સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

સુશાંત કેસમાં, પોલીસ તપાસમાં રિયા ચક્રવર્તીની સંપત્તિ ઝડપી રીતે વધતી અને સુશાંતની કંગાળ થવાની વાર્તા બહાર આવી છે. …

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મામલે પોલીસ તપાસમાં રિયા ચક્રવર્તીની સંપત્તિ ઝડપી રીતે વધવાની અને સુશાંતની કંગાળ બનવાની વાત બહાર આવી છે. ખુદ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ જણાવ્યું છે કે ચાર વર્ષમાં સુશાંતના ખાતામાંથી 50 કરોડ કાઢવામાં આવ્યા છે, જ્યારે સુશાંતે આ દરમિયાન કોઈ નવી સંપત્તિ ખરીદી નથી. બીજી તરફ રિયાએ આ સમયગાળા દરમિયાન કરોડો રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો, જ્યારે તેની આવક એટલી વધારે નથી. ઇડી દ્વારા પણ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

બે-ત્રણ વર્ષમાં કરોડોના બે ફ્લેટ ખરીદ્યા

જો સૂત્રોની વાત માનીએ તો, રિયાની વર્ષની આવક 15 થી 17 લાખ છે, જ્યારે બે-ત્રણ વર્ષમાં તેણે કરોડો રૂપિયાના બે ફ્લેટ ખરીદ્યા છે. તેમાંથી એક નવી મુંબઈમાં એક ફ્લેટ છે, જે રિયાના નામે બતાવવામાં આવી રહ્યો છે. બીજો ફ્લેટ ખારમાં છે, જે મુંબઈનો સૌથી પોશ વિસ્તાર, આ ફ્લેટ રિયાના પિતાના નામે રજિસ્ટર થયેલ છે. સુશાંતની બે કંપનીઓના સરનામાં પણ નવી મુંબઈમાં રિયાના પિતાના નિવાસ સ્થાનના છે.

સુશાંત વાતચીતમાં નોર્મલ રહેતા હતા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં, પટણા પોલીસે થોડા દિવસો પહેલા તેની નજીકની ફિલ્મ ડિરેક્ટર રૂમી જાફરીની પૂછપરછ કરી હતી. ત્યારે તેવું બહાર આવ્યું હતું કે સુશાંતે તેની સાથે 13 જૂન સુધી સામાન્ય વાતચીત કરી હતી. કોલ વિગતોથી જાણવા મળ્યું છે કે, 12 અને 13 જૂનના રોજ સુશાંતે બે અન્ય ફિલ્મ દિગ્દર્શકો અને નવી ફિલ્મ વિશે ટેલેન્ટ મેનેજર સાથે વાતચીત કરી હતી. આ ત્રણેય લોકોએ સુશાંત સાથે સામાન્ય વાતચીત કરી હોવાનું જણાવ્યું છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.