તૈમુર અલી ખાનની પોપ્યુલારીટીથી દુ:ખી પાડોશીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશનમાં

બોલીવુડમાં હાલના દિવસોમાં સેલેબ્સથી વધુ તેમના દીકરાઓ સમાચારોમાં જળવાયેલા રહે છે. અને એવા જ ફેમસ સ્ટાર કીડ છે તૈમુર અલી ખાન. તૈમુરની પોપ્યુલારીટી એટલી વધુ છે કે, તેના ફોટા લેવા માટે તેના ઘરની બહાર કેમેરાપર્સન દરેક સમયે હાજર રહે છે. અને તૈમુરની એક ઝલક માટે કેમેરાપર્સન આખો દિવસ તેની રાહ જોયા કરે છે.

કારણ કે એ વાતથી તો દરેક માહિતગાર છે કે, જેવો તૈમુરનો કોઈ લેટેસ્ટ પીક્સ આવે છે, તો તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ જાય છે. જેથી સ્પષ્ટ છે કે, તૈમુરની પોપ્યુલારીટી કોઈ સ્ટારથી ઓછી નથી.

પરંતુ હવે તૈમુરની આ પોપ્યુલારીટી એના પાડોશીઓ માટે તકલીફનું કારણ બની ગઈ છે. જણાવી દઈએ કે, તૈમુરની પોપ્યુલારીટીને કારણે તેના પાડોશીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને લઇને હવે તેના પડોશીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પરંતુ પડોશીઓએ તો ફરિયાદ તૈમુર વિરુદ્ધ નહિ પરંતુ પપરાજીઓ વિરુદ્ધ કરી છે. જણાવી દઈએ કે, પપરાજીઓ એટલે એવા ફોટોગ્રાફર જે ખેલાડીઓ, અભિનેતાઓ, રાજનેતાઓ વગેરે જેવા પ્રસિદ્ધ લોકોના ફોટા પાડે છે.

ખાસ કરીને તૈમુરના લેટેસ્ટ ફોટા લેવા માટે ફોટોગ્રાફરો તેમના ઘરની બહાર ઉભા રહે છે, જેને લીધે સૈફ-કરીનાના પાડોશીઓએ દરરોજ દેકારો અને બીજી તકલીફોનો સામનો કરવો પડે છે. તેનાથી પરેશાન થઇને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

આ ફરિયાદ પછી પોલીસે ફોટોગ્રાફરોને સૈફ-કરીનાના ઘરથી દુર કરી દીધા છે. પરંતુ તે ઉપરાંત ઘણી બીજી જગ્યાઓ ઉપર તૈમુર ઉપર કેમેરાની નજર ટકેલી જ રહે છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે, સૈફ અલી ખાને પોતાના બાળક તૈમુરને લઇને ફોટોગ્રાફરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરંતુ પછી એક ઈન્ટરવ્યું દરમિયાન સૈફે આ વાતનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો હતો.

ફોટોગ્રાફરોનો પણ તેમાં કોઈ દોષ નથી. કારણ કે તૈમુરની ક્યુટનેસનો આખો દેશ દીવાનો છે. અને તેનો કોઈ પણ લેટેસ્ટ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઇ જાય છે. જેને કારણે ફોટોગ્રાફરો તૈમુરનો દરેક ફોટા માટે ઉતાવળા રહે છે. જણાવી દઈએ કે, તૈમુરના લેટેસ્ટ ફોટા હજારોમાં વેચાય છે. અને એ વાતનો ખુલાસો એક શો દરમિયાન થયો હતો. આમ તો સમાચારો તો એ પણ હતા કે, મેકર્સ તૈમુરને લઇને ફિલ્મ બનાવવા માંગે છે. પરંતુ તે બધી માત્ર ખબરો જ રહી ગઈ. આ બાબતને લઇને કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી.

આમ તો કરીનાએ એક વખત તૈમુરના ફિલ્મમાં આવવા બાબતે કહ્યું હતું કે, તેમણે ફિલ્મોમાં પોતાનું કેરિયર ઘણું જલ્દી જ શરુ કરી દીધું હતું, જેને કારણે તે વધુ અભ્યાસ ન કરી શકી. પરંતુ તૈમુરની બાબતમાં તે એવું નહિ કરે. પહેલા તૈમુર સારી રીતે અભ્યાસ પૂરો કરશે, ત્યાર પછી તે પોતે જ નક્કી કરશે કે, ખરેખર તેને કઈ લાઈનમાં આગળ જવું છે? અને શું કરવું છે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.