સુંઠનો પાઉડર અને લસણથી પાંચ દિવસમાં હારી રહ્યો છે કોરોના, આવી રીતે તૈયાર કરો ઉકાળો.

આયુર્વેદિક પદ્ધતિથી ખતરનાક વાયરસને ખતમ કરવામાં રામબાણ ઉકાળાના પરિણામ પણ જોરદાર

આયુર્વેદિક સારવાર ખતરનાક વાયરસને દુર કરવામાં અસરકારક આ ઉકાળાના પરિણામ પણ અસરકારક દેસી ઉપાય. લખનઉની લોકબંધુ હોસ્પિટલના 32 દર્દીઓ ઉપર કરવામાં આવેલો પ્રયોગ.

લખનઉ (ધર્મેન્દ્ર મિશ્રા). કોરોના ચેપની શરૂઆતથી જ આયુર્વેદિક સારવાર આ જોખમી વાયરસનો હરાવવાના પ્રયાસમાં લાગેલા છે. તેમાં ઉકાળો ખૂબ જ અસરકારક સાબિત થયો છે. આ સાથે જ હવે આ ઉપાય પણ સામે આવ્યો છે, જેમાં સુંઠ પાવડર અને લસણનો ઉપયોગ અદભૂત છે.

લોકબંધુ હોસ્પિટલના ડોકટરોએ સુંઠ પાવડર અને લસણનો ઉપયોગ કરીને માત્ર પાંચ દિવસમાં કોરોનાને હરાવવાનો દાવો કર્યો છે. પ્રથમ તબક્કામાં, જે 16 દર્દીઓને સુંઠ પાવડર અને લસણ આપવામાં આવ્યા તે તમામના રીપોર્ટ પાંચ દિવસમાં નેગેટીવ આવી ગયા. આ પરિણામો પછી સંપૂર્ણ પદ્ધતિ ઉપર વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

રામસાગર મિશ્રા હોસ્પિટલના દર્દીઓ ઉપર પણ થશે પ્રયોગ

આ અભ્યાસનો અહેવાલ તૈયાર કરી રહેલા લોકબંધુ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.ડી.એસ. નેગીએ જણાવ્યું હતું કે વધુ નમૂનાની તપાસ પછી પરિણામ અને સારી સારવાર પદ્ધતિનો પ્રચાર પણ કરવામાં આવશે. ઉપરાંત, કેન્દ્રીય આયુષ મંત્રાલય સહિત અન્ય સંબંધિત સંસ્થાઓ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. નમૂનાની તપાસમાં વધારો કરવા માટે, હવે સાઢામઉની રામસાગર મિશ્રા હોસ્પિટલના દર્દીઓ પણ આ અધ્યયનમાં શામેલ કરવામાં આવ્યા છે.

પ્રારંભિક સારવાર 32 દર્દીઓ ઉપર કરવામાં આવી

લોકબંધુ હોસ્પિટલમાં પંચકર્મ અને આયુર્વેદ નિષ્ણાંત ડો.આદિલ રઈશ કોરોનાની સારવારની આ પદ્ધતિ ઉપર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં 32 દર્દીઓનો ઉપચાર કરવામાં આવ્યો હતો. આમાંથી અડધા દર્દીઓને ઉકાળો અને અડધા દર્દીઓને સવારે અને સાંજે સુંઠનો પાઉડર અને લસણ આપવામાં આવ્યું હતું. વય જૂથ 25 થી 60 વર્ષની વચ્ચે રાખવામાં આવે છે.

આમાં ફક્ત એવા દર્દીઓ શામેલ કરવામાં આવ્યા છે કે જેને કોવિડ-19 સિવાય કોઈ બીજી ગંભીર બીમારી ન હતી. અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે 16 દર્દીઓને સુંઠ પાવડર અને લસણ આપવામાં આવ્યું. તેના રીપોર્ટ પાંચ દિવસમાં જ નેગેટીવ આવી ગયા હતા. જેને ઉકાળો આપવામાં આવ્યો તેના પરિણામ પણ સારા આવ્યા. તમામ 16 દર્દીઓ સાત થી 12 દિવસમાં સાજા થઇ ગયા.

આવી રીતે આપવામાં આવ્યો ઉકાળો, સુંઠ પાવડર અને લસણ

ડો.આદિલે જણાવ્યું હતું કે સવારે અને સાંજે સુંઠ પાવડર ગરમ પાણીમાં દર્દીઓને આપવામાં આવે છે. ઉપરાંત કાચા લસણના એક-બે પીસ સવારે અને સાંજે ચાવીને ખાવા આપવામાં આવે છે. ઉકાળો બનાવવાની પદ્ધતિ વિશે તેમણે કહ્યું કે તે સામાન્ય છે, જેમાં બે-ચાર વધારાની જડીબુટ્ટી વાળી વનસ્પતિઓ તેમના તરફથી ઉમેરવામાં આવી છે. અમે અત્યારે તેના ઉપર કામ કરી રહ્યા છીએ. કુલ 80 દર્દીઓ ઉપરના પ્રયોગ બાદ ઉકાળો બનાવવાની પદ્ધતિ જાહેર કરવામાં આવશે.

સુંઠ પાવડર અને લસણ ઉપર એટલા માટે વિશ્વાસ

ડો.આદિલના જણાવ્યા મુજબ સુંઠ પાવડર અને લસણ માત્ર સુસ્ત પડેલી જઠરાગ્નિ (પેટની આગ) ને તીવ્ર બનાવવા માટે જ આપવામાં આવ્યાં હતાં. એવું એટલા માટે કે આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે તાવ આવવો અથવા અન્ય કોઈ વિકાર મંદાગ્નીના અભાવને કારણે થાય છે. આ સ્થિતિમાં પાચન શક્તિ નબળી પડી જાય છે. રોગ પ્રતિકારક શક્તિ પણ ઝડપથી નીચે આવે છે.

સુંઠ અને લસણ બંનેની તાસીર મંદાગ્નીને ઝડપી બનાવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ અસરકારક છે. આથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો. આયુર્વેદ સ્પષ્ટપણે માને છે કે જો વ્યક્તિની પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ યોગ્ય છે, તો તે કોઈપણ વાયરસ, બેક્ટેરિયા અને અન્ય રોગો સામે લડી શકે છે.

સુંઠ અને લસણના ઔષધીય ગુણ

રાજ ભવનના ભૂતપૂર્વ આયુર્વેદ તબીબી અધિકારી ડો.શિવશંકર ત્રિપાઠી કહે છે કે સુંઠમાં વાત અને કફ નાશક એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. પાચન શક્તિમાં વધારો કરવા સાથે, ભૂખ ઓછી લાગવાની ફરિયાદ અને સુસ્તી દુર કરવાના ગુણ પણ તેમાં હોય છે. લસણ એંટીપ્રાયરેટિક, એન્ટિવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને કોલેસ્ટ્રોલને ઘટાડનારુ હોય છે. તે સાંધાનો દુઃખાવો ઘટાડવા સાથે જ હાર્ટનું બ્લોકેજ પણ અટકાવે છે. ઉત્તમ કફદોષ નાશક છે. તે બંને અગ્નિવર્ધક અને રોગપ્રતિકારક શક્તિ વર્ધક પણ હોય છે.

પંચકર્મ શું છે?

રાષ્ટ્રીય આયુર્વેદ શાળા, આયુષ્ય વિભાગ ભારત સરકારના સભ્ય ગુરુ વૈદ્ય અચ્યુતકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આયુર્વેદ ઉપચાર બે પદ્ધતિઓથી થાય છે. સુધારણા અને પ્રક્રિયા. તેમાંથી શરીરના દોષો (વાત, પિત્ત, કફ) ને પાંચ ક્રિયાઓ (કર્મ) દ્વારા બહાર કાઢવા (જેમાં સ્નેહન, પરસેવો, ઉલટી, શુદ્ધિકરણ, વમન, વિરોચન નયસ્ક વગેરે ક્રિયાઓ) ને પંચકર્મ અને જુદા જુદા રોગો મુજબ ઔષધી આપીને તેને શરીરમાં જ નાશ કરવાને સંસમન કહે છે.

આ રીતે ઉકાળો બનાવવામાં આવે છે

ચાર ભાગ તુલસી, બે ભાગ તજ, બે ભાગ સુંઠ, એક ભાગ કાળા મરીને વાટીને નાંખો લો. ત્યાર પછી બે કપ પાણીમાં ત્રણ ગ્રામ વાટેલો પાવડર અને સ્વાદ મુજબ ગોળ કે રાબ મિક્સ કરીને આગ ઉપર બરાબર પકાવો. એક કપ પાણી રહે પછી ઉકાળો તૈયાર થઇ જાય છે. તેને ગાળીને ગરમ ચાની જેમ પીવો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.