સુરજ આથમ્યા પછી ભૂલથી પણ ન કરો આ 10 કામ, રિસાઈ શકે છે લક્ષ્મીજી

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો તમામ ઉપાય કરે છે, જેનાથી એમના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય. પરંતુ જાણે અજાણે ઘણી વખત આપણે એવી વસ્તુ કરી બેસીએ છીએ, જેનાથી દેવી માં રિસાઈ શકે છે. અને તેનાથી ઘરમાં ગરીબી આવે છે. તો કઈ છે તે વસ્તુ જે આપણે રાતના સમયે ન કરવી જોઈએ? આવો જાણીએ.

હિંદુ શાસ્ત્રો મુજબ સાંજ પડ્યા પછી અમુક કામો કરવાની મનાઈ કરવામાં આવી છે, જે આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. તો તમે પણ આ વાતોને ધ્યાનમાં રાખીને લક્ષ્મી માતાને નારાજ થતા અટકાવી શકો છો.

૧. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સુરજ આથમ્યા પછી આપણે કોઈપણ દૂધ, દહીં કે બીજી સફેદ વસ્તુ કોઈને આપવી જોઈએ નહી. કેમ કે આ બધામાં ચન્દ્રનો વાસ હોય છે. સાંજે તે કોઈ બીજા વ્યક્તિને આપવાથી ચન્દ્ર ગ્રહ નબળો થઇ શકે છે.

૨. સુરજ આથમ્યા પછી ક્યારે પણ તુલસીના પાંદડા ન તોડો, તેનાથી તુલસીના વૃક્ષનું અપમાન થાય છે.

૩. સાંજ થયા પછી ક્યારે પણ પથારીમાં બેસીને ખાવું ન જોઈએ. કેમ કે તેની ઉપર સુતી વખતે તમારામાં નકારાત્મકતા આવી શકે છે. તેનાથી ખરાબ સપના દેખાઈ શકે છે.

૪. સુરજ આથમ્યા પછી ક્યારે પણ ઘરમાં ઝાડું ન મારવું જોઈએ. કેમ કે તેનાથી માં લક્ષ્મી ઘર માંથી જઈ શકે છે. તેનાથી ધનનો નાશ થઇ શકે છે.

૫. સુરજ આથમતી વખતે કોઈને પણ ઉધાર ન આપવું જોઈએ. તેનાથી માં લક્ષ્મી રિસાઈ શકે છે. અને આમ કરવાથી તમારા નસીબનું શુભ ફળ પણ બીજી વ્યક્તિને મળી શકે છે.

૬. સુરજ આથમ્યા પછી ક્યારે પણ તુલસીના પાંદડા કે કોઈ બીજા ઝાડને પણ તોડવા ન જોઈએ. તેનાથી નકારાત્મકતા આવે છે. શાસ્ત્રો અનુસાર ઝાડમાં પણ જીવ હોય છે, અને રાત્રે તે પણ આરામ કરે છે. પરંતુ તે સમયે પાંદડા તોડવાથી તેનું અપમાન થાય છે. તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે.

૭. ઘણા લોકો કામકાજથી થાકીને આવતાની સાથે જ સુઈ જાય છે. પરંતુ હિંદુ શાસ્ત્રો મુજબ સૂર્ય આથમતા સમયે ક્યારે પણ સુવું ન જોઈએ. કેમ કે તેની વચ્ચે સવાર અને સાંજ બન્નેના સમયનો મેળ થાય છે. તે સમયે સુવાથી ઘરમાં ક્યારે પણ બરકત આવતી નથી.

૮. સુરજ આથમ્યા પછી ક્યારે પણ ઘરમાં કોઈ ખૂણામાં કચરો ન રાખવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. સાથે જ માં લક્ષ્મી ઘર માંથી જતા રહે છે.

૯. સુરજ આથમ્યા પછી ક્યારે ઘરમાં અંધારું ન રાખો. એમ કરવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. તેનાથી બચવા માટે ભગવાન સામે દીવડો જરૂર પ્રગટાવો.

૧૦. સાંજ પડ્યા પછી ઘરે આવેલા મહેમાનને ક્યારેય ખાલી હાથ ન મોકલો, અને ન તો તેને ભૂખ્યા જવા દો. કેમ કે માનવામાં આવે છે કે, તે સમયે કોઈનું આવવું દેવી દેવતાનું પ્રતિક હોય છે. એટલા માટે તેને સન્માન સાથે વિદાય કરો. તેનાથી ઘરમાં ખુશીઓ રહે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.