આ 10 સ્ટાર્સે પડદા પર રિયલ લોકોની સ્ટોરીને ભજવી જ નહિ, તેને જીવી અને તેની સાથે ન્યાય પણ કર્યો

વીતેલા થોડા વર્ષોમાં બોલીવુડમાં ઘણી બધી બાયોપિક બનાવવામાં આવી ચુકી છે. અમુક બાયોપિકને દર્શકોએ નકારી દીધી, તો અમુકને ઘણી પસંદ કરી. આ બાયોપિકની ખાસ વાત ફક્ત તેમની સ્ટોરી જ નહિ, પણ તે સ્ટાર્સ પણ હતા જેમણે તે પાત્રો સાથે ન્યાય કર્યો. આ સ્ટાર્સે મોટા પડદા પર પાત્રને ભજવ્યા અને તેને હંમેશા માટે જીવિત પણ કર્યા.

1. મંટો :

લેખક મંટોના જીવન પર આધારિત આ ફિલ્મ 2018 માં આવી હતી, જેના મુખ્ય પાત્રમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી હતા. નવાઝુદ્દીન સિદ્દીકીએ આ પાત્રને એવું ભજવ્યું કે તેમનામાં દર્શકોને મંટોની ઝલક જોવા મળી.

2. શાહિદ :

રાજકુમાર રાવ અભિનીત આ ફિલ્મ માનવાધિકાર કાર્યકર્તા શાહિદ આઝમીના જીવનથી પ્રેરિત હતી, જેની 2010 માં હત્યા કરી દેવામાં આવી હતી. આ ફિલ્મમાં રાજ કુમાર રાવ દર્શકોની આશા પર ખરા ઉતર્યા.

3. અલીગઢ :

આ ફિલ્મે દર્શકોની પ્રશંસા અને હેડલાઈન બંને ભેગી કરી હતી. ફિલ્મ AMU ના એક એવા પ્રોફેસર પર આધારિત હતી, જેને સમલૈંગિક સંબંધોને કારણે નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. આ પ્રોફેસરનું નામ રામચંદ્ર સીરસ હતું.

4. મૈં ઔર ચાર્લ્સ :

આ ફિલ્મમાં ચાર્લ્સ શોભરાજનું પાત્ર રણદીપ હુડાએ ભજવ્યું હતું. આ પાત્રમાં રણદીપ એકદમ ચાર્લ્સ જેવા દેખાઈ રહ્યા હતા.

5. જુબૈદા :

આ ફિલ્મ બીમાર અભિનેત્રી જુબૈદા બેગમના જીવન પર આધારિત હતી, જેમાં મુખ્ય રોલ કરિશ્મા કપૂરે ભજવ્યો હતો. જુબૈદાના લગ્ન જોધપુરના હનવંત સિંહ સાથે થયા હતા.

6. મંજુનાથ :

આ ફિલ્મમાં સાશો સતીશ સારથીએ મંજુનાથની ભૂમિકા ભજવી હતી અને તેમની સાથે ન્યાય પણ કર્યો. 2005 માં ભ્રષ્ટાચારની લડાઈ લડતા લડતા મંજુનાથને મારી નાખવામાં આવ્યા હતા.

7. હવાઈજાદા :

આ ફિલ્મ વૈજ્ઞાનિક શિવકર બાપુજી તલપડેના જીવન પર બની હતી, જેનું મુખ્ય પાત્ર આયુષ્માન ખુરાનાએ ભજવ્યું હતું. આયુષ્માનના આ પાત્રની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે.

8. વીરપ્પન :

રામ ગોપાલ વર્માની આ ફિલ્મનો લીડ રોલ સંદીપ ભારદ્વાજે ભજવ્યો હતો. આ ફિલ્મમાં જો કોઈ આ રોલ સાથે ન્યાય કરી શકતું હતું તો તે સંદીપ જ હતા.

9. ગૌર હરિ દાસ્તાં :

આ ફિલ્મની સ્ટોરી સ્વતંત્રતા સેનાની ગૌર હરિ દાસના જીવનથી પ્રેરિત હતી, જે એક સરળ અને ઈમાનદાર વ્યક્તિ હતા. સ્વતંત્રતા સેનાનીની ભૂમિકા માટે વિનય પાઠકને પસંદ કરવામાં આવ્યા, અને આ તેમના ફિલ્મી કરિયરના ઉત્તમ રોલ્સમાંથી એક હતો.

10. પાન સિંહ તોમર :

આ ફિલ્મમાં પાન સિંહ તોમરના રોલમાં ઈરફાન ખાન હતા, જેની દર્શકોએ ખુબ પ્રશંસા કરી. એથલિટના પાત્રમાં ઇરફાને જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું.

આમાંથી તમે કઈ કઈ ફિલ્મ જોઈ છે?

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.