સ્વતંત્રતા દિવસ 2020 : લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનો આ વખતે રસપ્રદ રેકોર્ડ બનાવશે નરેન્દ્ર મોદી.

15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનો નરેન્દ્ર મોદી બનાવશે રસપ્રદ રેકોર્ડ.

પંડિત નહેરુ, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહ પછી લાલ કિલ્લા ઉપર સૌથી વધુ વખત તિરંગો લહેરાવનારા ચોથા વડા પ્રધાન બનશે નરેન્દ્ર મોદી.

દેશના લોકશાહી શાસન પ્રણાલીના પ્રતીક લાલ કિલ્લા ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ 2020 ના રોજ જ્યારે તિરંગો ફરકાવશે ત્યારે રાજકીય ઇતિહાસનો એક રસપ્રદ રેકોર્ડ પણ બનાવશે.

મોદી સતત સાતમી વખત તિરંગો લહેરાવશે અને તેની સાથે સૌથી વધુ વખત આ સૌભાગ્ય પ્રાપ્ત કરવા વાળા પ્રધાનમંત્રીઓની યાદીમાં તે ચોથા નંબર ઉપર પહોંચશે. જેમણે લાલ કિલ્લા ઉપર સૌથી વધુ વખત તિરંગો લહેરાવાનો રેકોર્ડ પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નામે છે. ઇન્દિરા ગાંધી આ સિધ્ધિમાં બીજા અને મનમોહનસિંઘ ત્રીજા ક્રમે છે.

બે એવા વડાપ્રધાન પણ હતા, જેને લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાની તક જ ન મળી.

આઝાદી પછીથી આજ સુધી સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગો લહેરાવનારા વડા પ્રધાનોની રસપ્રદ વાર્તામાં વડા પ્રધાન બનેલા તમામ નેતાઓને ઓછી કે વધુ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, પરંતુ ચંદ્રશેખર અને ગુલઝારી લાલ નંદા બે એવા વડા પ્રધાન પણ હતા. જેને લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાણી તક ન મળી શકી. નરેન્દ્ર મોદી 15 મી ઓગસ્ટના રોજ જયારે સાતમી વખત તિરંગો ફરકાવશે ત્યારે તેઓ અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાન તરીકે છ વખત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાના રેકોર્ડને વટાવી જશે.

પંડિત નહેરુએ 17 વખત સતત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવ્યો

મે, 2014 માં સત્તા સંભાળનારા મોદી જયારે 2024 માં પોતાના બીજો કાર્યકાળ પૂર્ણ કરવા સુધી 10 વખત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી મનમોહન સિંહ સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબર ઉપર આવશે. 15 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવનાર ભારતની આઝાદીનો જયઘોષ કરવા વાળા પંડિત નહેરુએ 17 વખત સતત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવ્યો. પંડિત નહેરુના અવસાન પછી ગુલઝારી લાલ નંદા માત્ર 14 દિવસ માટે વડા પ્રધાન રહ્યા હતા અને તેમની સામે આવી કોઈ તક આવી જ નહિ.

અકાળ અવસાનને લીધે લાલ બહાદુર શાસ્ત્રીને જૂન 1964 થી જુલાઈ 1966 વચ્ચે લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાની બે વખત તક મળી શકી. શાસ્ત્રીના અવસાન પછી ગુલઝારી લાલ નંદાને વડા પ્રધાન તરીકે 15 દિવસ માટે બીજી વખત તક મળી, પરંતુ તિરંગો લહેરાવવાનું સૌભાગ્ય તેમનાથી નાખુશ હતું.

ઈંદિરા ગાંધીએ સતત 11 વખત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવ્યો

દેશની પ્રથમ મહિલા વડા પ્રધાન બનનારા ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી સતત 11 વખત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવ્યો. કટોકટી પછી થયેલી ચૂંટણીમાં સત્તાની બહાર રહેલાં ઈન્દિરા ગાંધી રાજકીય રીતે પાછા ફરીને જાન્યુઆરી 1980 માં ફરીથી વડા પ્રધાન બન્યા હતા અને 31 ઓક્ટોબર 1984 ના રોજ તેમની હત્યા સુધી દેશના ઉચ્ચ કારોબારી હોદ્દા ઉપર રહ્યા હતા.

આ સમય દરમિયાન ઇન્દિરા ગાંધીએ પાંચ વખત તિરંગો લહેરાવ્યો અને તેમના પિતા પંડિત નહેરુ પછી લાલ કિલ્લા ઉપર બીજા સૌથી વધુ 16 વખત તિરંગો લહેરાવ્યો. રાજીવ ગાંધીને પણ 1984 થી 1989 વચ્ચે વડા પ્રધાન તરીકે પાંચ વખત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવાનો લહાવો મળ્યો હતો.

રાજીવ ગાંધી અને નરસિમ્હા રાવને યાદીમાં સંયુક્ત સ્થાન

લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવાના આ રસિક ઇતિહાસના નવો વળાંક આવ્યો ડિસેમ્બર 1989 માં જ્યારે વિશ્વનાથ પ્રતાપસિંહ બીજી બિન-કોંગ્રેસી સરકારના વડા પ્રધાન બન્યા. પરંતુ નવેમ્બર 1990 માં તેમની સરકારનું પતન થઇ ગયું અને માત્ર એક જ વાર તેઓ લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવી શક્યા.

કોંગ્રેસના સમર્થનથી વડા પ્રધાન બનનારા ચંદ્રશેખર જૂન 1991 સુધી સાત મહિના હોદ્દા ઉપર રહ્યા પરંતુ તિરંગો લહેરાવવાના સૌભાગ્યથી તે દૂર રહ્યા. જૂન 1991 થી મે 1996 સુધી વડા પ્રધાન રહી ચૂકેલા વડા પ્રધાન નરસિમ્હા રાવે પાંચ વખત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવ્યો. રાજીવ ગાંધી અને રાવ આ યાદીમાં સંયુક્ત રીતે છઠ્ઠા ક્રમ ઉપર છે.

અટલ બિહારી વાજપેયીએ સતત 6 વખત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવ્યો

1996 ની ચૂંટણી પછી અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન જરૂર બન્યા, પરંતુ તિરંગો લહેરાવવાની તક પહેલી વખત માર્ચ 1998 માં ચૂંટણી પછી રચાયેલી 13 મહિનાની સરકાર દરમિયાન મળી. ત્યાર પછી 1999 ની ચૂંટણીમાં પણ તેઓ પાછા આવ્યા. આમ માર્ચ 1998 થી મે 2004 ની વચ્ચે વાજપેયીએ સતત છ વખત તિરંગો લહેરાવ્યો અને સૌથી વધુ વખત તિરંગો લહેરાવા વાળા પ્રધાનમંત્રીઓમાં તે પાંચમાં નંબર ઉપર છે.

અગાઉ જૂન 1996 થી માર્ચ 1998 દરમિયાન રહેલા બે વડા પ્રધાનો એચડી દેવે ગૌડા અને ઇન્દ્રકુમાર ગુજરાલને પણ એક-એક વખત લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનું સૌભાગ્ય મળ્યું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.