18 અંકના રહસ્ય સાથે જોડાયેલું હતું મહાભારતનું યુદ્ધ, યુદ્ધ દરમિયાન આ અંકનું હતું વિશેષ મહત્વ.

મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલું હતું 18 અંકનું રહસ્ય, યુદ્ધમાં રહ્યું આ અંકનું ખુબ વિશેષ મહત્વ

મહાભારત યુદ્ધ ભારતમાં લડાયેલા સૌથી મોટા યુદ્ધોમાંનું એક છે. આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે લડવામાં આવ્યું હતું અને આ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો. જ્યારે આ યુદ્ધ શરૂ થયું હતું ત્યારે કૌરવોનું પાસું ભારે હતું. કારણ કે કૌરવો પાસે મોટું સૈન્ય હતું અને સુપ્રસિદ્ધ યોદ્ધા હતા. બીજી બાજુ પાંડવોની ૭ અક્ષોહિની સેના હતી અને શ્રીકૃષ્ણજી તેમની સાથે હતા. જો કે, આ યુદ્ધ થયું ત્યારે, પાંડવોએ કૌરવોને સરળતાથી હરાવી દીધા.

રહસ્યોથી ભરેલું છે મહાભારત યુદ્ધ

મહાભારત સાથે ઘણા રહસ્યો પણ સંકળાયેલા છે અને આ રહસ્યોમાંથી એક રહસ્ય અંક 18 છે. આ યુદ્ધમાં 8 અને 18 અંકનું ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે અને આ બંને અંકોનું રહસ્ય આજે પણ અકબંધ છે.

કૃષ્ણ અને 8 અંકનું રહસ્ય

1. ભગવાન શ્રીકૃષ્ણજી સાથે 8 અંક ઘણી બાબતો સાથે સંકળાયેલા છે. ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુજીના આઠમા અવતાર તરીકે જન્મ્યા છે અને અઠ્યાવીસમા દ્વાપરમાં જન્મ થયો હતો.

2. શ્રી કૃષ્ણ દેવકીનું આઠમુ સંતાન હતા અને તેમનો જન્મ વદ પક્ષની રાત્રે સાતમનું મુહૂર્ત પસાર કર્યા પછી, એટલે કે આઠમ મુહૂર્તમાં થયો હતો. તેમનો જન્મ વદ પક્ષની આઠમના દિવસે ઇ.સ. પૂર્વે 3112 માં થયો હતો.

3. શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં કુલ આઠ લગ્નો કર્યા હતા અને તેમની પત્નીઓની સંખ્યા આઠ હતી. એટલું જ નહીં, ઇતિહાસ મુજબ શ્રી કૃષ્ણજીની સખીઓની સંખ્યા પણ આઠ હતી અને તેમના મિત્રો પણ આઠ જ હતા. અર્થાત્ આઠ અંક સાથે ભગવાન શ્રીકૃષ્ણનો ગાઢ સંબંધ હતો.

મહાભારત અને 18 અંકનું રહસ્ય

1. મહાભારત અને 18 અંક વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે મહાભારત દરમિયાન, બનતી ઘટનાઓમાં 18 અંક જરૂર આવે છે. મહાભારત દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણજીએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. જે 18 દિવસ સુધી ચાલ્યું હતું.

2. ગીતાના પુસ્તકમાં પ્રકરણોની સંખ્યા કુલ કુલ 18 જ છે.

3. મહાભારતનું યુદ્ધ 22 નવેમ્બર 3067 ઈ.સ. પૂર્વે થયું હતું અને આ યુદ્ધ કુલ 18 દિવસ સુધી ચાલ્યું.

4. આ યુદ્ધમાં, કૌરવો અને પાંડવોની સેનામાં કુલ 18 અક્ષોહિની સેના હતી. જેમાંથી 11 કૌરવો અને પાંડવોની 7 અક્ષોહિની હતી.

5. આ યુદ્ધના મુખ્ય સુત્રધાર પણ 18 હતા.

6. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી, આ યુદ્ધમાં કુલ 18 યોદ્ધાઓ જ જીવતા બચ્યા હતા.

7. મહાભારતને ઋષિ વેદવ્યાસ દ્વારા લખવામાં આવ્યું છે અને તેમણે કુલ 18 પુરાણોની રચના કરી છે.

મહાભારત યુદ્ધ સાથે સંબંધિત અન્ય માહિતી

એવું માનવામાં આવે છે કે જયારે આ યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ 55-56 વર્ષનાં હતાં.

આર્યભટ્ટના જણાવ્યા મુજબ, આ યુદ્ધ ઈ.સ. પૂર્વે 3137 માં થયું.

કળયુગનો આરંભ કૃષ્ણના મૃત્યુના 35 વર્ષ પછી શરૂ થયો.

મહાભારત યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ પાંડવોની સત્તા તેને પાછી મળી ગઈ હતી. જો કે, પાછળથી પાંડવોએ તેમના શાસનનો ત્યાગ કરી દીધો હતો અને બધા સ્વર્ગની યાત્રા ઉપર નીકળી ગયા હતા. પરંતુ સ્વર્ગ સુધી માત્ર યુધિષ્ઠિર જ પહોંચી શક્યા હતા.

ભગવાન શ્રીકૃષ્ણજીની નીતિઓને કારણે જ પાંડવો આ યુદ્ધ જીતવામાં સફળ થયા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.