તમે તમારા રસોડામાં આ વસ્તુનો રાખવાની ના કરતા ભૂલ, નહિ તો માં અન્નપૂર્ણા થઈ જશે નારાજ.

જો માં અન્નપૂર્ણાને નારાજ નથી કરવા, તો તમારા રસોડામાંથી આજે જ દૂર કરી નાખો આ વસ્તુઓ

વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા નિયમો બનાવ્યા છે કે જેનું વ્યક્તિ પાલન કરે તો જીવનમાં મુશ્કેલીઓ થી મુક્તિ પામી શકે છે. મોટેભાગે જોઈ શકો છો કે વ્યક્તિ તેના જીવનમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય છે. આની પાછળનો મુખ્ય દોષ વાસ્તુશાસ્ત્રનો છે. જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરના પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે એટલું જ નહીં પરંતુ ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી શકે છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડાને ઘરના બીજા સ્થાનનો કરતાં મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. રસોડાથી ઘરના પરિવારના સભ્યોની તંદુરસ્તી જળવાઈ છે, સારી તંદુરસ્ત વ્યક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. જો તમે શારીરિક રીતે તંદુરસ્ત હોય તો જીવનમાં અપાર સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

વાસ્તુદોષ પ્રમાણે રસોડા માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રસોડામાં કઈ વસ્તુઓ રાખવી અને કઈ વસ્તુઓ ન રાખવી. કેટલીક એવી વસ્તુઓ છે જેને રસોડામાં રાખવાથી જીવનમાં તેનો ખરાબ પ્રભાવ પડે છે. આજે અમે તમને એ બાબતો જણાવીશું.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર રસોડામાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ :-

રસોડાનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરશો નહીં.

જો તમે રસોડાનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરશો તો મા અન્નપૂર્ણા નારાજ થાય છે. ઘણા બધા લોકોની આદત હોય છે કે જેનો ઉપયોગ કરતા ન હોય છતાં પણ તેને રસોડામાં રાખવામાં આવે છે. જેને કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ભૂલથી પણ રસોડામાં કબાડ અને ખોટી વ્યર્થ વસ્તુઓ રાખવી નહીં.

કિચનના રેફ્રિજરેટરમાં વાસી ખોરાક રાખવો નહીં :-

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે રસોડામાં રેફ્રિજરેટર રાખ્યું હોય તો તે ધ્યાન રાખવું પડશે કે તેમાં વાસી ખોરાક ન રાખવો જોઈએ. કારણ કે તેના કારણે રાહુ કેતુ અને શનિના દશાનો સામનો કરવો પડે છે. એટલું જ નહી પણ સ્વાસ્થ્ય માટે પણ વાસી ખોરાક હાનીકારક ગણવામાં આવે છે. હંમેશા તાજો ખોરાક જ ખાવો જોઈએ, જેથી ગ્રહોમાંથી મુક્તિ મળે અને તંદુરસ્તી પણ સારી રહે.

રસોડામાં દવાઓ ન રાખો :-

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં ભૂલથી પણ દવાઓ ન રાખો. તેને કારણે સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસરો થાય છે. જો કોઈ વ્યક્તિ રસોડામાં દવા રાખે છે, તો ઘર-પરિવારના કોઈક ને કોઈક સભ્ય કોઈક ને કોઈક બીમારીથી પીડાતા હોય. અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

રસોડામાં અરીસો રાખશો નહીં :-

જો કોઈ વ્યક્તિ રસોડામાં કરીશું રાખે છે, તો તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. રસોડામાં દર્પણ લગાડવાથી ગેસના ચૂલા નું પ્રતિબિંબ અરીસામાં પડે છે. જેને વાસ્તુ પ્રમાણે યોગ્ય ગણવામાં આવતું નથી. જેમાં સ્વાસ્થ્યને લગતી બીમારીઓ તેમજ ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.