તારક મહેતાની મિસેજ સોઢી બોલીવુડ ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે, અક્ષય કુમાર સાથે પણ કર્યું છે કામ.

ફક્ત તારક મહેતા શો નહિ પણ અક્ષય કુમાર સાથે પણ કામ કરી ચુકી છે મિસેજ સોઢી. બોલીવુડની જેમ જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ વર્ષમાં ઘણા શો લોંચ કરવામાં આવે છે. ઘણા ટીવી શો દર્શકોને ખુબ ગમે છે અને ઘણા પોતાનો જાદુ નથી ચલાવી શકતા. તેવામાં ઘણા વર્ષો સુધી દર્શકોની પસંદ બની રહેવું પોતાની રીતે કોઈ પણ ટીવી શો માટે એક મોટી વાત છે. એવી કમાલ કરી છે સબ ટીવી ઉપર પ્રસારિત બહુચર્ચિત શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ એ.

આ શો લગભગ 12 વર્ષથી દર્શકોના દિલ ઉપર રાજ કરી રહ્યો છે. શો માં કોમેડી દ્વારા ઘણા મુદ્દા દર્શકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ કારણ છે કે, આ શો એ આટલા વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અહીં સુધી કે તેના દરેક પાત્રોને દર્શકોને સરખો પ્રેમ મળે છે. લોકો તો હવે કલાકારને તેમના પાત્રના નામથી જ ઓળખવા લાગ્યા છે. મુખ્ય પાત્ર સિવાય સાઈડના પાત્રોને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. એવું જ એક પાત્ર છે મિસેજ સોઢીનું. વર્ષોથી આ પાત્રથી દર્શકોના દિલો ઉપર રાજ કરી રહેલી હિરોઈન જેનીફર મિસ્ત્રી ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે.

વચ્ચે લીધો હતો શો માંથી બ્રેક : પારસી કુટુંબમાં જન્મેલી જેનીફર મિસ્ત્રી મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે. તે અભિનય માટે મુંબઈ તરફ આવી હતી. જેનીફર શરુઆતથી જ આ શો નો ભાગ છે. તે રોશન સોઢીની પત્ની મિસેજ સોઢીનું પાત્ર ભજવી રહી છે. તેના પાત્રને દર્શકો ખુબ પસંદ કરે છે. વર્ષ 2013 માં કોઈ કારણોસર તેણે આ શો છોડી દીધો હતો. પરંતુ 2016 માં મેકર્સ તેને શોમાં પાછી લઇ આવ્યા. તેને ફરીથી સોઢીનું જ પાત્ર આપવામાં આવ્યું. તેને એક વખત ફરી શો માં જોઈને તેમના ફેંસ ઘણા ખુશ થયા હતા.

અક્ષય કુમાર સાથે કરી ચુકી છે કામ : જેનીફર મિસ્ત્રી મિસેજ સોઢીના પાત્રથી ઘણી ફેમસ થઇ છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, તેમણે આ શો ઉપરાંત પણ ઘણી ટીવી સીરીયલ્સમાં કામ કર્યું છે. જેનીફરે ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ‘એયરલીફ્ટ’ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પણ કામ કરી ચુકી છે. તેમણે હલ્લા બોલ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની હાજરી નોંધાવી છે. પરંતુ જેટલી સફળતા તેને મિસેજ સોઢીના પાત્રથી મળી છે, એટલી તેને બીજે ક્યાંયથી મળી શકી નથી.

2008 થી થઇ રહી છે પ્રસારિત : ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ શો નીલા ફિલ્મ પ્રોડક્શન પ્રાઈવેટ લીમીટેડના બેનર હેઠળ બનાવવામાં આવ્યો છે. આ શો ના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર કલ્પના અને અસિત કુમાર મોદી છે. 12 વર્ષથી સબ ટીવી ઉપર ચાલી રહેલા આ કોમેડી શોનો પહેલો એપિસોડ 28 જુલાઈ, 2008 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે અત્યાર સુધી 2900 થી વધુ એપિસોડ પુરા કરી લીધા છે. આ શો માં કોમેડી દ્વારા ઘણી મહત્વની વાતો લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.