તમારી તાકાત ઉપર ક્યારેય બડાઈ ન કરો, શક્તિ પ્રદર્શન ક્યારે અને કોની સામે કરવું છે તેનું ધ્યાન રાખો.

હનુમાનજી એ સીતા માતાની મુલાકાત કરી અને આ પ્રસંગ માંથી આપણને શીખવા મળે છે કે શું શક્તિ પ્રદર્શનનો યોગ્ય સમય કયો છે.

આજના સમયમાં જો કોઈ વ્યક્તિ પાસે થોડા પૈસા કે શક્તિ પણ હોય તો તેને અહંકાર આવી જ જાય છે. જ્યારે આપણામાં અહંકાર આવી જાય છે, ત્યારે તે જ ક્ષણે આપણે આપણી જાતને નુકસાન પહોંચાડવા લાગીએ છીએ. માણસ એ હંમેશા એ યાદ રાખવું જોઈએ કે ક્યાં તેને પોતાની જાતને મોટી બતાવવાની છે અને ક્યાં પોતાની જાતને નાના દેખાડવાના છે.

શક્તિ અને તાકાત હોય તો દરેક પળ તેનું પ્રદર્શન ન કરવું જોઈએ. જે વ્યક્તિ પોતાના તાકાતને છૂપાવી રાખે છે અને સમય આવે છે ત્યારે પ્રદર્શન કરે છે તે ખરેખરમાં જીત મેળવે છે. આ વાર્તાને હનુમાનજી એક પ્રસંગથી સમજાવે છે.

જ્યારે સીતા માંને મળ્યા હનુમાન :-

જ્યારે રાવણ સીતાજીને ઉઠાવીને પોતાની લંકામાં લઇ ગયો ત્યારે થોડા સમય પછી હનુમાનજી સીતા માં પાસે પહોંચ્યા. પહેલા તેઓએ સીતા માતાની શોધ કરી અને જોયું કે તેઓ ઉદાસ છે. સીતા માતાને હનુમાનજી મળ્યા, તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામ વહેલી તકે જ વાનરોની સેના લઇને લંકા પર હુમલો કરશે.

હનુમાનજી સીતા માંને આશ્વાસન આપી રહ્યા હતા કે ઉદાસ થવાની જરૂર નથી શ્રીરામ વહેલી તકે લેવા આવશે.. તેમણે કહ્યું કે માતા વિશ્વાસ રાખો. ભગવાન આવશે, હું સ્વયં તમને અહીંયાથી લઇ જાત, પરંતુ શ્રીરામનો આદેશ નથી.

સીતા માતાને વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેમને લાગે છે કે રાક્ષસ આટલો વિશાળ અને ભયંકર હનુમાનજી કેવી રીતે તેમની સામે લડશે. સીતા માતાએ પોતાના મનની વાત બોલી નાખી. રાક્ષસ ખૂબ બળવાન છે અને વાનર તમારા જેવા નાના નાના હશે, તમે તેમની સામે જીતી નહીં શકો. હનુમાનજી એ તરત પોતાનું શરીર વિશાળકાય કરી લીધું. હનુમાનજીનું એવું સ્વરૂપ જોઈને સીતાજીના મનમાં વિશ્વાસ થઇ ગયો.

હનુમાનજી પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવ્યા. સીતા માતા તેમનું આ રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેઓ આ રાક્ષસ સામે લડી શકે છે. હનુમાનજી એ સીતા માં પાસે ફળ ખાવાની આજ્ઞા માગી . સીતા માં એ હસીને આજ્ઞા આપી દીધી. ત્યાર પછી હનુમાનજી એ વૃક્ષો ઉપરથી તોડી તોડીને ફળ ખાધા અને આખી લંકામાં ખેદાન મેદાન મચાવી દીધું.

તુલસીદાસજી એ તેમના માટે લખ્યું છે :-

सुनु माता साखामृग नहिं बल बुद्धि बिसाल

प्रभु प्रताप तें गरुड़हि खाइपरम लघु ब्याल

તેનો અર્થ છે કે હે માતા, વાનરોમાં ખૂબ બળ બુદ્ધિ નથી હોતી, પણ પ્રભુના પ્રકોપથી ખૂબ મોટા સર્પને પણ ગરુડ ખાઈ શકે છે. તેમણે જણાવ્યું કે જે કાંઈ પણ બની શકે છે તે માત્ર પ્રભુની કૃપાથી જ થઇ શકે છે.

હનુમાનજી એ પોતાની શક્તિનો પરિચય આપ્યો, પરંતુ તેને પરમાત્મા સાથે જોડી દીધો. હનુમાનજી પોતે કેટલા શક્તિશાળી હતા, પરંતુ તેમણે પોતાની જાતને નબળા બતાવી દીધા. બીજી બાજુ માણસ થોડી એવી શક્તિમાં અહંકારી અનુભવવા લાગે છે. આપણે આપણી શક્તિ અને બુદ્ધિ માટે પોતાના ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, પણ એ વાતનો ક્યારેય અહંકાર ન કરવો જોઈએ.

પોતાની શક્તિ યોગ્ય સમય માટે બચાવીને રાખો અને દરેક સમયે તેનું પ્રદર્શન ન કરો. આપણે આપણી કાબેલીયત ઉપર વિશ્વાસ હોવો જોઈએ, અહંકાર નહીં. જ્યારે અહંકાર આવી જાય છે, ત્યારે વ્યક્તિ પતનના માર્ગ ઉપર ચાલવા લાગે છે.