિયર ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.