શુક્રવારના દિવસે આ કામ કરવાથી ઘણી નારાજ થઈ જાય છે માં લક્ષ્મી, છોડી દે છે સાથ

કહેવાય છે કે ધન સંબંધિત તમામ સમસ્યાઓ દુર કરવા માટે આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા જોઈએ. એકવખત માતા રાણી કોઈનાથી ખુશ થઇ જાય છે તો પછી તેના ઘરમાં ક્યારેય પણ પૈસાની કોઈ ખામી નથી રહેતી. આમ તો માતાની ખુશી જેટલી ફાયદાકારક છે તેમનો ગુસ્સો એનાથી પણ ખતરનાક છે. તમારે તમારા જીવનમાં ક્યારેય પણ લક્ષ્મીજીને નારાજ ન કરવા જોઈએ. માં લક્ષ્મી એકવખત કોઈનાથી નારાજ થઇ જાય છે તો તેમનો પ્રકોપ ઘણો જલ્દી જોવા મળે છે.

માતાને એક વખત ગુસ્સો આવી જાય છે તો તેમનો પ્રકોપ તરત જોવા મળે છે. માતાને એક વખત ગુસ્સો આવી જાય તો કરોડપતિ માણસને રોડ ઉપર આવતા વાર નથી લાગતી તમને સતત પૈસાનું નુકશાન થવાનું શરુ થઇ જાય છે. એટલા માટે એ વાતનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે કે તમે લક્ષ્મીજીને જાણે અજાણ્યે નારાજ ન કરો.

તે કામમાં તમને મદદ માટે આજે અમે તમને એ ભૂલોથી માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ જે શુક્રવારના દિવસે કરવાથી માતા રાણી ઘણા વધુ નારાજ થઇ જાય છે. આમ તો અમારી સલાહ તો એ રહે છે કે તમે શુક્રવાર સિવાયના બીજા દિવસોમાં પણ આ ભૂલો સલામતીની ગણતરીએ ન કરો.

બાળકન્યાનું દિલ દુભાવવું

નાનો કન્યાઓને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. જો તમે માતા રાણીને પ્રસન્ન જોવા માગો છો તો તમારે આ કન્યાઓને ખુશ રાખવી જોઈએ. એટલા માટે ભૂલથી પણ શુક્રવારના દિવસે તમારા ઘરની કે બહારની કોઈ બાળકન્યાનું દિલ ન દુભાવવું. એમ કરવાથી તમારે માતા લક્ષ્મીના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આ દિવસે તમે તેને ખાસ કરીને ખુશ રાખો અને તેની દરેક ઈચ્છા પૂરી કરો. તેનાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે અને તમને ધન લાભ આપશે.

ઘરની મહિલાઓનું અપમાન

ઘરની વહુ દીકરી પણ લક્ષ્મીનો જ અવતાર હોય છે. તમારે તેનું સન્માન કરવું જોઈએ. જે ઘરની મહિલાઓ સાથે સારુ વર્તન નથી કરવામાં આવતું કે શુક્રવારના દિવસે તેનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મી ક્યારેય પણ પ્રવેશ નથી કરતા. તે ઉપરાંત મહિલા ઉપર કોઈપણ દિવસે કરવામાં આવેલી હિંસાથી લક્ષ્મી હંમેશા માટે તમારું ઘર છોડી દે છે. એટલા માટે તમારા ઘરમાં કે બહાર પણ આ ભૂલ ન કરો.

અશાંત મનથી પૂજા

તમે જયારે પણ માં લક્ષ્મીના પૂજા પાઠ કરો ત્યારે એકદમ શાંત અને શુદ્ધ મન સાથે જ કરો. પૂજા દરમિયાન તમારા મનમાં ગુસ્સો, ઈર્ષા કે હીન ભાવનાના ભાવ ન હોવા જોઈએ. સાથે જ જે રૂમમાં પૂજા થઇ રહી છે ત્યાંનું વાતાવરણ પણ શાંત અને સકારાત્મક હોવું જોઈએ. જો તમારા ઘરમાં લડાઈ ઝગડા થાય છે અને તમારું મન વિચલિત છે તો તમે આ અશાંત મન સાથે લક્ષ્મીજીની પૂજા ન કરો. નેગેટીવ એનર્જી સાથે કરવામાં આવેલી લક્ષ્મી પૂજાની અસર અવળી થઇ જાય છે અને તમને અપાર ધન હાની અને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે, આથી આ ભૂલ કરવાથી કોઈપણ રીતે બચો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.