રસ્તા પર રહે છે આ મહાન વૈજ્ઞાનિક! જેણે આખી દુનિયાને વિચારવા માટે મજબુર કરી દીધા

કોલકાતામાં કે.સી.પોલ નામના એક વ્યક્તિ રહે છે જે ભુકેન્દ્રિત ખગોળ વિજ્ઞાનના પ્રાસ્તુતકર્તા છે. બીજા કોઈ વિશેષ જ્ઞાન અને અનુભવ વગર તેમણે સિદ્ધ કર્યું કે પૃથ્વી બધા ખગોળીય ગ્રહોનું કેન્દ્ર છે. જે ચિત્રમાં દર્શવવામાં આવે છે:

પોલે પોતાના જીવનના મહત્વપૂર્ણ 40 વર્ષ માત્ર આ સિદ્ધ કરવામાં પુરા કરી દીધા કે પૃથ્વી પોતાના સ્થાન પર સ્થિર છે અને શાંત છે. આને પોલનું પાગલપન પણ કહી શકાય. પોલ ના કહ્યા પ્રમાણે બધા ગ્રહો પૃથ્વીની ચારે બાજુ પરિક્રમા કરે છે અહીંયા સુધી કે સૂર્ય પણ પૃથ્વીની પરિક્રમા કરે છે.

18 ઓગસ્ટ 2003 માં પોલ પોતાના મકાનની માલિકી ગુમાવી ચુક્યા હતા અને અત્યારે તે પોતાનું જીવન કલકત્તાના રસ્તા પર વિતાવી રહ્યા છે. પોલનું કહેવું છે કે તેમને કોઈ પેન્શન મળી રહ્યું નથી અને તે પોતાનું ગુજરાન માત્ર મહિના ના 500 રૂપિયા એટલે કે 17 રૂપિયા પ્રતિ દિવસમાં ચલાવે છે.

પોલનો જન્મ 1942માં હાવડાના એક ગામમાં થયો હતો. આર્થિક મજબૂરીના કારણે તેમણે એક સ્થાનિક શાળામાં પ્રવેશ મેળવ્યો. પરંતુ તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શક્યા નહિ.

1965માં ભારત ચીન વચ્ચેના યુદ્ધ દરમિયાન તેમણે ભારતીય સેનામાં કોન્સ્ટેબલના પદ પર નોકરી કરી. શરૂઆતમાં તેમની ભરતી ફતેહગઢ, ઉત્તરપ્રદેશમાં થઇ. એ દરમિયાન તેમના મગજમાં એ વાત આવી કે સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરે છે. તેમણે પોતાનો અભ્યાસ શરુ કર્યો અને 1974માં આ નક્કી થઇ ગયું કે સૂર્યની પરિક્રમા પૃથ્વી નહિ પરંતુ સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરે છે.

હિન્દી છાપુ અમર ઉજાલાએ એક વખત તેમનું ઇન્ટરવ્યુ લીધું. આરમીમાં સેવા આપતી વખતે વગર મંજુરીએ સમાચારપત્રોને ઇન્ટરવ્યુ આપવા ના કારણે તેમને આર્મીમાંથી નિષ્કાષિત કરવા માં આવ્યા હતા.

આ એક અત્યંત દુઃખની વાત છે કે જે વ્યક્તિએ પોતાના જીવનના 40 વર્ષ અર્પણ કર્યાં તે આજે રસ્તા પર જીવન વિતાવી રહ્યા છે.