Tanhaji બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 6: મકર સંક્રાંતિ પર 100 કરોડની થઈ અજય દેવગનની 100 મી ફિલ્મ

તાનાજી – ધ અનસંગ વૉરિયર અજય દેવગનના કરિયરની 100 મી ફિલ્મ છે અને દર્શકો પણ આ ફિલ્મને યાદગાર બનાવવામાં જોડાયેલા છે. દર્શકોએ અજય દેવગનની ફિલ્મને છઠ્ઠા દિવસે 100 કરોડના ક્લબમાં પહોંચાડી દીધી. અજય દેવગને ફિલ્મના ”ભયંકર હિટ થવા પર દર્શકોનો આભાર માન્યો.

મંગળવાર સુધી તાનાજી 90.96 કરોડનું કલેક્શન કરી ચુકી હતી. 100 કરોડના પડાવ પર પહોંચવા માટે ફિલ્મને ફક્ત 9.04 કરોડ જોઈતા હતા. ટ્રેડ જાણકારોનું માનીએ તો બુધવારે મકર સંક્રાંતિની રજા પર ફિલ્મે આ રકમ પ્રાપ્ત કરી લીધી છે અને ફિલ્મ 100 કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે. તાનાજીએ બુધવારે 16.72 કરોડ રૂપિયાનું સારું કલેક્શન કર્યું છે, જેની સાથે ફિલ્મનું 6 દિવસમાં નેટ કલેક્શન 107.68 કરોડ થઈ ચૂક્યું છે.

તાનાજી સાથે અજય દેવગને 100 કરોડની હેટ ટ્રીક લગાવી છે. ગયા વર્ષે આવેલી તેમની બંને ફિલ્મ ‘ટોટલ ધમાલ’ અને ‘દે દે પ્યાર દે’ એ 100 કરોડથી વધારે કલેક્શન કર્યું હતું. તેમજ 100 કરોડ ક્લબમાં અજયની આ નવમી ફિલ્મ છે. અજયના કરિયરની આ બીજી સૌથી ઝડપથી 100 કરોડ કમાવવા વાળી ફિલ્મ છે. અજયની સૌથી ઝડપી કમાણી કરવા વાળી ફિલ્મ ગોલમાલ અગેન છે, જેણે 4 દિવસમાં 100 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને મળેલા રિસ્પોન્સથી અજય પણ ઘણા ખુશ છે. તેમણે ફેન્સનો આભાર માન્યો છે.

10 જાન્યુઆરીએ તાનાજી 3800 થી વધારે સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. ફિલ્મે શરૂઆતથી જ પોતાનો દમ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. તાનાજીએ પહેલા શુક્રવારે 15.10 કરોડની ઓપનિંગ કરી હતી. મંગળવારે ફિલ્મે 20.57 કરોડ અને શનિવારે 26.26 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. વર્કિંગ વીકમાં પણ ફિલ્મે પોતાનું પૂરું જોર દેખાડ્યું. પહેલા સોમવારે તાનાજીએ 13.75 કરોડ અને મંગળવારે 15.28 કરોડનું કલેક્શન કર્યું હતું.

તાનાજી સિંગલ સ્ક્રીન સાથે મલ્ટીપ્લેક્સમાં પણ દમદાર રીતે ચાલી રહી છે. આ પ્રદર્શનને જોતા તાનાજીથી 200 કરોડની આશા કરવામાં આવી રહી છે. આવનારા અઠવાડિયામાં કોઈ મોટી ફિલ્મ નથી, જેથી તાનાજી પાસે કલેક્શનને વધારવાની સંપૂર્ણ તક છે. ઓમ રાઉત નિર્દેશિત તાનાજીમાં અજય દેવગન સાથે કાજોલ અને સૈફ અલી ખાન મુખ્ય પાત્રમાં છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.