સ્વાદિષ્ટ અને મોમાંથી પાણી આવી જાય એવી ચટાકેદાર સિંઘોડાના લોટની કઢી બનાવવાની વિધિ.

સિંઘોડાના લોટની કઢી બનાવવાની રીત :-

આજના સમયમાં ઘણા લોકો વ્રત રાખતા હોય છે, અને વ્રતમાં અનેક પ્રકારની વાનગી બનાવતા હોય છે, અને વ્રત આનંદથી ઉજવતા હોય છે, આજે એક એવી જ વાનગી વિષે જણાવીશું. જે વ્રતમાં ખાઈ શકાય છે, અને આ વાનગી એકદમ નવી જ છે. જેનું નામ તમે કદાચ આજ પહેલા કદાચ સાંભળ્યું પણ નહિ હોય. આ એક સરળ કઢી રેસીપી છે જે નવરાત્રીના વ્રત કે એકાદશી દરમિયાન ખાઈ શકાય છે.

આ કઢીને સિંઘોડાના લોટ અને સિંધવ મીઠું માંથી આ કાઢીને તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી આખા લાલ મરચા, મીઠો લીમડોનો વઘાર આપવામાં આવે છે. સિંઘોડાની કઢીને તમે સમકના ચોખા સાથે લંચ કે ડીનરમાં ક્યારે પણ ખાઈ શકો છો. વ્રતની પારંપરિક ફરાળી અને સ્વાદિષ્ટ બનાવો સિંઘોડાના લોટની સ્વાદિષ્ટ કઢી. જે બનાવવી ઘણી સરળ છે. આવો અહિયાં જાણીએ તેની રેસીપી.

જરૂરી સામગ્રી :

૧ કપ ખાટું દહીં

૨ મોટા ચમચા સિંઘોડાનો લોટ

સ્વાદ મુજબ સિંધવ મીઠું

૧/૪ ચમચી લાલ મરચું પાવડર

૧/૨ ઇંચ તજના ટુકડા

૩-૪ કપ સમુચિ મરચા

૮-૧૦ પાંદડા મીઠો લીમડો

૨ ચમચી ઘી

૧ મોટો ચમચો લીલા ધાણા

૩ કપ પાણી

બનાવવાની રીત :

દહીંને ૨ કપ પાણીમાં ભેળવીને સારી રીતે ફેટી લો.

સિંઘોડાના લોટને ચાળીને દહીંમાં સારી રીતે ભેળવી દો.

એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં જીરું અને તજ નાખીને પકાવો, જીરું નાખ્યા પછી આખા લાલ મરચા, મીઠો લીમડો નાખીને પકાવો.

દહીં વાળું મિશ્રણ અને એક કપ પાણી ભેળવીને ધીમા તાપ ઉપર પાકવા દો.

જયારે કાઢી થોડી ઘાટી થઇ જાય, તો ગેસ ધીમો કરીને ૪-૫ મિનીટ પકાવો.

આ રીતે તૈયાર થઇ જશે સિંઘોડાના લોટની સ્વાદિષ્ટ અને મોમાંથી પાણી આવી જાય એવી ફરાળી કઢી.

આમાં તમે તમારી રીતે ફેરફાર પણ કરી શકો છો અને આમાં કોઈ ફરાળી વસ્તુ એડ કરીને પણ આને વધુ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવી શકો છો, શું તમે આ આવી કઢી ઘરે બનાવો છો? તમને લાગતો ફેરફાર કોમેન્ટમાં લખશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.