સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

સૂરમા ભોપાલીના મૃત્યુએ જય-વીરુને અંદરથી ભાંગી નાખ્યા, અમિતાભે દુઃખી થઈ કહ્યું – એક એક કરીને બધા…..

જગદીપ એક એવો દુર્લભ કલાકાર હતો કે જે રડતી વ્યક્તિને પણ હસાવવાની ક્ષમતા ધરાવતો હતો અને આજે તે સ્ટાર પણ જતો રહ્યો.

વર્ષ 2020 બોલિવૂડ માટે ખૂબ જ ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બોલીવુડે એકથી એક ચડિયાતા સ્ટાર ગુમાવ્યા છે. તાજેતરમાં જ ફિલ્મ ‘શોલે’ માં ‘સુરમા ભોપાલી’નું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા જગદીપ જાફરી વૃદ્ધાવસ્થાની તકલીફને કારણે અવસાન પામ્યા હતા.

જગદીપ 81 વર્ષના હતા અને મુંબઇ આવેલા તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. જગદીપની વિદાયથી આમ તો બધાને આંચકો લાગ્યો છે. બોલીવુડના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે. તેવામાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ પણ સુરમા ભોપાલીને યાદ કરીને તેમના વિશે ઘણી ભાવનાત્મક વાતો લખી છે. બંનેએ જગદીપ સાથે ફિલ્મ ‘શોલે’ માં કામ કર્યું હતું.

બિગ બી ને યાદ આવ્યા હસતાં એવા જગદીપ

અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની બ્લોકસ્ટર ફિલ્મ ‘શોલે’ માં એકથી એક ચડિયાતા પાત્રો હતા. તેમાં એક પાત્ર જગદીપ જાફરી દ્વારા ભજવેલ સુરમા ભોપાલીનું હતું. બિગ બીએ તે પળોને યાદ કરતાં લખ્યું – ગઈ રાત્રે આપણે એક વધુ હીરો ગુમાવી દીધો. જગદીપ હાસ્ય અભિનયની અનોખી કુશળતા ધરાવતો કલાકાર હતો. તેમણે પોતાની એક અનોખી સ્ટાઇલ વિકસાવી હતી અને મને તેની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. જે પ્રેક્ષકોને સૌથી વધુ યાદ છે તે ‘શોલે’ અને ‘શહેંશાહ’માં તેનું કામ.

અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું છે કે તેમણે તેમની પ્રોડક્શનમાં બનેલી ફિલ્મમાં મને અતિથિની તરીકે હાજરી માટે વિનંતી કરી હતી, જે મેં કરી પણ હતી. તે એક સાચો માણસ હતો, જેને કરોડો લોકો ચાહતા હતા. તેમના માટે મારા તરફથી પ્રાર્થના. જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું અને ફિલ્મો માટે તેણે જગદીપ નામ રાખ્યું હતું. જોકે આજે પણ લોકો તેને ‘સૂરમા ભોપાલી’ ના નામથી ઓળખે છે.

બિગ બીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે એક પછી એક તેની સાથે કામ કરતા લોકો આ દુનિયામાંથી વિદાય લઇ રહ્યા છે. તેમણે લખ્યું કે તે એક પછી એક કરીને તે બધા જતા રહ્યા છે… ઉદ્યોગને તેમના કામ અને અવિશ્વસનીય સમર્થન પછી આ રીતે વંચિત છોડીને.

જગદીપ માટે ધર્મેન્દ્રએ કહી આ વાત

ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર પણ જગદીપની સાથે જોવા મળ્યો હતો. તેના માટે પણ જગદીપની વિદાય ઊંડો આઘાત આપી ગઈ. તેમને યાદ કરતાં ધર્મેન્દ્રએ કહ્યું હતું કે કોમેડી એ સૌથી મુશ્કેલ કામ છે. જે જગદીપ ઘણી સરળતાથી કરતા હતા. તમે કોઈને ઉદાસ તો એક સેકન્ડમાં કરી શકો છો, કોઈની ભાવના સાથે એક ક્ષણ પણ રમી શકો છો, પરંતુ કોઈ ઉદાસ વ્યક્તિને હસાવી દેવા ઘણી મોટી વાત હોય છે.

ધર્મેન્દ્રએ વધુમાં કહ્યું કે હું જગદીપને ઘણા સમય પહેલાથી જાણતો હતો. અમે શરૂઆતના દિવસોમાં ખૂબ સારા મિત્રો બની ગયા હતા. જગદીપને ખાવા પીવાનો ખૂબ શોખ હતો. તે પોતે ઘણી સારી વાનગીઓ બનાવતો હતો. ‘પ્રતિજ્ઞા’માં તેની ભૂમિકા ઘણી સારી હતી. તે દરેક ભૂમિકામાં તેનો સ્વાદ ઉમેરતો હતો. આ એક સાચા હાસ્ય કલાકારની ઓળખ છે. તેના કારણે, તેણે જે પણ રોલ કર્યા તે ઘણા જ સુદંર રહ્યા હતા.

હૃદયમાં જીવંત રહેશે ‘સુરમા ભોપાલી’

ધર્મેન્દ્રએ કહ્યું કે મેં ક્યારેય જગદીપને પૂછ્યું નહીં કે તેણે તેનું નામ કેમ બદલ્યું. અમારા દિવસોમાં જે નામ રાખવામાં આવતા તે મહિના અથવા અઠવાડિયા કે દિવસને પણ યાદ કરાવતા હતા. ઉદાહરણ તરીકે, જો કોઈનો જન્મ મંગળના દિવસે થયો, તો તેનું નામ મંગળ રાખવામાં આવું હતું. તેમાં વર્ષ અને તારીખ રાખવામાં આવતી ન હતી. જેથી આપણે તેની ઉંમર જાણી શકીએ નહીં. તે યુવાન રહ્યો, તે જીવતો રહ્યો. જો કે, અમે બંને આટલા વર્ષો સાથે રહ્યા. હવે એવું લાગે છે કે મારી અંદરથી કંઈક તૂટી ગયું છે.

તમને જણાવી દઈએ કે જગદીપ જાફરીએ લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં તેને ફિલ્મ ‘પુરાના મંદિર’માં મચ્છરની ભૂમિકા માટે પણ તેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. વળી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ માં તેણે સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી. આ પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

પોતાની કોમિક ટાઈમિંગને કારણે જગદીપ હંમેશા દર્શકોનો ફેવરિટ રહ્યો. જગદીપના જીવનનું એક માત્ર ધ્યેય હતું કે આવો હસતા-હસતા અને જાવ હસતા-હસતા અને જેવી રીતે તેમણે દુનિયાને હસાવી તેવી જ રીતે છેલ્લી ઘડીમાં હસતા હસતા આ દુનિયાથી ચાલ્યા પણ ગયા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.