સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

સુશાંત સિંહ કેસમાં નવો ખુલાસો : રસોયાએ જણાવ્યું ડિપ્રેશનમાં નહોતા સુશાંત, રિયા ઇચ્છતી હતી તેનો કાંટો કાઢી નાખવો.

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના કેસમાં હવે રોજ કોઈને કોઈ નવો વળાંક દેખાઈ રહ્યો છે. રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR દાખલ થયા પછી આ કેસના બધા સમીકરણ બદલાઈ ગયા છે. મુંબઈ પોલીસ સિવાય બિહારથી પણ પોલીસની એક ટીમ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. એવામાં સોશિયલ મીડિયા પર પણ એક્ટરને ન્યાય અપાવવાની માંગણી તેજ થઈ ગઈ છે.

સુશાંતના ડિપ્રેશન પર કુકનું મોટું નિવેદન :

આજતકે સુશાંત સિંહ રાજપૂતના રસોયા અશોક કુમાર ખાસૂ સાથે વાતચીત કરી છે. ઇન્ટરવ્યૂમાં અશોક સાથે સુશાંતના જીવન સાથે જોડાયેલા ઘણા સવાલ પૂછવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તીને લઈને પણ ઘણી વાતો ખબર પડી છે. આ સમયે સુશાંતના ડિપ્રેશનમાં હોવાને લઈને પણ ઘણા વિવાદ જોવા મળી રહ્યા છે. આ સવાલ પર એક્ટરના રસોયાએ સ્પષ્ટ કહ્યું કે, તેમની સામે સુશાંતે ક્યારેય કોઈ ડિપ્રેશનની દવા નથી લીધી.

તે કહે છે – જ્યાં સુધી હું સુશાંત સર સાથે હતો, તેમણે ડિપ્રેશનની કોઈ દવા નથી લીધી. જે લોકો આ ડિપ્રેશન વાળી વાત કહી રહ્યા છે, તેમને એ પૂછવું જોઈએ કે આ ડિપ્રેશન ક્યાંથી આવ્યું?

સુશાંતના બોલીવુડ કરિયરને લઈને પણ ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી એક્ટર પાસે કામ હતું નહિ. પણ સુશાંતના રસોયાને એવું નથી લાગતું. તેમના અનુસાર તો સુશાંત હંમેશા વ્યસ્ત રહેતા હતા.

રસોઈયો જણાવે છે કે, સુશાંત સરનો ક્યારેય કોઈ ઝગડો નથી થયો. એવું પણ નથી થયું કે તેમની પાસે કોઈ કામ ન હતું. તે સતત ફિલ્મો કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તે દિલ બેચારા પછી બ્રેક પર હતા કારણ કે તે સતત કામ કરી રહ્યા હતા.

એક્ટરને મળવા માટે અટકાવવામાં આવ્યા?

એક્ટરના રસોયાએ એ વાતની પણ જાણકારી આપી છે કે, તે સુશાંતને ત્યાં 2016 થી કામ કરી રહ્યા હતા. તે પહેલા તે અનુષ્કા શર્માને ત્યાં રસોયાનું કામ કરતા હતા. પણ ગયા વર્ષે અશોક પોતાના હોમટાઉન નેપાળ જતા રહ્યા હતા. ત્યારબાદ જયારે તેમણે નવેમ્બરમાં ફરી સુશાંત સાથે મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને મળવા દેવામાં આવ્યા નહિ. પોતાના આ અનુભવ વિષે અશોક જણાવે છે કે, હું જયારે તેમને મળવા ગયો ત્યારે તેમની સાથે મારી મુલાકાત થઈ શકી નહિ. મને નીચેથી જ કહી દેવામાં આવ્યું કે તે વ્યસ્ત છે.

રિયા સુશાંતનો રસોઈયો બદલવા માંગતી હતી?

અશોક અનુસાર તેમના ગયા પછી સુશાંતને ત્યાં તેમનો જ કોઈ બીજો ઓળખીતો વ્યક્તિ રસોઈયો બનીને કામ કરી રહ્યો હતો. પણ રિયા ચક્રવર્તી ઇચ્છતી હતી કે, તે રસોઈયો સુશાંતનું કામ છોડી દે. તેના પર અશોક કરે છે કે, મને તે છોકરો જણાવી રહ્યો હતો કે, રિયા ઇચ્છતી હતી કે તે સુશાંતનું કામ છોડી દે. પણ મેં તેને કહી દીધું હતું કે, જ્યાં સુધી સુશાંત સર નહિ કહે, ત્યાં સુધી કામ છોડતો નહિ.

તેમજ હાલમાં જ પોલીસે સુશાંતના એક નવા રસોયા નીરજનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરી લીધું છે. નીરજે જણાવ્યું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં સુશાંત યુરોપ ટ્રિપ પર ગયા હતા. પણ જયારે તે દિવાળી પર પાછા આવ્યા હતા, ત્યારે તેમની તબિયત થોડી ખરાબ હતી.

એક્ટરના રસોયાએ એ વાતની પણ જાણકારી આપી છે કે, રિયા ચક્રવર્તી પહેલા કીર્તિ ખરબંદા સુશાંતને મળવા આવતી હતી. તેમજ એ પણ જાણકારી સામે આવી છે કે, સુશાંતની દિલ્લી વાળી બહેન પણ ઘણા દિવસો સુધી સુશાંત પાસે રહીને ગઈ હતી. અશોક સુશાંતના ઘણા નજીકના રસોયા માનવામાં આવે છે. તે તેમની ફિલ્મ શૂટિંગ દરમિયાન પણ આવતા હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.