પાપા જય ભાનુશાળીના ખોળામાં આરામથી બેસેલી છે દીકરી તારા, જુઓ પ્રેમ ભર્યો આ વિડીયો.

જય ભાનુશાળીએ પોતાની દીકરીનો વિડીયો શેયર કરતા જ થયો વાયરલ, ખુબ ક્યૂટ દેખાઈ તારા. ટીવી કલાકાર જય ભાનુશાળીએ હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર દીકરી તારા જય ભાનુશાળી સાથે એક ઘણો જ લાગણી સભર વિડીયો શેયર કર્યો છે. આવો તમને તેના વિષે જણાવીએ.

ટીવી ઇન્ડસ્ટ્રીના ફેમસ કલાકાર અને હોસ્ટ જય ભાનુશાળી અને તેની પત્ની માહી વીજ હંમેશા પોતાની દીકરી તારા જય ભાનુશાળીના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર શેયર કરતા રહે છે. હાલમાં જ એક ખુબ જ લાગણી સભર વિડીયો જય ભાનુશાળીએ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર શેયર કર્યો છે.

જય ભાનુશાળીએ પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ ઉપર દીકરીને વ્હાલ કરતો એક ખુબ જ લાગણી સભર વિડીયો શેયર કર્યો છે. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં ‘તેરે સંગ યારા ખુશરંગ બહારા, તું રાત દીવાની મેં જર્દ સિતારા’ ગીત વાગી રહ્યું છે. આ ગીત ઉપર જય ભાનુશાળી પોતાની દીકરીને વ્હાલ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો પ્રશંસકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધી લગભગ 32000 લોકોએ જોયો છે.

તે ઉપરાંત જય ભાનુશાળીએ પોતાની ઈંસ્ટા સ્ટોરી ઉપર પણ દીકરી સાથે ઘણા ફોટા શેયર કર્યા છે. એક ફોટામાં તારા તેના પપ્પાના ખોળામાં આરામથી સુતેલી જોવા મળી રહી છે. તે શેયર કરતા જયે લખ્યું છે, ‘મારો ખોળો તારા જય ભાનુશાળી માટે ખુબ આરામદાયક બેડ જેવો છે.’ અને બીજા ફોટામાં પણ તારા પોતાના પપ્પાના ખોળામાં સુતી છે, અને જય મોબાઈલ ચલાવી રહ્યો છે.

આમ તો આ દંપત્તિએ પોતાની દીકરી તારાનું પણ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. તેની ઉપર લગભગ એક લાખથી વધુ ફોલોઅર છે. આમ તો તેને તારાના માતા-પિતા જ હેન્ડલ કરે છે.

તારાને એક વર્ષ પૂરું થયા પછી શેયર કર્યો હતો ‘જર્ની વિડીયો’ :

દીકરી તારાને એક વર્ષ પૂરું થયા પછી 4 ઓગસ્ટ 2020 ના રોજ માહીએ સોશિયલ મીડિયા ઉપર તારાનો એક જર્ની વિડીયો પણ શેયર કર્યો હતો. વિડીયોમાં તે પોતાની દીકરી તારાનું સ્વાગત કરતી જોવા મળી રહી છે. હોસ્પિટલથી લઈને ઘર સુધી દરેક દ્રશ્યો આ વિડીયોમાં દેખાડવામાં આવ્યા છે. દીકરીના ઘરમાં પહેલા સ્વાગતથી લઈને પહેલા જન્મ દિવસ સુધી બધું આ વિડીયોમાં જોઈ શકાય છે. તે ઉપરાંત સાસુ માં, માતા પિતા અને બીજા સંબંધીઓ તારાના ઘરમાં આવવાથી કેટલા ખુશ છે, તે બધું આ જર્ની વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે.

માહીએ આ વિડીયો સાથે પોતાની દીકરી માટે એક ઈમોશનલ નોટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું, મેરી યોદ્ધા તારા, એક વર્ષની થઈ ગઈ. જયારે હું ડીલીવરી પહેલા અને પછીના સમયને જોઉં છું, ત્યારે ખબર પડે છે કે કેટલા ઉતાર-ચડાવવાળા દિવસ હતા. જયારે મને લેબર પેઈન શરુ થયો, મને યાદ છે કે હું તે દિવસે લૂડો રમી રહી હતી. વરસાદની ઋતુ હતી. અમે જેમ તેમ કરીને રાત્રે સાડા નવ વાગ્યે હોસ્પિટલ ગયા હતા.

આ બધી દોડધામ વચ્ચે મારા મનમાં માત્ર એક વાત ચાલી રહી હતી કે છોકરો છે કે છોકરી. હું ઘણી ખુશ થઇ જયારે મને ખબર પડી કે મેં એક દીકરીને જન્મ આપ્યો છે. પોતાની આ નોંધમાં તેમણે હોસ્પિટલ અને ડોક્ટર્સનો પણ આભાર માન્યો હતો અને તે વાત જણાવી હતી કે, તેમની દીકરી તારા જ તેની સૌથી મોટી મજબુતી અને નબળાઈ છે.

દંપત્તિને છે 3 બાળકો :

જય અને માહીને 3 બાળકો છે. આમ તો, તેમણે દીકરી ખુશી અને દીકરા રાજવીરને દત્તક લીધા છે, અને તારા તેમની પોતાની દીકરી છે. ખુશી અને રાજવીર પોતાના અસલી માં-બાપ પાસે જ રહે છે, પરંતુ બંને બાળકોની સંપૂર્ણ જવાબદારી જય અને માહી જ ઉપાડે છે. જય-માહીએ આ બાળકોને સારું ભવિષ્ય આપવા માટે તેને દત્તક લીધા છે.

તારાના જન્મ થયા પહેલા માહીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું, ‘ભલે તેનું પોતાનું બાળક થઇ જાય પરંતુ તે બંને બાળકોને કોઈ વસ્તુની અછત નહિ થવા દે, અને તેને તે બધું જ મળશે જે તે પોતાના બાળકો માટે કરશે.’ માહી અને જય આ દિવસોમાં બાળકો સાથે નાના-મોટા બધા તહેવાર ઉજવે છે.

હાલ, આ દંપત્તિ પોતાની દીકરી તારા સાથે ઘણા ખુશ છે, અને કોરોના સમયગાળામાં જય ભાનુશાળી અને તેની પત્ની માહી વીજ ઘરે જ પોતાની દીકરી સાથે ટાઈમ પસાર કરી રહ્યા છે. તો તમને જય ભાનુશાળી દ્વારા શેયર કરવામાં આવેલો આ વિડીયો કેવો લાગ્યો? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.