સ્વાદિષ્ટ કાશ્મીરી દમ આલુ બનાવની વિધિ. એટલા સ્વાદિષ્ટ કે ખાધા પછી અઠવાડિયે એક વાર જરૂર બનાવશો.

બટેટા માંથી બનેલું શાક દેશના ખૂણે ખૂણામાં પસંદ કરવામાં આવે છે. ક્યાંક જીરા આલું, તો ક્યાંક રસાદાર બટેટાનું શાક તો ક્યાંક ભર્તા અને પરોઠા ઘણા પસંદ કરવામાં આવે છે, પરંતુ જે વાત કાશ્મીરી દમ આલુંમાં છે, તે બીજા કોઈ શાકમાં ક્યાં છે.

બટેટાના શાકનો પોતાની રીતે જ અલગ સ્વાદ હોય છે. પરંતુ કાશ્મીરી દમ આલુંનો ટેસ્ટ નોર્મલ સામાન્ય બટેટાના શાકથી થોડો અલગ હોય છે. તેમાં ડીપ ફ્રાઈ કરેલા બટેટાને તમે ઈલાયચી, મસાલા પેસ્ટ અને દહીંમાં નાખીને બનાવવામાં આવે છે. અચાનક ઘરે આવેલા મહેમાનોને પણ તમે આ સ્વાદિષ્ટ શાક બનાવીને ખવરાવી શકો છો કાશ્મીરી દમ આલુના શાકને તમે ખાસ સમયે બનાવી શકે છે, તેમાં બટેટાને ફ્રાઈ કરીને ઘાટી મસાલાદાર ગ્રેવીમાં નાખવામાં આવે છે.

કાશ્મીરી દમ આલુની ગ્રેવીને ક્રીમી ફ્લેવર આપવા માટે તેમાં અમુક લોકો કાજુની પેસ્ટ પણ નાખે છે, જેનાથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે. તેને તમે તંદુરી રોટલી અને લચ્છા પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો, એટલું જ નહિ સર્વ કરતી વખતે તમે લીલા ધાણાથી ગાર્નીશ કરો અને થોડું ક્રીમ પણ નાખી શકો છો.

જરૂરી સામગ્રી :

૨૦ નાના બટેટા, અડધા ઉકળેલા

૬ મોટા ચમચા દહીં

સ્વાદ મુજબ સુંઠ પાવડર

એક મોટી ચમચી વરીયાળી, શકેલા અને વાટેલા

એક તજનો ટુકડો (એક ઇંચ મોટો)

૩ લવિંગ

એક મોટી ઈલાયચી

એક એલાયચી

૪ કાળા મરી

એજ ચમચી હિંગ

એક ચમચી જીરું

સ્વાદ મુજબ મીઠું

૩/૪ કપ તેલ

દોઢ કપ પાણી

મલાઈ (ક્રીમ)

ધાણા પાંદડા, ઝીણા કાપેલા

બનાવવાની રીત :

બટેટાને છોલી લો. પછી તેમાં કાંટા વાળી ચમચીથી કાણાં કરી દો.

દહીંને ફેંટી લો અને વાટકીમાં પાણી નાખીને તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ભેળવો.

કડાઈમાં ૩/૪ કપ તેલ નાખીને ગેસ ઉપર ગરમ કરો. પછી તેમાં બટેટા નાખીને મધ્યમ તાપે ફ્રાઈ કરો.

જયારે બટેટા હળવા સોનેરી થઇ જાય તો તેને પ્લેટમાં કાઢી લો.

હવે તાપ ચીમો કરીને કડાઈ માંથી થોડું તેલ કોઈ વાસણમાં કાઢી લો.

ત્યાર પછી કડાઈમાં વધેલું તેલ ધીમા તાપ ઉપર મુકો.

હવે તેલમાં જીરું, હિંગ, તજ, લવિંગ, કાળા મરી, ઈલાયચી અને મોટી ઈલાયચી નાખીને ફ્રાઈ કરો. પછી લાલ મરચાનો ઘોળ નાખીને ૧૦ સેકન્ડ હલાવો.

ત્યાર પછી કડાઈમાં દહીં નાખીને હલાવો.

હવે દહીંમાં ૧-૨ કપ પાણી નાખો અને હલાવો.

ત્યાર પછી દહીંના મિશ્રણમાં વરીયાળી પાવડર નાખીને ભેળવો.

પછી એક કડાઈમાં સુંઠ પાવડર નાખીને મિક્ષ કરો.

હવે તેમાં બટેટા અને મીઠું નાખીને ભેળવો. પછી કડાઈને ઢાંકી દો અને ધીમા તાપ ઉપર બટેટાને ૧૦ મિનીટ સુધી પાકવા દો.

દમ આલુંની ગ્રેવીને થોડું ઘાટું થાય ત્યાં સુધી પકાવો અને ગેસ બંધ કરી દો.

તૈયાર છે ચટાકેદાર કાશ્મીરી દમ આલું. તેને ક્રીમ અને ધાણા પાંદડા સાથે ગાર્નીશ કરીને રોટલી કે ભાત સાથે ગરમા ગરમ સર્વ કરો.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.