કેન્સરની અસર મટાડી શકે છે આ 10 સુપરફૂડ, ડાયટમાં ઉમેરવાનું ભૂલતા નહિ

કેન્સરની બીમારી ઘણા લોકોને આનુવંશિક (જેનેટિક) હોય છે, પણ ઘણા બધા લોકો તેને ખાનપાન દ્વારા આમંત્રણ આપે છે. પ્રોસેસ્ડ ફ્રૂટ, નશીલા પદાર્થ અને ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે લોકોમાં કેન્સરનો ભય વધી રહ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, જો તમે પોતાના ડાયટમાં અમુક ખાસ વસ્તુઓ શામેલ કરો છો, તો કેન્સર જેવી ભયંકર બીમારીથી બચી શકાય છે. આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ?

કારેલા : સેંટ લુઈસ યુનિવર્સીટીના એક રિપોર્ટ અનુસાર, કારેલા શરીરમાં કેંસર સેલ્સને વધવાથી રોકે છે. ઉંદર પર કરવામાં આવેલી શોધમાં ખબર પડી છે કે, કારેલા કેન્સર ટ્યુમરને લગભગ 50 % વધવાથી રોકી શકે છે. કારેલાને પોતાની ડાયટમાં નિયમિત રૂપથી શામેલ કરી તમે કેન્સરથી બચી શકો છો.

કમળ કાકડી : ન્યુટ્રિશનથી ભરપૂર કમળ કાકડી પણ કેન્સરની અસર નાબૂદ કરવામાં મદદ કરે છે. આ ચમત્કારી વસ્તુ શરીરમાં લોહીના કણોને વધારીને સ્ટ્રેસ અને વજન ઓછું કરે છે. તમને જણાવી દઈએ કે, મોટાપાને પણ કેન્સરનું કારણ માનવામાં આવે છે.

ગ્રીન ટી : વજન ઓછું કરવાથી લઈને બ્લડ પ્રેશર સામાન્ય કરવા સુધી ગ્રીન ટી ઘણી રીતે ફાયદાકારક હોય છે. ગ્રીન ટી માં ભરપૂર માત્રામાં પૉલીફેનોલ એન્ટિઓક્સિડન્ટસ રહેલા હોય છે.

આ એન્ટિઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સ દ્વારા થવા વાળા ડીએનએ ડેમેજથી કોશિકાઓને સુરક્ષિત રાખે છે. જો કે, તેના પર અત્યારે રિસર્ચ થવાની છે, પણ રોજ ગ્રીન ટી નું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનો ભય ઓછો કરી શકાય છે.

દાડમ : બ્રેસ્ટ કેન્સરને રોકવામાં દાડમ ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. દાડમમાં પણ પૉલીફેનોલ મળી આવે છે, જે કેન્સરને વધવાથી રોકે છે. વર્ષ 2009 માં થયેલી એક રિસર્ચ અનુસાર, દાડમના જ્યુસમાં બ્રેસ્ટ કેન્સરને રોકવાના ગુણ મળી આવે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, બ્રેસ્ટ કેન્સરને રોકવા માટે કેટલી માત્રામાં દાડમનું સેવન જરૂરી છે. પણ જો તમને ડાયાબિટીસ છે તો પોતાના ડાયટમાં દાડમને શામેલ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂર લો.

હળદર : દરેક ભારતીય ઘરમાં મળતી હળદળને ઘણા ગુણો માટે ઓળખવામાં આવે છે. હળદળમાં કેન્સર ફાઇટિંગ કંપાઉન્ડ કરક્યુમીન મળી આવે છે. આ કંપાઉન્ડ બ્રેસ્ટ કેન્સરની સાથે સાથે ફેફસા અને ચામડીના કેન્સરમાં પણ ફાયદાકારક હોય છે. જો કેન્સરથી સુરક્ષિત રહેવું છે, તો રોજ ઓછામાં ઓછી એક ચમચી હળદળનું સેવન જરૂર કરો.

લસણ : લસણમાં કેન્સરને ખતમ કરવા વાળા એલિયમ કંપાઉન્ડ મળી આવે છે. આ બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરની સાથે સાથે ઘણા બીજા પ્રકારના કેન્સરને ખતમ કરવામાં મદદગાર સાબિત થાય છે.

લસણ સિવાય ડુંગળી પણ કેન્સરમાં ફાયદાકારક હોય છે. વર્ષ 2007 માં થયેલી એક સ્ટડીમાં શોધકર્તાઓએ બ્રેસ્ટ કેન્સરની કોશિકાઓ પર લસણથી થવા વાળા ફાયદાની તપાસ કરી હતી, જેમાં સારા પરિણામ જોવા મળ્યા હતા. જો કે, તેનું વધારે રિસર્ચ થવાની બાકી છે.

સૈલ્મન : સૈલ્મન એક પ્રકારની માછલી છે, જેમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3, વિટામિન બી-12 અને વિટામિન-ડી મળી આવે છે. સૈલ્મનના સેવનથી શરીરમાં દરેક પ્રકારના જરૂરી ન્યૂટ્રિએંટ્સની અછત દૂર થઈ જાય છે, જે કોશિકાઓના ગ્રોથ અને કેન્સરને રોકવા માટે જરૂરી હોય છે. આ માછલીને બાફીને, સેકીને કે ગ્રીલ કરીને પણ ખાઈ શકાય છે.

અળસી : અળસીમાં ઓમેગા-3, લિગનન્સ અને ફાઈબર રહેલા હોય છે. તે દરેક તત્વ બ્રેસ્ટ કેન્સરની કોશિકાઓને બનતા રોકે છે. તમે ઈચ્છો તો અસલીને આખી, પીસીને કે પછી તેના તેલનું પણ સેવન કરી શકો છો.

બ્રોકલી : બ્રોકલીમાં ભારે માત્રામાં સલ્ફોરાફેન અને ઈંડોલ્સ રહેલા હોય છે. તે ઘણી રીતે શરીરમાં રહેલી કોશિકાઓના વિકાસને નિયમિત કરે છે. સાથે જ તે બ્રેસ્ટ, બ્લૈડર, લિંફોમા, પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સરને સુરક્ષિત રાખવામાં ઘણી મદદગાર સાબિત થાય છે.

બેરીસ : દરેક પ્રકારની બેરીમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઈટોકેમિકલ્સ રહેલા હોય છે. તે શરીરમાં કેન્સરની કોશિકાઓને બનતા રોકે છે. આખા દિવસમાં બ્લૂબેરી, પોપટા (રસભરી) અને સ્ટ્રોબેરીનું સેવન કરવાથી કેન્સરથી સુરક્ષિત રહી શકાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.