સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

ટીવી પર આ શો માં ફરી જોવા મળશે સુનીલ ગ્રોવર, તે શો ની રકમ માંથી લોકોની કરશે મદદ

કોમેડિયન સુનીલ ગ્રોવર એકવાર ફરીથી ટેલિવિઝન પર પાછા આવી રહ્યા છે. શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’ માં સુનીલ એક ડૉનનું પાત્ર ભજવશે. હાલમાં જ ન્યુઝ એજન્સી દૈનિક ભાસ્કર સાથે વાતચીત દરમિયાન સુનીલે જણાવ્યું કે, તે આ શો માંથી કમાયેલી રકમથી મહામારી વચ્ચે ફસાયેલા લોકોની મદદ કરશે. વાત-વાતમાં તેમણે પોતાના અને કપિલ શર્માના સંબંધ પર પણ પ્રકાશ પાડ્યો.

જો શો નથી ચાલતો તો તેનો અર્થ એ નથી કે હું કામ કરવાનું બંધ કરી દઉં :

વિશ્વાસ કરો, અમે ફક્ત અને ફક્ત લોકોને હસાવવા માંગીએ છીએ. હાલમાં આપણા દેશમાં ઘણું ટેંશન છે, લોકોની અંદર નકારાત્મક વિચાર આવવા લાગ્યા છે, આ પ્રકારના વાતાવરણમાં અમારો પ્રયત્ન એ છે કે આ તણાવ ભરેલા વાતાવરણમાં લોકો વચ્ચે થોડી ખુશીઓ ફેલાય. અમે ઇચ્છીએ છીએ કે, જયારે લોકો ઊંઘવા માટે જાય ત્યારે સ્ટ્રેસ-ફ્રી અનુભવ કરે. મારા પાછળના બે શો ‘મેડ ઈન ઇન્ડિયા’ અને ‘કાનપુર વાલે ખુરાના’ લોકોને વધારે પસંદ આવ્યા ન હતા. તેમ છતાં ચેનલે ફરીથી લોકોને હસાવવાની તક આપી છે. તેના માટે હું તેમનો સંપૂર્ણ રીતે આભાર માનું છું.

મારો સંપૂર્ણ પ્રયત્ન હશે તેમની આશા પર ખરા ઉતરવાનો. જો શો નથી ચાલતો તો તેનો અર્થ એ નથી કે હું કામ કરવાનું બંધ કરી દઉં. હું મારી મહેનત કરતો રહીશ, હવે એ લોકો પર નિર્ભર છે, કે તેઓ આને કઈ રીતે લે છે.

આ શો માંથી જે કમાણી કરીશ તેનાથી આ મહામારીમાં ફસાયેલા લોકોની મદદ કરીશ :

સાચું કહું તો હું હાલમાં આ પ્રકારના શો લેવા માંગતો જ ન હતો, કારણ કે મારા થોડા અન્ય પ્રોજેક્ટ લાઈનમાં હતા. જો કે લોકડાઉનને કારણે આખું શેડ્યુલ બગડી ગયું. આ દરમિયાન જયારે આ શો ઓફર થયો ત્યારે મને લાગ્યું કે, આનાથી સારો અવસર નહિ મળે લોકો વચ્ચે સકારાત્મકતા ફેલાવાનો. આ એક પ્રયત્ન છે અને અમને વિશ્વાસ છે કે અમે આ પ્રયત્નમાં સફળ થશું. મેં નક્કી કર્યું છે કે, આ શો માંથી જે કાંઈ પણ કમાણી કરીશ તેનાથી હું આ મહામારીમાં ફસાયેલા લોકોની મદદ કરીશ.

સ્ટેજ પર નહિ પણ બીજી તરફ બેસેલો જોવા મળીશ :

આ વખતે હું સ્ટેજ પર નહિ પણ બીજી તરફ બેસેલો જોવા મળીશ. લોકોને પોતાના પાત્રથી હસાવીશ પણ સાથે જ જે મારા બીજા સહ-કલાકાર છે તેમની કોમેડી જોવાનો અવસર મળશે. શો માં હું એક ડૉનનું પાત્ર ભજવીશ જેની સામે આ બધા પાત્ર તેને ઈમ્પ્રેસ કરવા માટે પરફોર્મ કરે છે.

સંક્ષેપમાં કહું તો સોશિયલ ડિસ્ટેંસિંગવાળું પાત્ર ભજવીશ જેમાં દૂર બેસીને મજા માણીશ અને સાથે જ પરફોર્મ પણ કરીશ. શો માં ન લાઈવ ઓડિયન્સ હશે અને ન કોઈ ફોર્મેટ છે, જેને ધ્યાનમાં રાખીને અમે આગળ વધારીશું. કહી શકો છો કે આ ફિક્શન અને નોન-ફિક્શન વચ્ચેનું એક સેટઅપ હશે, જેમાં બોલીવુડ થીમ પર આ કલાકાર સ્પૂફ, ગેંગ્સ કરશે. તે બધાની બસ એજ ઈચ્છા હશે ડૉન એટલે કે મને ખુશ કરવાની.

બોલીવુડ સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ અથવા કોઈ પ્રકારના ચેટ શો જેવો નહિ હોય :

હાલમાં તે કોઈ બોલીવુડ સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ અથવા કોઈ પ્રકારના ચેટ શો જેવો નહિ હોય. તે પોતાની જાતે એક બોલીવુડ શો છે, જ્યાં આ ઇન્ડસ્ટ્રીના દરેક રંગ દર્શકોને જોવા મળશે. હા, જો કોઈ બોલીવુડ સેલિબ્રિટી અથવા ફિલ્મ પ્રમોશનલ એક્ટિવિટી માટે અમારી સાથે જોડાવા ઈચ્છે, તો અમે તેમને ના પણ નહિ પાડીએ. સમય સાથે અમે ફોર્મેટમાં પરિવર્તન લાવવા તૈયાર છીએ. હાલમાં 2-3 મહિના સુધી આ શો ને ચલાવવાનું પ્લાનિંગ છે. દર્શકોના પ્રતિભાવ પર બધું નિર્ભર છે.

આપણે આ વાતાવરણમાં સંયમ રાખવો પડશે :

આ વાતાવરણમાં ઘણા લોકો પોતાની ધીરજ ખોઈ રહ્યા છે અને પોતાનું જીવન ખતમ કરી રહ્યા છે. હું લોકોને બસ એજ પ્રાર્થના કરીશ કે તે હિંમત ના હારે. આ સમય દરેક વ્યક્તિ માટે મુશ્કેલી ભરેલો છે, આપણે હાર માનવી જોઈએ નહીં. મેં પણ મારા જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે, એવામાં હારીને એમજ બેસી તો નથી શકતો ને? આવા સમયમાં તમે પોતાના જીવનમાં જે કાંઈ પણ મેળવ્યું છે, તેના વિષે વિચારો. મેં પણ એ જ કર્યું છે.

જયારે પણ ડિપ્રેસ થયો, પોતાની સિદ્ધિઓ વિષે વિચારતો અને ફરીથી મોટિવેટ થઈ જતો. મને લોકોનો ખુબ પ્રેમ મળ્યો છે. આપણે આ વાતાવરણમાં સંયમ રાખવો પડશે. આ ખરાબ સમય પણ પસાર થઈ જશે. એ વાતને ના ભૂલો કે દરેક પોતાની જાતે એક જંગ લડી રહ્યો છે, બસ હીરો બનીને કોઈ પણ રીતે બહાર નીકળો.

ઈશ્વરે ઇચ્છ્યું તો ફરીથી હું અને કપિલ શર્મા એક સાથે કામ કરીશું :

કપિલ શર્મા સાથે કોઈને કોઈ અંગત અવસર પર મુલાકાત થતી રહે છે, જો કે અમારી વચ્ચે ક્યારેય કામને લઈને વાત નથી થતી. અમારી વચ્ચે કોઈ પણ પ્રકારનો મનમોટપ નથી અને ઈશ્વરે ઇચ્છ્યું તો ફરીથી સાથે કામ કરીશું. જોઈને ખુશી થાય છે કે ‘ધ કપિલ શર્મા શો’ ના દરેક મેમ્બર ઘણું સારું કામ કરી રહ્યા છે. તેઓ લોકોને હસાવી રહ્યાં છે, તેમનું મનોરંજન કરી રહ્યા છે જે જોઈને ઘણો સારો અનુભવ થાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.