તજના અમૃત જેવા ઔષધીય પ્રયોગ એક બે નહિ પુરા ૬૧ રોગ માં આ રીતે કરી શકો છો ઉપયોગ

પરિચય : તજનો વિશ્વમાં મસાલા તરીકે ઉપયોગમાં કામ લેવામાં આવે છે. આ એક ઝાડની છાલ હોય છે. આવો જાણીએ તજના ફાયદા

તજ ના ગુણ :

તજ મનને પ્રફુલ્લિત કરે છે. તમામ પ્રકારના દોષને દુર કરે છે. તે પેશાબ અને ભેજ એટલે કે માસિક ધર્મ ચાલુ કરે છે. ધાતુની પુષ્ઠી કરે છે. માનસિક ઉન્માદ એટલે ગાંડપણ દુર કરે છે. તેનું તેલ શરદીની બીમારીઓ અને સોજા અને દુખાવાને શાંત કરે છે. માથાના દુખાવા માટે તે ઘણી જ ગુણકારી ઔષધી હોય છે.

તજ ઉષ્ણ, પાચક, સ્ફૂર્તિદાયક, વીર્યવર્ધક અને મૂત્રલ છે. તે વાયુ અને કફનું શમન કરીને ઉત્પન થતા ઘણા રોગોને દુર કરે છે.

તે શ્વેત રક્તકણોની વૃદ્ધી કરીને રોગ પ્રતિકારક શકરી વધારે છે. હરસ, કૃમિ, ખંજવાળ, રાજ્યલક્ષમા (ટી.બિ.), ઇન્ફલુંએંજા (એક પ્રકારનો ઠંડો ચેપી જ્વર), મૂત્રાશય ના રોગ, ટાઈફોઈડ, હ્રદય રોગ, કેન્સર, પેટના રોગ વગેરેમાં તે લાભદાયક છે. ચેપી બીમારીઓની આ ખાસ ઔષધી છે.

તજ ની ઉત્તમ ગુણવત્તાની ઓળખ :

જે તજ, પાતળા, મુલાયમ ચમકદાર, સુગંધિત અને ચાવવાથી તમતમાટ અને મીઠાશ ઉત્પન કરનાર હોય, તે ઉત્તમ હોય છે.

તજનું પ્રમાણ :

તજ ગરમ હોય છે. એટલે તેને થોડા પ્રમાણમાં લઈને ધીમે ધીમે વધારવું જોઈએ. પણ જો કોઈ પ્રકારની આડ અસર કે નુકશાન થાય તો સેવન થોડા દિવસ માં જ બંધ કરી દો છો અને ફરી થોડા પ્રમાણમાં લેવાનું શરુ કરો.
તજ પાવડરનો ઉપયોગનું પ્રમાણ ૧ થી ૫ ગ્રામ હોય છે. પાવડર ચમચીની કિનારી થી નીચે સુધી જ ભરવી જોઈએ. બાળકોને પણ આવી રીતે ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. તજ નું તેલ ૧ થી ૪ ટીપા સુધી કામમાં લઇ શકાય છે. તજ નું તેલ તીક્ષ્ણ અને તેજ હોય છે. તેથી તેને આંખોની પાસે ન લગાવો.

તજના થોડા પ્રયોગ :

૧. હડબડાવું તોતડાવું – તજ ને રોજ સવાર સાંજ ચાવવાથી હડબડાવું અને તોતડા પણું દુર થઇ જાય છે.

૨. વીર્યવર્ધક : તજને ઘણું ઝીણું વાટી લેવાય છે. તેને ૪-૪ ગ્રામ સવાર અને સાંજ સુતા સમયે દૂધ સાથે ફાંકો. તેનાથી દૂધ પચી જાય છે અને વીર્યની વૃદ્ધી થાય છે.

૩. પેટમાં ગેસ :

તજ પેટના ગેસને દુર કરે છે અને પાચનશક્તિ (ભોજન પચાવવાની ક્રિયા) બે વધારે છે.

બે ચપટી તજને વાટીને ઝીણું ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી પેટની ગેસ દુર થઇ જાય છે.

તજના તેલમાં ૧ ચમચી ખાંડ નાખીને પીવાથી પેટના ગેસમાં લાભ થાય છે. ધ્યાન રાખશો કે વધુ પ્રમાણમાં લેવાથી નુકશાન થાય છે.

૪. પિત્તની ઉલટી : તજને વાટીને મધમાં ભેળવીને રોગીને પીવરાવવાથી પિત્ત કે ઉલટી બંધ થઇ જાય છે.

૫. કબજીયાત : તજ, સુંઠ, જીરું અને ઈલાયચી થોડા પ્રમાણમાં ભેળવીને ખાતા રહેવાથી કબજીયાત અને અજીર્ણ (ભૂખ ન લાગવી) માં લાભ થાય છે.

૬. ઇન્ફલુંએન્જા : ૫ ગ્રામ તજ, બે લવિંગ અને પા ચમચી સુંઠ લઈને વાટીને ૧ લીટર પાણીમાં ઉકાળો. ચોથા ભાગનું પાણી વધે એટલે ગાળીને પાણીને ૩ ભાગ કરીને દિવસમાં ૩ વખત રોગીને પીવરાવવાથી ઇન્ફલુએન્જા માં લાભ મળે છે.

ગળાના કાકડામાં વધારો થવો : તજને ઝીણા વાટીને અંગુઠાથી સવારના સમયે કાકડા ઉપર લગાવો અને રોગીને લાળ ટપકાવવા નું કહો. આ પ્રયોગથી ગળાના કાકડા વધવાનું દુર થઇ જાય છે.

૭. અપચો : તજની બે ગ્રામ છાલ નું ચૂર્ણને દિવસમાં બે વખત પાણી સાથે લેવાથી અપચો (ભોજન નું ન પચવું) નો રોગ દુર થઇ જાય છે.

ભૂખ ન લાગવી : બે ચમચી તજ અને અજમો સરખા પ્રમાણમાં લઈને ૩ ભાગ કરીને ભોજન પહેલા ચાવવાથી ભૂખ લાગવા લાગે છે.

૮. ખાંસી :

તજ ને ચાવવાથી સુકી ખાંસીમાં આરામ મળે છે અને જો ગળું બેસી ગયું હોય તો અવાજ ચોખ્ખો થઇ જાય છે.
પા ચમચી તજના પાવડરને ૧ કપ પાણીમાં ઉકાળીને ૩ વખત પિતા રહેવાથી ખાંસી ઠીક થઇ જાય છે અને કફ બનવાનો બંધ થઇ જાય છે.

૨૦ ગ્રામ તજ, ૨૦ ગ્રામ સાકર, ૮૦ ગ્રામ પીપર, ૪૦ ગ્રામ નાની ઈલાયચી, ૧૬૦ ગ્રામ વંશલોચન ને ઝીણું વાટીને ભેળવીને ચારણીથી ચાળી લેવાય છે. ત્યાર પછી એક ચમચી મધ ને અડધી ચમચી મિશ્રણ માં ભેળવીને સવાર સાંજ ચાટો જે લોકો મધ નથી લેતા તે ગરમ પાણી થી ફાંકી લો. આ મિશ્રણ ઘરમાં રાખવામાં આવે છે. જયારે પણ કોઈને ખાંસી હોય તે આપવાથી લાભ થાય છે.

૫૦ ગ્રામ તજ પાવડર, ૨૫ ગ્રામ વાટેલ જેઠીમધ, ૫૦ ગ્રામ મુનક્કા, ૧૫ ગ્રામ બદામ ની ગીરી, ૫૦ ગ્રામ ખાંડ લઈને ઝીણી વાટીને પાણી ભેળવીને વટાણા ના દાણા આકારની ગોળીઓ બનાવી લેવામાં આવે છે. જ્યારે ખાંસી થાય ૧ ગોળી ચૂસો અથવા દર ૩ કલાક પછી એક ગોળી ચૂસો. તેનાથી ખાંસી નહી આવે અને મોઢાનો સ્વાદ હળવો થશે.
જાયફળ નું ચૂર્ણ તજ સાથે ખાવાથી જૂની ખાંસી અને બાળકોની કાળી ખાંસી દુર થઇ જાય છે.

૯. દમ : તજનો નાનો એવો ટુકડો, ચોથા ભાગનું અંજીર કે તુલસીના પાંદડા, નોસાદર (ખાવાના) જવારના દાણા જેટલું, ૧ મોટી ઈલાયચી, કાળી દ્રાક્ષ ૪ (કાળી દ્રાક્ષ) થોડી સાકર ભેળવીને ઝીણું વાટીને સેવન કરવાથી દમ ના રોગમાં લાભ થાય છે.

રીત : એક કપ પાણીમાં બધી વસ્તુ લઈને ઉકાળવામાં આવે છે. જ્યારે અડધું પાણી વધે તો ગાળીને રોજ સવાર સાંજ પીવું જોઈએ. પીવાના અડધો કલાક પછી સુધી કાંઈ ન ખાવું, પાણી પણ ન પીવું. તેના સેવન કરવાથી દમ નો હુમલો દુર થઇ જાય છે.

ગઠીયા (સાંધાનો દુખાવો/સોજો) :

૧ ભાગ મધ, બે ભાગ હળવું ગરમ પાણી અને ૧ નાની ચમચી તજ પાવડરને ભેળવી લે છે. જે સાંધામાં દુખાવો રહેતો હોય, તેની ઉપર ધીમે ધીમે માલીશ કરો. દુખાવો થોડી જ મીનીટોમાં મટી જશે.

૧ ગ્લાસ દુધમાં ૧ ગ્લાસ પાણી ભેળવીને તેમાં ૧ ચમચી વાટેલા તજ, ૪ નાની ઈલાયચી, ૧-૧ ચમચી સુંઠ અને હરડે અને લસણની કળી ના નાના નાના ટુકડા નાખીને ઉકાળો જ્યારે અડધું વધે ત્યારે ગરમ જ પીવું જોઈએ. લસણને પણ દૂધ સાથે ગળી જવું જોઈએ. તેનાથી આમવાત અને ગઠીયામાં લાભ થાય છે.

૧૦. વાળનું ખરવું : ઓલીવ ઓયલ ગરમ કરીને તેમાં ૧ ચમચી મધ અને ૧ ચમચી તજ પાવડર ભેળવીને, લેપ બનાવીને, માથામાં વાળના મૂળ અને ત્વચા ઉપર સ્નાન કરતા પહેલા ૧૫ મિનીટ પહેલા લગાવી લો. જે લોકોને માથાના વાળ ખરે છે અને જે ટાલીયા થઇ ગયા હોય તેમને ફાયદો થાય છે.

૧૧. વાળના બે મોઢા હોવા :

વાળ ઉપર એક ચમકદાર અને સુરક્ષિત પડ હોય છે જેને કયુટીકલ કહે છે. જયારે આ પડ તૂટે છે, તો વાળના ભાગ પણ તુટવા લાગે છે. ઘણી વખત વાળને વધુ પડતા સુકા અને નબળા હોવાને કારણે પણ વાળ બે મોઢા થવા લાગે છે. ભીના વાળને ઓળવાથી પણ વાળના સુરક્ષા પડને નુકશાન થાય છે અને તે પણ વાળને બેમોઢા થવાનું કારણ બને છે. આવી રીતે ઝડપથી ઓળવા અને તડકામાં વધુ રહેવાથી પણ વાળ નબળા થઇ જાય છે.
બેમોઢા વાળનો સૌથી સારો ઉપચાર છે કે તેને કાપી નાખો. વાળને નિયમિત રીતે કાપીને તેને બેમોઢા વાળા થવાથી બચાવી શકાય છે. વાળની સુરક્ષા માટે તજનો ઉપયોગ કરો. તેનાથી વાળ મજબુત અને સુરક્ષિત રહેશે.

૧૨. મૂત્રાશય ચેપ : ૨ ચમચી તજ પાવડર અને ૧ ચમચી મધને ૧ ગ્લાસ હળવા ગરમ પાણીમાં ઘોળીને પીવું જોઈએ. તેનાથી મૂત્રાશયના રોગ દુર થાય છે.

૧૩. દાંતનો દુખાવો :

એક ચમચી તજ પાવડરને ૫ ચમચી મધમાં ભેળવીને લેતા રહો. તેને દાંત ઉપર રોજ દિવસમાં ૩ વખત લગાવવું જોઈએ.

તજનું તેલ દુખતા દાંત ઉપર લગાવવાથી દાંતનો દુખાવો ઠીક થઇ જાય છે. પા ચમચી તજ પાવડરની ફાંકી ગરમ પાણી સાથે દિવસમાં ૩ વખત લેવાથી લાભ મળે છે. તેને ૧ ચમચી મધમાં પણ ભેળવીને આપી શકો છો.

૧૪. જુકામ :

૧ ગ્રામ તજ, ૩ ગ્રામ જેઠીમધ અને ૭ નાની ઈલાયચી ને સારી રીતે વાટીને ૪૦૦ મી.લિ. પાણીમાં ભેળવીને આગ ઉપર પકાવીને રાખી દો. પાક્યા પછી જ્યારે પાણી અડધું રહે તો તેમાં ૨૦ ગ્રામ સાકર નાખીને પીવાથી જુકામ દુર થઇ જાય છે.

એક મોટી ચમચી મધમાં પા ચમચી તજનો પાવડર ભેળવીને એક વખત રોજ ખાવાથી તેજ અને જુનો તાવ, જૂની ખાંસી અને સાઈનસેજ ઠીક થઇ જાય છે. તેને દિવસમાં ઓછામાં ઓછું ૩ વખત લેવું જોઈએ અને રોગ ઠીક થવા સુધી લેતા રહો. રોગ ની શરૂઆત માં તે બે વખત લેવું જોઈએ.

૧ થી ૩ ટીપા તજના તેલને સાકર સાથે રોજ ૨-૩ વખત સેવન કરવાથી જુકામમાં આરામ મળે છે. થોડા ટીપા આ તેલના રૂમાલમાં નાખીને સુંઘવાથી પણ લાભ થાય છે.

૧૫. ખંભામાં દુખાવો :

ક્યારે ક્યારે ખંભામાં દુખાવો થાય છે. તજનો ઉપયોગ કરવાથી ખંભાનો દુખાવો ઠીક થઇ જાય છે.
મધ અને તજનો પાવડરને સરખા ભાગે ભેળવીને રોજ ૧ ચમચી સવારના સમયે સેવન કરવાથી શરીરમાં જીવાણુંઓ અને વાયરલ ચેપ સામે લડવાની શક્તિ વધે છે, શરીરની પ્રતિકારક શક્તિ વધે છે. ખંભા ઉપર આ મિશ્રણનું માલીશ કરીને છેલ્લે લેપ કરવો જોઈએ.

૧૬. સંતાનવિહોણા, વાંજીયાપણું :

તે પુરુષ જે બાળક ઉત્પન કરવામાં અસમર્થ હોય છે, જો રોજ સુતી વખતે બે મોટી ચમચી તજ લે તો વીર્યમાં વધારો થાય છે અને તેની એ તકલીફ દુર થઇ જાય છે.

જે સ્ત્રીઓને ગર્ભ ધારણ જ નથી થતું, તે એક ચપટી તજનો પાવડર ૧ ચમચી મધમાં ભેળવીને પોતાના પેઢામાં દિવસમાં ઘણી વખત લગાવે. થૂંકવું નહી. તેનાથી તે લાળમાં ભળીને શરીરમાં જતું રહેશે. તેનાથી સ્ત્રીઓ થોડા જ દિવસમાં ગર્ભવતી થઇ જાય છે.

૧૭. ગર્ભસ્ત્રાવ : નબળા ગર્ભાશયને કારણે વારંવાર ગર્ભપાત થતો રહે છે. ગર્ભધારણ થી થોડા મહિના પહેલા તજ અને મધ સરખા ભાગે ભેળવીને ૧ ચમચી રોજ સેવન કરવાથી ગર્ભાશય શક્તિશાળી બને છે.

૧૮. મોઢામાં દુર્ગંઘ : તજના ટુકડા ચાવીને ચૂસવાથી મોઢાની દુર્ગંઘ દુર થઇ જાય છે અને દાંત મજબુત બની જાય છે,

૧૯. ધુમ્રપાન : ૧ ચમચી મધમાં ૧ ચમચી તજનો પાવડર ભેળવીને એક પહોળા મોઢાવાળી બોટલમાં રાખી દો. જ્યારે પણ બીડી, સિગરેટ, તમાકુ ખાવાની ઈચ્છા થાય તો તેમાં આંગળી ડુબાડીને ચૂસો. તેનાથી ધુમ્રપાન છૂટી જશે. મનમાં નક્કી કરવાથી પણ ધુમ્રપાન છોડી શકાય છે.

૨૦. કોલેસ્ટ્રોલ : બે મોટી ચમચી મધ, ૩ ચમચી તજનો પાવડર અને ૪૦૦ મી.લિ. ચા ને ઉકાળેલ પાણી ઘોળીને પીવો. તે પીધા પછી બે કલાક પછી જ લોહીમાં ૧૦ ટકા કોલેસ્ટ્રોલ ઓછું થઇ જશે. જો ૩ દિવસ સુધી સતત પીશો તો કોલેસ્ટ્રોલ પણ જુના રોગી હોય તે ઠીક થઇ જશે.

21. હાર્ટએટેક : મધ અને તજને સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી નાસ્તામાં બ્રેડ કે રોટલી માં લગાવીને રોજ ખાવ. તેનાથી ધમનીઓનું કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. જેમને એક વખત હાર્ટએટેક આવી ગયેલ છે, તેને ફરી વખત હાર્ટએટેક નહી આવે.

૨૨. લાંબુ આયુષ્ય : એક ચમચી તજના પાવડરને ૩ કપ પાણીમાં ઉકાળો. ઉકળ્યા પછી હળવું ગરમ રહે એટલે તેમાં ૪ ચમચી મધ ભેળવો. એક દિવસમાં તે ૪ વખત પીવો. તેનાથી ત્વચા કોમળ અને તાજી રહેશે અને ગઢપણ પણ દુર રહેશે.

૨૩. મોટાપો ઘટવો : ૧ કપ પાણીમાં અડધી ચમચી તજનો પાવડર ભેળવીને ઉકાળવામાં આવે છે. તેમાં ૧ ચમચી મધ નાખીને રોજ સવારે નાસ્તા પહેલા અને રાત્રે સુતા પહેલા પીવો તેનાથી વજન ઓછું થશે અને મોટાપો નહી વધે.

૨૪. બહેરાશ : મધ અને તજનો પાવડર સરખા ભાગે ભેળવીને ૧-૧ ચમચી સવાર અને રાત્રે લેવાથી સાંભળવા ની શક્તિ ફરી આવી જાય છે એટલે કે બહેરાશ દુર થઇ જાય છે.

કાનમાં ઓછું સંભળાવા નો રોગ (બહેરાશ) માં કાનમાં તજનું તેલ નાખવાથી આરામ આવે છે.

૨૫. મુંહાસે (ખીલ) : ૩ ચમચી મધમાં ૧ ચમચી તજનો પાવડર અને થોડા ટીપા લીંબુના રસને નાલ્હીને લેપ બનાવીને ચહેરા ઉપર લગાવો. પછી ૧ કલાક પછી ધોઈ લો. તેનાથી ચહેરાના મુંહાસે ઠીક થઇ જાય છે.

પા ચમચી તજમા લીંબુના રસના થોડા ટીપા નાખીને પેસ્ટ બનાવોને ચહેરા ઉપર લગાવો. તેને એક કલાક પછી ધોઈ લેવામાં આવે છે. તેનાથી મુંહાસે ઠીક થઇ જશે.

૨૬. મોઢા ઉપર ડાઘ : દુધની મલાઈમાં ચપટી ભર તજ ભેળવીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરાના ડાઘ ધબ્બા દુર થઇ જાય છે.

૨૭. ત્વચાનો ચેપ : ધાધર, ખરજવું અને તમામ ત્વચાના ચેપી રોગોને ઠીક કરવા માટે સરખા પ્રમાણમાં મધ અને તજ ને ભેળવીને રોજ લગાવવું જોઈએ.

૨૮. ડાયાબીટીસથી થતા રોગ : તજનું રોજ સેવન કરવાથી થાક, આંખોની દ્રષ્ટિ ઓછી થવી, હ્રદય, કીડની ખરાબ થવી વગેરે રોગોથી બચી શકાય છે. તેનું સેવન કરવું.

રીત : ૧ કપ પાણીમાં તજના પાવડરને ઉકાળીને, ગાળીને રોજ સવરે પીવો, તેને કોફી, ખાદ્ય પદાર્થોમાં પણ ભેળવીને પી શકો છો. તેના સેવન કરવાના દર દસમાં દિવસે મધુમેહ ની તપાસ કરાવીને તેના ફાયદા જુવો.

સાવચેતી : તજ જણાવેલ ઓછા પ્રમાણમાં લો, તે વધુ પ્રમાણમાં લેવાથી નુકશાન થઇ શકે છે.

૨૯. હિચકી : ૩ ટીપા તજના તેલને અડધા કપ પાણીમાં ભેળવીને પીવાથી હિચકી બંધ થઇ જાય છે.
તજ ચાવીને ચૂસવાથી હિચકી આવવાની બંધ થઇ જાય છે.

૩૦. પેટની જીવાત : પા ચમચી તજનું ચૂર્ણ ને ૧ ગ્રામ મધમાં ભેળવીને રોજ એક વખત લેવું જોઈએ. તેનાથી પેટની જીવાત દુર થાય છે.

૩૧. હરસ : પા ચમચી તજનું ચૂર્ણને ૧ ચમચી મધમાં ભેળવીને રોજ એક વખત લેવું જોઈએ. તેનાથી હરસ નો રોગ દુર થઇ જાય છે.

અડધી ચમચી તજના પાવડરને ૧ કપ પાણીમાં ઉકાળીને ખાવાના અડધા કલાક પહેલા સવાર સાંજ પીવાથી રક્તસ્ત્રાવી હરસ ઠીક થઇ જાય છે.

૩૨. ફોડકા : તજને પાણીમાં વાટીને ફોડકા ઉપર લેપ કરવાથી ફોડકા બેસી જાય છે અને ફોડકા પાકતા નથી.

૩૩. ત્વચા નો સોજો : તજને પાણીમાં વાટીને ચામડીમાં જ્યાં રોગ છે ત્યાં ઉપર લેપ કરવાથી ચામડીના રોગ દુર થઇ જાય છે અને સોજા વાળા ભાગ ઉપર લગાવવાથી સોજા દુર થઇ જાય છે.

૩૪. ટોન્સિલ (ગળા નાં કાકડા) : ચપટી ભર તજને એક ચમચી મધમાં ભ્લેવીને રોજ ૩ વખત ચૂસવાથી ટાંસીલ (ગાંઠ) ઠીક થઇ જાય છે.

તજને વાટીને મધમાં ભેળવીને આંગળીથી ટાંસીલ ઉપર લગાવવાથી લાભ થાય છે.

૩૫. ટાઈફોઈડ : ટાઈફોઈડ ની સારવાર જે કોઈ ઔષધી થી થઇ રહેલ છે તેની સાથે ૧ વખત રોજનું ૩ ટીપા તજના તેલમાં અડધા કપ પાણીમાં નાખીને રોગીને પીવરાવવાથી ઝડપથી લાભ થાય છે.

૩૬. યાદશક્તિ વર્ધક : સવાર સાંજ અડધી ચમચી તજના પાવડરને પાણી સાથે ફાંકી લેતા રહેવાથી મગજ ની નબળાઈ દુર થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે.

જલ વૃષણ (અંડકોશમાં પાણી ભરાઈ જવાથી સોજો) : અડધી ચમચી તજના પાવડરને સવાર સાંજ પાણી સાથે લેવાથી અંડકોશ માં પાણી ભરાઈ જવાની તકલીફ દુર થઇ જાય છે.

૩૭. પેશાબનો અટકાવ : તજ લેવાથી પેશાબ વધુ બને છે અને પેશાબનો અટકાવ દુર થાય છે. તેનાથી પેશાબ ખુલીને અને દુખાવા વગર આવે છે. પેશાબમાં મવાદ આવવો બંધ થઇ જાય છે.તેના માટે રોજ ૩ વખત અડધી ચમચી તજના પાવડરને પાણી સાથે ફંકી લો.

વિછી, ઝેરીલા જીવડા કરડવા : જ્યાં ડંખ લાગ્યો હોય કે કોઈ ઝેરીલા જીવડાજો કાંટો હોય તે સ્થાન ઉપર તજનું તેલ લગાવવાથી દુખાવો, સોજો અને બળતરા દુર થઇ જાય છે.

૩૮. યક્ષમાં (ટી.બિ.) : બે ચમચી સાકર ઉપર તજના તેલના ૪ ટીપા નાખીને રોજ ૩ વખત ખાવાથી ટી.બિ. ના રોગમાં લાભ થાય છે. જો ટી.બિ.માં ફેફસાનો રક્તસ્ત્રાવ (લોહી વહેવું) હોય છે. તેમાં અડધી ચમચી તજનો પાવડર પાણી સાથે રોજ બે વખત ફાંકી લેવાથી લાભ મળે છે.

૩૯. લોહીનો વિકાર : તજ લોહી ને શુદ્ધ કરે છે. તે લોહીને સફેદ કોશીકોની સંખ્યાને વધારે છે. તેના માટે પા ચમચી તજને એક ચમચી મધમાં ભેળવીને રોજ લેવામાં આવે છે.

૪૦. ગરમી આપનારી : જો કોઈ વ્યક્તિ બેભાન થઇ ગયો છે તેનું શરીર ઠંડુ પડી ગયું છે, નબળું પડી ગયું હોય તો તજને અડધી ચમચી તેલ ૩ ચમચી તલના તેલમાં ભેળવીને માલીશ કરવાથી શરીરમાં ગરમી અને ચેતના આવી જાય છે.

૪૧. વીર્યની પુષ્ઠી : તજ ગરમ અને ખુશ્ક હોય છે. લગભગ ૧ ગ્રામ નો ચોથો ભાગ તજ અને લગભગ ૧ ગ્રામનો ચોથો ભાગ સફેદ કાથો વાટીને પાણી સાથે દિવસમાં ૩ વખત લેવાથી પેટનું દસ્ત અને મરડો ઠીક થઇ જાય છે. ૧-૧ ગ્રામ વાટેલ તજને સવાર સાંજ ગરમ દૂધ સાથે ૧૫-૨૦ દિવસ પ્રયોગ કરવાથી વીર્ય પુષ્ઠ થઇ જશે.

૪૨. અગ્નિમાંધ : તજનું ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ દિવસમાં બે વખત પાણી સાથે લેવાથી અગ્નિમાંધ (ભૂખ ઓછી લાગવી) દુર થઇ જાય છે.

ઝીણી વાટેલી ૨ થી ૩ ગ્રામ દેશી ખાંડમાં તજનું શુદ્ધ તેલ ૫ થી ૬ ટીપા નાખીને સવાર સાંજ સુતા પહેલા રાત્રે ૧ અઠવાડિયા સુધી લેવાથી અગ્નિમાંધ (ભોજનનું ન પચવું) માં લાભ થાય છે.

૪૩. થોડા બીજા સરળ પ્રયોગ :

તજ, કાળામરી અને આદુની રાબ પીવાથી જુકામ દુર થઇ જાય છે.

તજનું સેવન કરવાથી અજીર્ણ (ભૂખ ન લાગવી), ઉલટી, લાળ, પેટનો દુખાવો અને આફરો (પેટમાં ગેસ) મટે છે. તે સ્ત્રીઓનો ઋતુસ્ત્રાવ(માસિક ધર્મ) સાફ કરે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે.

૧ ગ્રામ તજ અને પાંચ નાની હરડે ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને ૧૦૦ મી.લિ. ગરમ પાણીમાં ભેળવીને રાત્રે પીવાથી સવારે સાફ દસ્ત થાય છે અને પેટની કબજીયાત દુર થાય છે.

લગભગ ૧ ગ્રામથી ચોથા ભાગે તજ અને સફેદ કાથા નું ચૂર્ણને મધ માં ભેળવીને ખાવાથી અપચો (ભોજનનું ન પચવું) ને કારણે વારંવાર થતા પાતળા દસ્ત બંધ થઇ જાય છે.

લગભગ ૧૨૦ ગ્રામ તજનું ચૂર્ણ તાજા પાણી સાથે લેવાથી પેચીશ બંધ થઇ જાય છે.

તજનું તેલ ૨ થી ૩ ટીપા ૧ કપમાં ભેળવીને સેવન કરવાથી ઇન્ફલુંએન્જા, તાવ, દસ્ત, આંતરડાનો દુખાવો, હિચકી અને ઉલટીમાં લાભ થાય છે.

તજનું તેલ અથવા રસ રૂ નું પૂમડું પલાળીને દુખતી દાઢ કે દાંત ઉપર મુકવાથી લાભ થાય છે.

તજ, કાથો, જાયફળ અને ફટકડી ને ભેળવીને તેની ગોટી યોનીમાં રાખવાથી પ્રદર રોગ મટે છે અને યોનીનું સંકોચન દુર થાય છે.

૪૪. પેશાબનું વારંવાર આવવું : તજને વાટીને સુતા સમયે પાણી સાથે લેવાથી પેશાબનું વારંવાર આવવાનું બંધ થઇ જાય છે.

૧૦ ગ્રામ વાટેલ તજમાં ૧૦ ગ્રામ ખાંડ ભેળવીને લગભગ ૨ ગ્રામના પ્રમાણમાં રાત્રે સુતી વખતે પાણી સાથે લેવાથી પેશાબ વારંવાર આવવાના રોગમાંથી છુટકારો મળે છે.

૪૫. દાંતમાં જીવાત પડવી : તજના તેલમાં રૂ પલાળીને દાંતના ખાંચામાં મૂકી દો. તેનાથી દાંતની જીવાત અને દુખાવો દુર થઇ જાય છે.

૪૬. આફરો (ગેસનું બનવું) : તજના તેલના ૩ ટીપાને સાકર સાથે સવાર અને સાંજ રોગીને આપવાથી પેટનો આફરો (ગેસ) માં લાભ થાય છે.

૪૭. ઓડકાર આવવા ઉપર : ૧ થી ૩ ટીપા તજના તેલને પતાશા કે ખાંડ ઉપર નાખીને સવાર અને સાંજે સેવન કરવાથી ઓડકાર અને પેટમાં ગેસ બંધ થઇ જાય છે.

૪૮. જીભ અને ત્વચાની સુન્નતા : જીભનો લકવા, જીભ સુન્ન થઇ જવા ઉપર તજનું તેલ સાકરમાં ભેળવીને ૧ થી ૩ ટીપા રોજ દિવસમાં બે થી ૩ વખત સેવન કરો અને તજનું ચૂર્ણ મોઢામાં રાખીને બરોબર ચુસ્ત રહો.

૪૯. જીભનો સ્વાદ ઠીક કરવો : જીભ ઉપર કડવાશ આવવા ઉપર તજ કે બચ ને વાટીને ચાળીને ચૂર્ણમાં મધ ભેળવી દો. તેનું રોગ જીભ ઉપર ઘસવાથી જીભની કડવાશ દુર થઇ જાય છે.

૫૦. યાત્રાજન્ય રોગ : ૧ થી ૩ ટીપા તજના તેલને પતાશા ઉપર નાખીને મોઢામાં રાખવાથી પ્રવાસમાં ઉબકા નથી આવતા.

૫૧. ઉલટી : તજને વાટીને તેમાં થોડું મધ ભેળવીને ચાટવાથી ઉલટી આવવી બંધ થઇ જાય છે.
ગરમીને કારણે જો ઉલટી થઇ રહી હોય તો તજને વાટીને મધમાં ભેળવીને ચાટવાથી લાભ થાય છે.
તજના ૧ થી ૨ ગ્રામ ચૂર્ણને ૩ સરખા ભાગ કરીને મધ સાથે દિવસમાં ૩ વખત લેવાથી ઉલટી બંધ થઇ જાય છે.
તજના તેલના પાંચ ટીપા તાલ સાકરના ચૂર્ણ કે પતાશા માં નાખીને ખાવાથી પેટનો દુખાવો અને ઉલટી આવવાનો રોગ દુર થઈ જાય છે.

૫૨. કેન્સર રોગ : તજ કેન્સરમાં વધુ આપવામાં આવે છે. તજનું તેલ ૩ ટીપા રોજ ૩ વખત આપો. સાથે જ તજ ચાવતા રહેવાનું કહો. જો ઘા બહાર હોય, તેલ લગાવવું શક્ય હોય તો તજનું તેલ લગાવતું પણ રહેવું. તે પ્રતિદુષ્ક, વ્રણશોધક, વ્રણરોપક અને જીવાણું નાશક પણ છે.

તજની રાબ રોજ ૩૫૦ ગ્રામ પીવાથી કેન્સર રોગમાં રાહત મળે છે.

બે ચમચી મધમાં ૧ ચમચી તજનો પાવડર ભેળવીને રોજ ૩ વખત ચાટવાથી તમામ પ્રકારના કેન્સર દુર થઈજાય છે.

૫૩. નપુંસકતા : ૭૫ ગ્રામ તજને વાટીને ચાળી લો. આ ૫ ગ્રામ ચૂર્ણને પાણીમાં વાટીને સુતા સમયે લિંગ ઉપર સોપારી (લિંગના આગળના ભાગ) સિવાય લેપ કરો અને ૨-૨ ગ્રામ સવાર સાંજ દૂધ સાથે લો. તેનાથી થોડા જ દિવસોમાં નપુંસકતા નો રોગ દુર થઇ જશે.

૫૪. દસ્ત : ૧૦ ગ્રામ તજ, ૧૦ ગ્રામ કાથો અને ૫ ગ્રામ કુલાઈ અને ફટકડી ને સારી રીતે વાટીને લગભગ બે ગ્રામના પ્રમાણમાં દિવસમાં બે થી ૩ વખત પાણી સાથે પીવાથી દસ્તોના રોગમાં લાભ થાય છે.

બે ગ્રામ તજનું ઝીણું ચૂર્ણ બનાવીને તાજા પાણી સાથે પ્રયોગ કરવાથી અતિસાર એટલે દસ્તની બીમારી ના રોગોને તરત આરામ મળે છે.

તજની રાબ બનાવીને રોજ સવાર અને સાંજ સેવન કરવાથી દસ્ત આવવાનું બંધ થઇ જાય છે.
તજ, જાયફળ અને ખેરસાર ને વાટીને નાની નાની ગોળી બનાવીને રાખી દો. પછી આ બનેલી ગોળીનો ઉપયોગ કરવાથી દસ્ત ને કારણે શરીરમાં આવેલ નબળાઈ દુર થાય છે.

બે ગ્રામ ઝીણી વાટેલ તજ પાણી સાથે સેવન કરવાથી દસ્ત આવવાનું બંધ થઇ જાય છે અથવા તજ અને કાથો સરખા ભાગે લઈને વાટીને અડધી ચમચી રોજ ૩ વખત સેવન કરવાથી પણ દસ્ત બંધ થઇ જાય છે. તજ, ચુનિયા, ગુંદર અને અફીણ ને ભેળવીને નાની નાની ગોળીઓ બનાવીને ખાવામાં ઉપયોગ કરવાથી અતિસાર (દસ્ત) માં લાભ મળે છે.

૫૫. ગર્ભવતી સ્ત્રીની ઉલટી : ૧ થી ૩ ટીપા તજનું તેલ સવાર સાંજ સાકર સાથે સેવન કરવાથી ઉલટી આવવી બંધ થઇ જશે.

૫૬. આમાતીસાર : તજની રાબ બનાવીને રોજ ૨ થી ૩ વખત સેવન કરવાથી આમાતીસાર (ઓક્યુત્કદસ્ત) નો રોગ દુર થઇ જાય છે.

૫૭. સંગ્રહણી (પેચીશ) : તજની રાબ રોજ ૩ વખત સેવન કરવાથી સંગ્રહણી અતિસાર ના રોગીનો રોગ દુર થઇ જાય છે.

માસિક ધર્મ સમાપ્તિ પછી થતા શારીરિક અને માનસિક વિકાર : માસિક ધર્મ સમાપ્તિ પછી થતા શારીરિક અને માનસિક તકલીફોથી બચવા માટે ૧ થી ૩ ટીપા તજના તેલને પતાશા ઉપર નાખીને સવાર સાંજ સેવન કરવું લાભદાયક રહે છે.

૫૮. કિડનીના રોગ : તજનું ચૂર્ણ બનાવીને ૧ ગ્રામ પ્રમાણમાં પાણી સાથે ખાવાથી કીડનીના રોગ દુર થઇ જાય છે.
૫૯. કીડનીનો સોજો : તજ ખાવાથી કિડનીનો સોજો મટી જાય છે.

૬૦. એઇડ્સ : તજ એઇડ્સ માટે ઘણું ફાયદાકારક હોય છે કેમ કે તેનાથી લોહીના સફેદ કણ ની વૃદ્ધી થાય છે. જ્યારે એઇડ્સ માં સફેદ કણ નું ઓછું થવું જ ઘણા રોગોને આમંત્રણ કરે છે . સાથે જ પેટની જીવાત સાફ કરીને ઘા ને ભરવા અને ઠીક કરવાના ગુંથી ભરેલ છે. તજનું ચૂર્ણ લગભગ ૧ ગ્રામનો ચોથો ભાગના પ્રમાણમાં અથવા તેલ ૧ થી ૩ ટીપાના પ્રમાણમાં રોજ ૩ વખત સેવન કરો.

૬૧. નજલા : ૭ કાળા મરી અને ૭ પતાશાને ૨૫૦ ગ્રામ પાણીમાં નાખીને પકાવવા માટે રાખી દો. પાક્યા પછી આ પાણી ચોથા ભાગનું બાકી રહે એટલે એક બોટલમાં ભરીને રાખી લો. આ પાણીને બે દિવસ સુધી સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમય પીવાથી નજલા એકદમ ઠીક થઇ જાય છે.

તેની સાથે જ જુકામ, ખાંસી અને હળવો એવો તાવ કે શરીરનો દુખાવો દુર થઇ જાય છે. તે પીવાથી પરસેવો પણ વધુ આવે છે અને પરસેવો આવવા સાથે જ શરીરનું ભારેપણું દુર થઈને શરીર હળવું થઇ જાય છે.