સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયું પરિવર્તન, જાણો કેટલું રોકાણ કરવાથી મળશે 50 લાખ રૂપિયા

સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમો બદલાયા, જાણો 50 લાખ રૂપિયા મેળવવા કેટલું રોકાણ કરવું પડશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયું પરિવર્તન, જાણો કેટલું રોકાણ કરવા મળશે 50 લાખ રૂપિયા

દરેક વ્યક્તિને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા હોય છે, અને તેને સુરક્ષિત કરવા માટે લોકો પહેલાથી યોજના બનાવવા લાગે છે. ખાસ કરીને વાત જો દીકરીઓની થાય તો તેના જન્મ લેવાની સાથે જ લોકોને તેના લગ્નની ચિંતા થવા લાગે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme) દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા વાળી એવી જ યોજના છે. પોતાના લોન્ચિંગ પછી આ યોજના ઘણી પોપ્યુલર થઈ છે. 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના માતા-પિતા આ યોજનામાં રોકાણ કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર તમે ટેક્સમાં છૂટ પણ મેળવી શકો છો.

આ યોજનાની પોપ્યુલારિટીનું સૌથી મોટું કારણ તેની રોકાણની રકમ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે 250 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. આ યોજના અંતર્ગત તમે 15 વર્ષ સુધી 1.50 લાખ રૂપિયા વાર્ષિક જમા કરો છો, તો તમારી દીકરીના ખાતામાં જમા રકમ પર 8.7 ટકાના હિસાબે વ્યાજ મળશે. અને તેના ખાતામાં કુલ 45-50 લાખ રૂપિયાની આસપાસ રકમ જમા થઈ જશે. પણ હવે આ યોજનાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. એ મુજબ આ યોજનાના નિયમોમાં પરિવર્તન થયા છે.

બદલાઈ ગયા છે નિયમ :

નવા નિયમ અનુસાર જો તમે ઇચ્છો તો મેચ્યોર થવા પહેલા આ ખાતું બંધ પણ કરાવી શકો છો. બાળકીના નિધન અથવા એકાઉંટ હોલ્ડરના કોઈ ખતરનાક બીમારીથી ગ્રસિત થવા પર, અથવા બાળકીના માતા-પિતાનું મૃત્યુ થવાની સ્થિતિમાં સહાનુભૂતિના આધાર પર આ એકાઉન્ટ બંધ કરાવી શકાય છે.

જે છોકરીના નામ પર એકાઉંટ છે તે પોતાનું એકાઉન્ટ ફક્ત 18 વર્ષની થવા પર જ ઓપરેટ કરી શકે છે, અને તેના માટે પણ વાલીએ તેના દસ્તાવેજ જમા કરાવવા પડશે.

એક ઘરમાં બે સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ખોલવામાં આવી શકાય છે. એટલે કે જો તમારી 2 દીકરી છે, તો તમે બંનેના નામ આ સ્કીમમાં લઇ શકો છો. જો તમે કોઈ વર્ષમાં 250 રૂપિયા પણ જમા નથી કરતા, તો તમારું એકાઉન્ટ ડિફોલ્ટ માનવામાં આવશે, અને તેના પર મળતું વ્યાજ એટલું જ મળશે જે સ્કીમ માટે નક્કી કર્યું હશે. પહેલા આ વ્યાજ પોસ્ટ ઓફિસના વ્યાજ દર જેટલું હતું. અહીં ધ્યાન રાખવા વાળી વાત એ છે કે, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દર પોસ્ટ ઓફિસના વ્યાજ દરથી 2 ગણા હોય છે.

જો તમે 15 વર્ષ સુધી સતત આ એકાઉન્ટમાં 1.5 લાખ રૂપિયા રોકાણ કરો છો, તો તમારી દીકરીના 21 વર્ષના થવા પર 8.7 ટકાના દરથી વ્યાજ મળવા પર મેચ્યોરિટી એમાઉંટ 73 લાખ રૂપિયા સુધી થશે. (એના માટે તમારે ઓછામાં ઓછું તમારી દીકરીના 3 વર્ષના થવા પરથી જ રોકાણની શરૂઆત કરવી પડશે.)

આ એકાઉન્ટ તમે બેંક અથવા પોસ્ટ ઓફિસ કોઈ પણ જગ્યાએ ખોલાવી શકો છો.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.