ખુલ્લા મનથી તાળી વગાડવાથી થતી નથી આ બીમારીઓ

શું તમે જાણો છો કે તાળી વગાડવાથી માંસપેશીઓ પ્રભાવિત થાય છે, અને એનર્જી એટલે કે ઉર્જાનો સંચાર પણ થાય છે. નિયમિત રીતે તાળી વગાડવાથી તમે ચુસ્ત, સ્ફૂર્તિલા અને તંદુરસ્ત રહી શકો છો. તો પછી રાહ કોની જુવો છો જલ્દી શરુ કરો તાળી વગાડવાનું.

તાળી વગાડવાના ફાયદા :

જો એવું કહેવામાં આવે કે, તાળી વગાડવું આરોગ્ય માટે ફાયદાકારક છે, તો તમને વિશ્વાસ નહિ આવે. પરંતુ આ વાત એકદમ સાચી છે. તાળી વગાડવાથી માત્ર સામે વાળાનો ઉત્સાહ જ નથી વધતો, પરંતુ તમારું પોતાનું આરોગ્ય પણ સારું રહે છે. સવારે સવારે જોગીંગ કરતી વખતે તમે હંમેશા બગીચાઓમાં લોકોને તાળી વગાડતા જોયા હશે. કારણ વગર તાળી વગાડવાનો તેનો હેતુ આરોગ્ય સાથે જોડાયેલા ઘણા ફાયદા લેવાનો છે. આવો જાણીએ તાળી વગાડવું આરોગ્ય માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે.

કેવી રીતે ફાયદાકારક છે તાળી વગાડવાનું :

એક્યુપ્રેશર મુજબ હાથ ની હથેળીઓ માં શરીર ના તમામ અંગો ના મુખ્ય બિંદુ હોય છે અને તાળી વગાડવા થી આ બિંદુઓ ઉપર વારંવાર દબાણ કે પ્રેશર પડે છે જેથી શરીર ના તમામ વધારા ના સ્થાનો માં એનર્જી જાય છે અને તમામ અંગો પોતાનું કામ સુચારુ રીતે કરવા લાગે છે.

૧. લોહીનું પરિભ્રમણ યોગ્ય રાખે :

બન્ને હાથથી તાળી વગાડવાથી ડાબા હાથની હથેળીના ફેફસા, લેવર, ગાલ બ્લેન્ડર, કીડની, નાના અને મોટા આંતરડા અને જમણા હાથની આંગળીના સાઈનસના દબાણ બિંદુ દબાય છે. તેનાથી શરીરના આ અંગો સુધી યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ થવા લાગે છે. સતત તાળી વગાડવાથી લોહીમાં રહેલા સફેદ કણોને શક્તિ મળે છે. જેના પરિણામ સ્વરૂપે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.

૨. પેટ સંબંધી રોગોથી બચાવ :

પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે ગેસ, કબજીયાત, અપચો તેમજ માનસિક રોગ જેવા કે તણાવ, એકાગ્રતામાં કમી, ચીડિયાપણું વગેરેથી પીડિત થવા પર જમણા હાથની ચાર આંગળીઓને ડાબા હાથની હથેળીઓ ઉપર જોરથી મારવી જોઈએ, અને આવી રીતે સવાર સાંજ ઓછામાં ઓછું પાંચ મિનીટ કરવું જોઈએ. ધીમે ધીમે તમે આ રોગો માંથી મુક્ત થઇ જશો.

૩. લો બ્લડ પ્રેશરમાં ફાયદાકારક :

લો બ્લડ પ્રેશરમાં તાળી વગાડીને તમે તરત જ ઉર્જાવાન બની શકો છો. લો બ્લડ પ્રેશરના રોગીઓએ ઉભા થઇને બન્ને હાથો સામે લાવીને તાળી વગાડતા નીચેથી ઉપરની તરફ ગોળાકાર ફેરવવા જોઈએ, અને દિશા નીચેથી ઉપરની તરફ હોવી જોઈએ. આ ઉપાય લો બ્લડ પ્રેશરને નોર્મલ કરવામાં ઘનો લાભદાયક છે. તે ઉપરાંત તાળી વગાડવાથી રક્ત સંચારણ વધે છે, અને નસો તથા ધમનીઓ માંથી ખરાબ કોલેસ્ટ્રોલ સહીત બધા અવરોધ દુર થઇ જાય છે. તાળી દ્વારા હ્રદય રોગ, કમર દર્દ, સર્વાઇકલ જેવા રોગ પણ દુર થાય છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.