દુનિયાના 10 સૌથી સુંદર રેલવે સ્ટેશન, જ્યાંથી ટ્રેન પકડવી તમારી યાત્રાને બનાવી દેશે યાદગાર.

રેલવેની મુસાફરીનો ખરો આનંદ આપે છે દુનિયાના આ 10 સૌથી સુંદર રેલવે સ્ટેશનો. રોજીંદા જીવનમાં બ્રેક લઈને કોઈ પણ લોકો એક લાંબા પ્રવાસ ઉપર જવા માંગે છે. પોતાના પ્રવાસને યાદગાર બનાવવા માટે આપણે શક્ય એટલા તમામ પ્રયત્ન કરીએ છીએ. પ્રવાસનું આયોજન કરતા પહેલા સ્થળ, હોટલ, ત્યાંની સુવિધાઓ અને ખાવા પીવાની માહિતી તો બધા લે છે. જેથી આપણી રજાઓ આનંદદાયક રહે અને આપણેને પ્રવાસ દરમિયાન કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.

સામાન્ય રીતે લોકો ટ્રેનની સરખામણીમાં વિમાનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. તેનું પહેલું કારણ તો સમયનો અભાવ અને બીજું એ છે કે આજે પણ રેલ્વે સ્ટેશનની સ્થિતિ કાંઈ એટલી સારી નથી. પરંતુ દુનિયામાં એવા પણ રેલ્વે સ્ટેશન રહેલા છે. જ્યાંથી પ્રવાસ કરવો દરેક માણસનું સપનું હોય છે. આવો અમે તમને જણાવીએ દુનિયાના 10 ઉત્તમ રેલ્વે સ્ટેશન જ્યાંથી પ્રવાસ કરવો તમારા પ્રવાસને વધુ યાદગાર બનાવી દેશે.

10) છત્રપતિ શિવાજી ટર્મિનસ, મુંબઈ, ભારત : દુનિયામાં ઉત્તમ રેલ્વે સ્ટેશનમાં જોડાયેલું આ એકમાત્ર ભારતીય રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન ફ્રેડરીક વિલિયમ સ્ટીવંસ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનને ક્વીન વિક્ટોરિયાની ગોલ્ડન જુબલીના સન્માનમાં બનાવવવામાં આવ્યું હતું. તે વિક્ટોરિયન ઇટેલીયણ ગોથિક રીવાઈવલ અને પારંપરિક ભારતીય મુગલ શૈલીઓનું એક સુંદર કોમ્બીનેશન છે. તેને યુનેસ્કોના વર્લ્ડ હેરીટેજ સાઈટમાં પણ સામેલ કર્યું છે. આ સુંદર રેલ્વે સ્ટેશનમાં પ્રવાસ કરવાથી તેના સુદંર દ્રશ્યો જોઇને તમારો પ્રવાસ ખરેખર યાદગાર બની જશે.

9) કુઆલાલંપુર રેલ્વે સ્ટેશન, મલેશિયા : મલેશિયા આવેલા આ રેલ્વે સ્ટેશનની ડીઝાઇન જોવા લાયક છે. તેનું નિર્માણ ઈઓ-મુરી મુગલ ઈંડો-સરેસેનીક શૈલીથી કરવામાં આવ્યું છે. કોઈ કિલ્લાની ડીઝાઈન વાળું આ રેલ્વે સ્ટેશન દરેક રીતે ઘણું સુંદર જોવા મળે છે.

8) કનાજવા સ્ટેશન, કનાજવા, જાપાન : આ સ્ટેશન ટ્રેડીશનલ અને મોર્ડન ડીઝાઈનનું કોમ્બીનેશન છે. સ્ટેશનનું આર્કીટેકચર જોવા લાયક છે. એક તરફ જ્યાં આ સ્ટેશન જાપાનની સંસ્કૃતિ દર્શાવે છે અને બીજી તરફ તેના મોર્ડન ફીચર્સ પ્રવાસીઓને બીજી રીતે અટ્રેક્ટ કરે છે.

7) કૈમિન્હો ડે ફેરો ડી મોકામ્બીક, માપુટો, મોજામ્બીક : આ રેલ્વે સ્ટેશન મોજામ્બિકની સ્તીમી કેપિટલ છે. તે દુનિયાના સૌથી ડીફરેંટ રેલ્વે સ્ટેશનોમાં જોડાયેલું છે. આ સ્ટેશનમાં સ્થાનિક સંસ્કૃતિ અને કળાને દર્શાવવામાં આવ્યા છે. બહારથી આવવા વાળા પ્રવાસી આ કળાઓ જોઇને તેની તરફ આકર્ષિત થઇ જાય છે. પ્રવાસ કરવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

6) ગ્રેંડ સેન્ટ્રલ ટર્મિનલ, ન્યુયોર્ક, યુએસએ : દુનિયાનું સૌથી ઉત્તમ અને સુંદર રેલ્વે સ્ટેશન છે ન્યુયોર્કનું ગ્રેંડ સેન્ટ્રલ. ત્યાં સુધી કે ગ્રેંડ સેન્ટ્રલ દુનિયાનું છઠ્ઠું સૌથી વધુ જોવામાં આવતું ટુરીસ્ટ સ્થળ છે. અહિયાં 26 કરોડથી વધુ પ્રવાસી આવે છે. તેમાં બ્યુક-આર્ટસ આર્કિટેક્ચર છે. આ સુંદર રેલ્વે સ્ટેશનની હેન્રી એડવર્ડ બેડફોર્ડ દ્વારા ડીઝાઈન કરવામાં આવી છે. અહિયાંથી ટ્રેન પકડવી દરેક પ્રવાસીનું સપનું હોય છે.

5) ગારે ડુ નોર્ડ, પેરીસ, ફ્રાંસ : આ રેલ્વે સ્ટેશન યુરોપનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. દર કલાકે અહિયાંથી લાખો પ્રવાસી પોતાની ટ્રેન પકડે છે. તેની સુંદર ડીઝાઈન અને આર્કિટેક્ચર જોવા લાયક છે. ગારે ડુ નોર્ડ સ્ટેશન પેરીસના SNCF મેનલાઈન નેટવર્કના 6 મોટા ટર્મિનસ સ્ટેશનોમાં સામેલ છે.

4) એંટવર્પ સેન્ટ્રલ, બેલ્જીયમ : આ એકમાત્ર દુનિયાનું એવું રેલ્વે સ્ટેશન છે, જે રેલ્વેનો ઈતિહાસ દર્શાવે છે. આ સ્ટેશન મહાદ્વીપીય રેલ પ્રવાસનો ઈતિહાસ છે. તેને તે જૂની સ્ટાઈલમાં ડીઝાઈન કરવામાં આવ્યું છે, જયારે રેલ્વે સ્ટેશનની શરુઆત થઇ હતી. તે બનાવવામાં લોખંડ, કાચ, સંગેમરમર અને ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

3) અટોચા સ્ટેશન, મેડ્રીડ, સ્પેન : આકર્ષક ડીઝાઈન અને ઈનોવેટીવ આર્કિટેક્ચરનું ઉદાહરણ આ રેલ્વે સ્ટેશન મેડ્રીડનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે. સ્પેનીશ રાષ્ટીય રેલ કંપની, રેફફે આ રેલ્વે સ્ટેશનનું સંચાલન કરે છે.

2) સેંટ પેનક્રાસ ઇન્ટરનેશનલ, લંડન, યુનાઇટેડ કિંગડમ : સુંદર આર્કિટેક્ચરનું ઉદાહરણ અને વિક્ટોટીયન ગોથિક રીવાઈવલ શૈલીના કારણે રેલ્વે સ્ટેશને ‘રેલ્વે કા ગિરજાઘર’ પણ કહેવામાં આવે છે. આ રેલ્વે સ્ટેશન Agar Town નામના એક સ્થળ પાસે બનેલું છે. તે લંડનના સૌથી સુંદર સ્થળોમાં પણ સામેલ છે. લંડન ફરવા વાળા વ્યક્તિ આ સ્થળ ઉપર એક વખત જરૂર જવાનું પસંદ કરે છે.

1) સીરકેસી સ્ટેશન, ઈસ્તાંબુલ, તુર્કી : આ એક ઘણું જુનું રેલ્વે સ્ટેશન છે. 1890માં ઓરીએંટલ રેલ્વે દ્વારા તેને બનાવવામાં આવ્યું હતું. વાસ્તુકળા અને પારંપરિક ડીઝાઈનમાં બનેલું સીરકેસી ટર્મિનલ એક ઉત્તમ રેલ્વે સ્ટેશન છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.