તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો…

સ્ત્રીની મમતાની લાગણી ને અભિવ્યક્ત કરતું આ સુંદર લોકગીત.

બાળઉછેર ના આ અદભુત પળો ની તમે પણ આવી સરસ વિડીયો બનાવી શકો

તમે મારા દેવના દીધેલ છો

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઇને રો’

મહાદેવજાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;

મહાદેવ પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમોલ!

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઇને રો’

મહાદેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,

પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,

હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

સ્વર : હંસા દવે

રચના:- ઝવેરચંદ મેઘાણી

વિડીયો