થાયરોઇડ બગાડી નાખશે તમારા બાળકની યાદશક્તિ અને ચહેરો, આવી રીતે કરી શકો છો બચાવ.

મેડીકલ કોલેજમાં મફત થાઈરોઈડ સ્ક્રીનીંગ થઇ રહી છે. તમે પણ તમારા બાળકોની તપાસ કરાવો. થાઈરોઈડથી બાળક મગજથી મંદ થઇ શકે છે.

થાઈરોઈડ બીમારી બુદ્ધી અને ચહેરા બન્નેને બગાડી શકે છે. પશ્ચિમી રાજ્યોમાં મોટી સંખ્યામાં તેના દર્દી છે. મેડીકલ કોલેજના બાળ રોગ વિભાગે બાળકોમાં થાઈરોઈડની તપાસનો નવો અભિયાન શરુ કર્યો છે. અત્યાર સુધીમાં લગભગ એક હજાર બાળકોની સ્ક્રીનીંગ કરવામાં આવી ચુકી છે. બાળ રોગ વિભાગના અધ્યક્ષ ડૉ વિજય જાયસવાલનું કહેવું છે કે જન્મના બે થી પાંચ દિવસની અંદર બ્લડ ગ્રુપની જેમ બાળકોની થાઈરોઈડ તપાસ થવી જોઈએ.

૧૪ દિવસમાં દવા શરુ કરી દેવામાં આવે તો અપંગતાનું જોખમ હંમેશા માટે દુર થઇ જાય છે. ટીએસએચ લેવલ ૨૦ થી વધુ હોય તો થાઈરોઈડની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ડોકટરોના જણાવ્યા મુજબ રોજની એક ગોળી થાયરાક્સીન ખવરાવવાથી બીમારી દુર થઇ જાય છે. તેમણે જણાવ્યું મેડીકલ કોલેજ તમામ નવજાતની થાઈરોઈડ સ્ક્રીનીંગ કરી રહી છે. અત્યાર સુધી લગભગ એક હજાર બાળકોની તપાસ કરવામાં આવી ચુકી છે.

યોગ્ય સમયે તપાસ કરીને ત્રણ વર્ષ સુધી સચોટ ઈલાજ કરવામાં આવે તો બાળકો આજીવન અપંગતાના જોખમ માંથી મુક્ત થઇ જશે. તમામ માં-બાપ પોતાના બાળકોના જન્મના પાંચ દિવસની અંદર તપાસ કરાવે. નહી તો પાછળથી કાંઈ નથી થઇ શકતું.

ડૉ. વોજ્ય જાયસવાલ, વિભાગ અધ્યક્ષ, બાળ રોગ વિભાગ મેડીકલ કોલેજ થોડી મહત્વની વાતો

ભારતમાં સરેરાશ ૧૦૦૦ માંથી ૧ બાળકમાં બીમારી જોવા મળે છે.

બાળકનું ત્રણ વર્ષ સુધી બ્રેનનો વિકાસ થાય છે, એટલે તપાસ જરૂરી છે.

થઈરાક્સીનની ગોળી હાર્મોન્સની ખામીને દુર કરે છે.

મેરઠ સહીત પશ્ચિમી વિસ્તારમાં માત્ર દસ ટકા લોકો જ પોતાના બાળકોનો ટેસ્ટ કરાવે છે.

આ છે લક્ષણ

થાઈરોઈડની ખામીથી નવી કોશિકાઓ નથી બનતી તો બાળક ઘરડા લાગવા લાગે છે.

મોડેથી બોલવું, મોડેથી ચાલવું અને પેટ ફૂલવું વિશેષ લક્ષણ છે.

નસીકા હાર્નિયા, દાંતોમાં વાંકાપણું અને હાડકામાં વિકાર જોવા મળે છે.

થાઈરોઈડ બ્રેનમાં ન્યુરાન્સ બનવામાં મદદ કરે છ, જે મગજને વયસ્ક નથી થવા દેતા.

માથું મોટું થવા સાથે જ આંખો પણ ઘસાઈ જાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.